Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

દેવપુરામાં 69 કુંડી મહાયજ્ઞ યોજાયો:શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં 12 કલાકનો નવરંગ માંડવ યોજાયો, મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા

યોગેશકુમાર કાનબાર | રાજુલા, અમરેલી3 દિવસ પેહલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના દેવપુરા ગામે બાંભણિયા પરિવારે શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં ૬૯ કુંડી મહાયજ્ઞ અને ૧૨ કલાકનો નવરંગ માંડવ યોજ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.આકાશ ભુવા સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. બાંભણિયા પરિવારના કુળગુરુ

.

રાજુલા-જાફરાબાદ-ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ભૂતપૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને ભેરાઈના સરપંચ વાલભાઈ રામ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. ૬૯ કુંડી મહાયજ્ઞના યજમાનોએ યજ્ઞશાળાની પરિક્રમા કરી વિધિમાં ભાગ લીધો હતો.

રાવળદેવ પ્રતિકભાઈ અને કમલેશભાઈ રાવળે તેમની ટીમ સાથે ડાક-ડમરુના તાલે રજૂઆત કરી હતી. બહેનો, દીકરીઓ, વડીલો અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાર્યક્રમમાં જોડાયા હતા.મહાયજ્ઞ અને ભોજન માટે દાતાઓએ સહયોગ આપ્યો હતો. મઢ ભૂમિના દાતા સ્વ. રામભાઈ સુખાભાઈ રામ (પૂર્વ સરપંચ, ભેરાઈ) હતા. મહાયજ્ઞના પૂજાપાના દાતા દુલાભાઈ સુખાભાઈ રામ અને ભોજનના દાતા અમીરભાઈ મૂળુભાઈ રામ હતા.

સંપૂર્ણ મંડપ સર્વિસના દાતા ભેરાઈના વેલાભાઈ ભીખાભાઈ અને દૂધના દાતા લખમણભાઈ વાઘાભાઈ રામ હતા. કંકોત્રીના દાતા મેથળાના ડો. વિક્રમભાઈ વેલાભાઈ હતા. ઠંડા પાણીના હોટ અને કુલરના દાતા વિક્ટરના સ્વ. ચીથરભાઈ કાનાભાઈ બાંભણિયા હતા.

મહાયજ્ઞના મુખ્ય પાટલાના યજમાન મેથળાના ઘનશ્યામભાઈ વેલાભાઈ હતા. તેમણે રૂ. ૫,૫૦,૦૦૧નું યોગદાન આપ્યું હતું.

બાંભણિયા પરિવારના આયોજન અને દાતાઓના સહયોગથી દેવપુરામાં મહાયજ્ઞ અને નવરંગ માંડવનો કાર્યક્રમ યોજાયો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links