- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Farmers Got Peanut Prices Ranging From Rs 1100 To Rs 1615 In The Yard That Opened In Amreli.
ભાસ્કર વિશેષ:અમરેલીમાં ખૂલતા યાર્ડમાં ખેડૂતોને મગફળીનો રૂપિયા 1100થી 1615 સુધીનો ભાવ મળ્યો
- કૉપી લિંક

અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમના શુભ મુહૂર્ત પર ખેત જણાસોની હરાજીનો ફરી આરંભ થઈ ગયો છે. આજે પ્રથમ દિવસે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીનો રૂપિયા 1100થી લઇ 1615 સુધીનો ભાવ મળ્યો હતો.
એટલું જ નહીં કપાસના ભાવ પણ ઊંચા બોલાયા હતા. જો કે આજે પ્રથમ દિવસે યાર્ડમાં આવક પ્રમાણમાં ઓછી રહી હતી.
અમરેલી જિલ્લાના ખેડૂતો હજુ પણ દીપાવલીના માહોલમાં વ્યસ્ત છે. ધંધાર્થે બહાર વસવાટ કરતા પરિવારજનો દિપાવલી કરવા માટે વતનમાં આવ્યા હોય ખેડૂત પરિવારો તેમાં વ્યસ્ત છે.
આ ઉપરાંત દિપાવલી પહેલા મોટા પ્રમાણમાં હેત જણશો હરાજી માટે જુદા જુદા યાડમાં મોકલી દેવાય હતી. જેને પગલે આજે નવા વર્ષમાં ખૂલતા દિવસે ખેત જણાતોની આવક ધીમી રહી હતી. જો કે ખેડૂતોને ખેત જણશોના ભાવ ઉત્સાહ વધારનારા રહ્યા હતા.
અમરેલી યાર્ડમાં મઠડી સિંગનો ભાવ 1420થી રૂપિયા 1560 સુધી બોલાયો હતો. આવી જ રીતે સિંગ મોટીનો ભાવ ₹1225થી 1,615 સુધી રહ્યો હતો. અમરેલી યાર્ડમાં આજે 1099 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. જ્યારે કપાસના સરેરાશ ભાવ 1870 મળ્યા હતા. આજે યાર્ડમાં તલ અને સોયાબીનની પણ પ્રમાણમાં થોડી આવક થઈ હતી. આવનારા એક સપ્તાહમાં મગફળી અને કપાસની આવકમાં ધરખમ વધારો થશે.
ખેત જણસ નીચો ભાવ ઊંચો ભાવ આવક ક્વિન્ટલમાં સિંગ મઠડી 1420 1560 38 સિંગ ગિરનારી 1100 1580 544 સિંગ મોટી 1225 1615 246 કપાસ 1130 1951 1099
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















