- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Annakut Mahotsav Of 1000 Dishes At Amreli Swaminarayan Temple On 10 Nov.
અમરેલી સ્વામિનારાયણ મંદિરે 10 નવે. 1000 વાનગીઓનો અન્નકૂટ મહોત્સવ:12 સેવાભાવી સંસ્થાઓ, જરૂરિયાતમંદો સુધી પ્રસાદ પહોંચાડશે
- કૉપી લિંક
અમરેલીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા. 10 નવેમ્બર, મંગળવારના રોજ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા અને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી યોજાનારા આ મહોત્સવમાં ભારતીય હિન્દુ પરંપરા અનુસાર 1000 કરતાં વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.
સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેશે. ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધન પૂજાથી શરૂ થયેલી અન્નકૂટની પરંપરા આશરે 5000 વર્ષ જૂની ભારતીય ભક્તિ પરંપરાની વિશિષ્ટ સ્મૃતિ છે.
ભગવાન સ્વામિનારાયણે અન્નકૂટ ઉત્સવોની રચના કરીને ભક્તિરસમાં વધારો કર્યો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ પરંપરાને વિશ્વભરમાં વિસ્તૃત કરવામાં આવી છે. આ ભક્તિ પરંપરાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સથી લઈને બ્રિટનની પાર્લામેન્ટ અને હાઉસ ઓફ કોમન્સ સુધી ઐતિહાસિક ઓળખ મળી છે.
મહોત્સવમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સીતારામ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શિવ-પાર્વતીજી, ગણેશજી અને હનુમાનજી સહિતના દેવતાઓ સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવશે. દર બે કલાકે અન્નકૂટ આરતી યોજાશે.
આ ઉપરાંત તા. 8 નવેમ્બરે સાંજે 5થી 7 દરમિયાન અમરેલીના વેપારીઓ માટે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. વેપારીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચોપડા પૂજન બાદ ભવ્ય આતશબાજી યોજાશે. આ મહોત્સવની વિશેષતા એ છે કે અમરેલીની 12 સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નકૂટનો પ્રસાદ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે.
ભગવાનને આ વાનગીઓ ધરવામાં આવશે સ્વામિનારાયણ મંદિરે જે 1000 પ્રકારની વાનગીઓ ભગવાનને ધરાશે તેમાં 251 પ્રકારની મીઠાઈ અને 201 પ્રકારના વિવિધ શાક, 151 ફરસાણ અને 101 પ્રકારના વિવિધ જ્યુસ અને શરબત, 101 બેકરી પ્રોડક્ટ અને 51 અથાણા, 51 મુખવાસ અને 25 પ્રકારની વિવિધ દાળ તથા 25 પ્રકારની વિવિધ ભાખરી રોટલી રોટલા ભાત વિગેરેનો સમાવેશ થાય છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















