Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ગીર જંગલને સુરક્ષિત રાખવા ચેકપોસ્ટ અને નાકાઓ પર 24‎ કલાક વનકર્મીઓનો પહેરો: અનધિકૃત સિંહ દર્શન પર પ્રતિબંધ

અમરેલી7 દિવસ પેહલા
  • કૉપી લિંક

ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈને સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે અને તહેવારને લઈને બહારથી આવતા લોકો ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં લાઈનશો કે સિંહોની પજવણી ન કરે તેમજ જંગલ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ ન કરે તેની તકેદારી રૂપે વન

.

વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારોને લઈને ખાસ પેટ્રોલીંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 24 કલાક દિવસ-રાત પેટ્રોલીંગ કરી તમામ વન વિભાગનો સ્ટાફ પોતાના કાર્યક્ષેત્રમાં રહીને તમામ નાકા અને ચેકપોસ્ટ પર અધિકારીઓ હાજર રહેશે.

અવાર-નવાર સિંહદર્શન અને સિંહ પજવણીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા આવા બનાવો ન બને તેની ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.

દિવાળીના તહેવારને લઈને રજાઓ પસાર કરવા લોકો ગીર તરફ આવતા હોય છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરતા હોય છે. તેમજ લાઈનશો જેવા કે સિંહોની પજવણી, સિંહોની પાછળ ગાડી દોડાવવી, લાઈટો કરી સિંહોને પરેશાન કરવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને વન વિભાગે ચેતવણી આપી છે.

અહીં વન વિભાગ દ્વારા રાત-દિન 24 કલાક સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને ગીર તથા જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી કાયદાનો ભંગ કરનાર સામે વન વિભાગ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે.

10 દિવસનું વિશેષ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરાશે વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને 10 દિવસ માટે વિશેષ પેટ્રોલિગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ગીર જંગલ અને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં બહારથી આવતા પ્રવાસીઓ દ્વારા લાઈનશો કે સિંહોની પજવણી ન થાય તે માટે વન વિભાગનો સ્ટાફ દિવસ-રાત કાર્યરત રહેશે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links