- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Yoga Asana Competition To Be Held In Amreli, Registrations Open Till November 30
અમરેલીમાં યોગાસન સ્પર્ધા યોજાશે:30 નવેમ્બર સુધી નોંધણી કરી શકાશે
- કૉપી લિંક
અમરેલીમાં સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ સાથે યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાના હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા યોજાનારી આ સ્પર્ધામાં જિલ્લાના યોગપ્રેમીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.
સ્પર્ધામાં 9વર્ષથી વધુ વયના નાગરિકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત યોગ બોર્ડ સાથે જોડાયેલા કોચ અને ટ્રેનરો માટે પણ અલગ કેટેગરી રાખવામાં આવી છે.
સ્પર્ધામાં જોડાવા ઇચ્છુકોએ 30 નવેમ્બર, સુધીમાં https://yogasan.gsyb .in/ વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પર્ધા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષા એમ ત્રણ તબક્કામાં યોજાશે.
જિલ્લા કક્ષાના તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને ભૌતિક પ્રમાણપત્ર અને નિયત ઇનામની રકમ અપાશે.
અમરેલી જિલ્લાના શાળાઓ, કોલેજો, યોગ સંસ્થાઓ, યોગ શિક્ષકો, કોચ અને ટ્રેનરોને વધુમાં વધુ લોકો સુધી આ સ્પર્ધાની જાણકારી પહોંચાડવા જણાવ્યું છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















