Wed, Nov 18, 2026Updated 03:03 PM IST
Google Preferred Source CTA

અમરેલીના નાના ભંડારિયામાં વાડીમાંથી 3 ભેંસ ચોરાઈ:₹2.45 લાખની ભેંસો લઈ અજાણ્યો શખ્સ ફરાર; રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમરેલી36 મિનિટ પેહલા
  • કૉપી લિંક

અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામે 1 ખેડૂતની વાડીમાં બાંધેલી 3 ભેંસની ચોરી થવાની ઘટના સામે આવી છે. અજાણ્યો શખ્સ વાડીમાંથી ₹2.45 લાખની કિંમતની ભેંસો ચોરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્

.

સવારે 6 વાગ્યે ખેડૂતને ભેંસો ચોરાયાની જાણ થઈ નાના ભંડારિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા જગદીશ ત્રાપસિયાની વાડીમાંથી આ ભેંસો ચોરાઈ હતી. ખેડૂતે પોતાની ભેંસોને વાડીના ફરજામાં બાંધી હતી. રાત્રિ દરમિયાન તસ્કરો ભેંસો ચોરી ગયા હતા અને ખેડૂતને સવારે 6 વાગ્યાની આસપાસ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

₹2.45 લાખની કિંમતની 3 ભેંસોની ચોરી થઈ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચોર 1 આશરે 8 વર્ષની અને ત્રીજી વખત વિયાયેલી ભેંસ લઈ ગયો હતો, જેની કિંમત ₹1.25 લાખ હતી. આ ઉપરાંત ₹60 હજારની કિંમતની 2 ખડાયેલી ભેંસો પણ ચોરાઈ હતી. આમ, કુલ ₹2.45 લાખની કિંમતની 3 ભેંસોની ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પશુ ચોરીના બનાવોથી ખેડૂતોમાં ચિંતા અમરેલી જિલ્લામાં બાઇક અને ઘરફોડ ચોરીની ઘટનાઓ બાદ હવે પશુ ચોરીની ઘટના સામે આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી ઉપરાંત કપાસ, ઘાસચારો અને પશુઓની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links