Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ધારી આંબરડી પાર્કમાં 12 હજાર પ્રવાસી ઉમટ્યા તુલસીશ્યામ જતા મુસાફરો કલાકો સુધી અટવાયા

અમરેલી2 દિવસ પેહલા
  • કૉપી લિંક

દિપાવલીની રજાના માહોલમાં અમરેલી પંથકમાં ગીર જંગલ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે. જંગલ અને આસપાસના સ્થળો ઉપરાંત ગીર કાંઠા વિસ્તારમાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટ્યા છે.

.

ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં એક સપ્તાહમાં 12 હજાર પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાભ લીધો હતો. તો બીજી તરફ તુલસીશ્યામ જતા જંગલના તમામ માર્ગો પર ટ્રાફિકજામ છે.

હાલના દિવસોમાં અમરેલી જિલ્લાના તમામ માર્ગો પર ભારે ટ્રાફિકની સ્થિતિ છે. કારણ કે માત્ર ગુજરાત ભરમાંથી નહીં પરંતુ દેશભરમાંથી પ્રવાસીઓ આ દિશામાં આવી રહ્યા છે.

દિપાવલીની રજામાં આમ પણ આ વિસ્તારના પ્રવાસન સ્થળો પર ટ્રાફિક રહે છે, પરંતુ ચાલુ સાલે પ્રવાસીઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થયેલો જોવા મળે છે. ખાસ કરીને સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ વધારે છે. ઉપરાંત જંગલના પ્રાકૃતિક નજારાને નિહાળવા અને આ વિસ્તારના ધર્મસ્થાનો પર લોકો ઉમટી પડ્યા છે.

ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં એક સપ્તાહમાં 12 હજાર પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાભ લીધો હતો. વન વિભાગ દ્વારા વધુને વધુ પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે પાર્કમાં વધારાની બસો પણ ફાળવી હતી.

અહીં આવેલા સુપ્રસિદ્ધ ગળધરા ખોડીયાર મંદિરે પણ ભાવિકોની ભીડ ઉમટી છે. ખોડીયાર ડેમનો નજારો અને અહીંના પ્રાકૃતિક વાતાવરણએ લોકોના મન મોહી લીધા હતા. પ્રવાસીઓની સુવિધા અને સફારી પાર્કના સંચાલન માટે આરએફઓ બાંભણિયાના માર્ગદર્શન હેઠળ એમ.એસ. પરમાર , એમ.એ. રાયજાદા, બી.એ. નાગસ, સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાય હતી.

આવી જ રીતે તુલસીશ્યામમાં પણ ભીડ જોવા મળી હતી. ધારી અને ઉના તરફથી જતા તુલસીશ્યામના માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડ્યા હતા.

બાઈક અને કાર જેવા નાના વાહનોમાંથી પણ જંગલના રસ્તાઓ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ભગવાન શ્યામના દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે અહીં ભોજન અને રહેવાની સગવડતાઓ વિશેષ પ્રમાણમાં ઊભી કરાઈ હતી.

આ ઉપરાંત જંગલમાં કનકાઈ અને બાણેજ ખાતે જવા માટે પણ ભીડ જોવા મળી હતી દરિયાકાંઠાના સરકેશ્વર મહાદેવથી લઇ લાઠીના ભુરખીયા હનુમાન મંદિરે હજુ પણ પ્રવાસીઓની ભીડ છે.

રાત્રે રોકાણ માટે તુલસીશ્યામમાં 5000 ગાદલા નખાયા અને આશ્રમો, મંદિરોમાં ભાવિકોની ભીડ

તુલસીશ્યામ
તુલસીશ્યામ

જંગલની મધ્યમાં તુલસીશ્યામ ખાતે પ્રવાસીઓ પરેશાન ન થાય તે માટે રાત્રે ઉતારાની પણ વ્યવસ્થા કરાઈ હતી. અહીં 5000 ગાદલા નાખી દેવાયા હતા. અહીંના તમામ રૂમ પણ અગાઉથી બુક થઈ ગયા હતા.

જંગલમાંથી ચાલતી બસોને વાયા ખાંભા કરી નખાઇ તુલસીશ્યામ રૂટ પરથી ઉના અને ધારીની તમામ બસોને ટ્રાફિક જામની સ્થિતિના કારણે વાયા ખાંભા કરી નાખવામાં આવી હતી. જંગલમાં કાર અને બાઈક જેવા નાના વાહનોથી પણ ટ્રાફિકજામ થયો હોય આ ફેરફાર કરાયો હતો.

પાર્કમાં 5 સિંહ, 10 દીપડા, ચિંકારા તથા શિયાળ જેવા વન્ય પ્રાણીઓ પ્રવાસીઓને આંબરડી સફારી પાર્કમાં 2 સિંહ, 2 બચ્ચા, 1 સિંહણ ઉપરાંત 10 દીપડા તેમજ શિયાળ, ચિંકારા વગેરે વન્ય પ્રાણીઓના દર્શન થયા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links