- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Liliya
- Vaghaniya Temple Pran Pratishtha Mahotsav; MLA Mahesh Kaswala Joins Garba
વાઘણીયામાં રામજી અને રાધાકૃષ્ણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:રાસ-ગરબામાં ધારાસભ્ય મહેશ કસવાલા જોડાયા, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત
- કૉપી લિંક

લીલીયા તાલુકાના વાઘણીયા ગામ પરિવાર દ્વારા આયોજિત શ્રી રામજી મંદિર તથા શ્રી રાધાકૃષ્ણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય રાસ-ગરબાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ ભક્તિમય અને ધાર્મિક માહોલમાં સાવરકુંડલા-લીલીયાના ધારાસભ

આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વાઘણીયા ગામના વડીલો, યુવાનો અને ગ્રામજનોના ઉત્સાહ, આત્મીય સન્માન તથા એકતાભર્યા વાતાવરણને બિરદાવી આનંદ વ્યક્ત કર્યો હતો. ધાર્મિક પરંપરા અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ ભવ્ય અને ભક્તિમય આયોજન બદલ સમસ્ત વાઘણીયા ગામ પરિવાર તેમજ આયોજક સમિતિને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી, જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયતના વિપક્ષના નેતા રણજીતભાઈ ખુમાણ સહિતના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















