- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- 567 Special Trips Conducted In Seven Depots During Diwali Festivals
દિવાળીના તહેવારોમાં સાત ડેપોમાં 567 વિશેષ ટ્રીપનું સંચાલન:અમરેલી એસટી વિભાગે 35.91 લાખની કમાણી કરી: 16 મુસાફરે એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લીધો
- કૉપી લિંક
દિવાળીના તહેવારો દરમિયાન વતન આવવા-જવા માટે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવેલ વિશેષ બસ વ્યવસ્થા મુસાફરો માટે રાહતરૂપ બની હતી. અમરેલી એસ.ટી. વિભાગ દ્વારા પણ મુસાફરોની સુવિધા માટે વિવિધ રૂટ પ
અમરેલી વિભાગ હેઠળ આવતા અમરેલી, બગસરા, ધારી, કોડીનાર, રાજુલા, સાવરકુંડલા અને ઉના સહિતના સાત ડેપો દ્વારા તહેવારો દરમિયાન કુલ 567 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વિશેષ બસો દ્વારા કુલ 1 લાખ 4 હજાર 428 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું અને 16004 મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. જેનાથી એસ.ટી. નિગમને કુલ રૂપિયા 35 લાખ 91 હજાર 563ની આવક પણ પ્રાપ્ત થઈ છે.
તહેવારોમાં મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે અને વતન જવા-આવવામાં મુશ્કેલી ન પડે તે માટે સુરત, રાજકોટ, પંચમહાલ અને ભાવનગર સહિતના મહત્વના શહેરો તરફ વધારાની બસોનું આયોજન કરાયું હતું. ખાસ કરીને તહેવારોની રજાઓમાં મુસાફરોની અવરજવર વધુ રહેતી હોવાથી એસ.ટી. વિભાગ દ્વારા માંગને અનુરૂપ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
તહેવારોમાં અમરેલી એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી હજારો મુસાફરોને સુવિધાજનક મુસાફરીનો લાભ મળ્યો હતો. મુસાફરોની સુવિધા સાથે નિગમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થતાં એક્સ્ટ્રા બસ સંચાલન સફળ રહ્યું હતું.
ડેપોની કુલ 567 ટ્રીપમાં 16004 મુસાફરોએ સલામત મુસાફરી કરી
| ડેપો | ટ્રીપ | મુસાફરો |
અમરેલી | 54 | 1307 |
બગસરા | 86 | 5133 |
ધારી | 102 | 2462 |
કોડીનાર | 90 | 1803 |
રાજુલા | 72 | 1888 |
સાવરકુંડલા | 99 | 2570 |
ઉના | 64 | 841 |
કુલ | 567 | 16004 |
અંતર અને આવક કેટલી ?
કુલ કાપેલું અંતર: 1,04,428 કિ.મી.
| ડેપો | આવક |
અમરેલી | 168760 |
બગસરા | 1658689 |
ધારી | 555092 |
કોડીનાર | 197437 |
રાજુલા | 363583 |
સા. કુંડલા | 498836 |
ઉના | 149166 |
કુલ આવક | 35,91,563 |
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















