- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Liliya
- Nana Liliya Snehmilan; Gaushala Team & Mital Sojitra Honored In Amreli
નાના લીલીયામાં નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું:ગૌશાળાની ટીમ, મિતલ સોજીત્રા અને મુકેશભાઈ સાવલીયાનું સન્માન; રણજીતભાઈ ખુમાણ સહિત ગ્રામજનો હાજર
- કૉપી લિંક

અમરેલી જિલ્લાના નાના લીલીયા ગામે નવા વર્ષના પાવન અવસર નિમિત્તે ગ્રામજનોનું સ્નેહમિલન યોજાયું હતું.આ સ્નેહમિલન કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ સમાજના તમામ વર્ગના લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ગામના વડીલોએ વર્ષો જૂની યાદો અને ભૂતકાળના સંસ્મરણો વાગોળી જ

કાર્યક્રમ દરમિયાન ગામની ગૌશાળાની કામગીરીમાં યોગદાન આપતી ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મિતલ સોજીત્રા અને મુકેશભાઈ સાવલીયાના સેવાકીય કાર્યોને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના વિપક્ષના નેતા રણજીતભાઈ ખુમાણ, ગામના પૂર્વ સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગામના યુવાનો, મહિલાઓ, વડીલો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ સ્નેહમિલનમાં ભાગ લીધો હતો.

નવા વર્ષની શરૂઆતમાં નાના લીલીયાના ગ્રામજનોએ હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારો, સામાજિક સમરસતા અને સેવાભાવનો સુંદર સંદેશ આપ્યો હતો.
નાના લીલીયાની ઓળખ એટલે એકતા, ભાઈચારો અને આપસી પ્રેમ! નવા વર્ષના સ્નેહમિલને ફરી એકવાર ગામની સામાજિક એકતાની ઝલક દર્શાવી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















