- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Rajula
- Ahir Education Committee's Fifth Brilliant Student, Individual Special Ceremony Held
આહીર એજ્યુકેશન સમિતિનો પાંચમો તેજસ્વી વિદ્યાર્થી, વ્યક્તિ વિશેષ સમારોહ યોજાયો:રાજુલા તાલુકાના નિંગાળા-1 ખાતે આહીર સમાજની 340 પ્રતિભાઓનું સન્માન કરાયું
- કૉપી લિંક

રાજુલામાં શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે આહીર એજ્યુકેશન સમિતિ દ્વારા નિંગાળા-1 સ્થિત આહીર સમાજવાડી ખાતે પાંચમો તેજસ્વી વિદ્યાર્થી તથા વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ અને સ્નેહમિલન યોજાયો હતો.

આ પ્રસંગે શૈક્ષણિક, સામાજિક અને સરકારી સેવા ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર કુલ 340 જેટલી પ્રતિભાઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
સમારોહમાં ધોરણ 10 અને 12માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર, વિવિધ શિષ્યવૃત્તિ અને પ્રવેશ પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરનાર તેમજ ઉચ્ચ શિક્ષણમાં ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, NET, GSET અને Ph.D. જેવી સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
આ ઉપરાંત સરકારી નોકરી પ્રાપ્ત કરનાર કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષ પ્રતિભાઓને પણ બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સંતો-મહંતોના આશીર્વચન સાથે સમાજના આગેવાનો, હોદ્દેદારો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં આહીર સમાજના પ્રમુખ બાઘાભાઈ કોવાયા, જેબીભાઈ લાખણોત્રા, સરપંચ સનાભાઈ રામપરા, અરજણભાઈ કોવાયા, નગરપાલિકા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ સહિતના જોડાયા હતા.
વર્ષ 2022થી સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા કાર્યરત સમિતિ દ્વારા દર વર્ષે અલગ-અલગ ગામોમાં સન્માન સમારોહ યોજવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આગામી દિવાળી બાદ કારતક સુદ ત્રીજના દિવસે હિંડોરણા ખાતે આ સમારોહ યોજાશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















