Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

સલડીના 900 વીઘાના તળાવનું કામ શરૂ:રૂ. 2.86 કરોડથી પુનરુદ્ધાર કરાશે; લીલીયા અને અમરેલીનાં 19 ગામોને સિંચાઈનો લાભ મળશે

ઇમરાનખાન પઠાણ | લિલિયા, અમરેલી2 દિવસ પેહલા
  • કૉપી લિંક

લીલીયા તાલુકાના સલડી ગામે 900 વીઘામાં ફેલાયેલા તળાવના પુનરુદ્ધારનું કામ શરૂ થયું છે. રાજ્ય સરકારે આ કામ માટે રૂ. 2 કરોડ 86 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે. લીલીયા અને અમરેલી તાલુકાનાં આશરે 19 ગામોને સિંચાઈ અને જળસંચયનો લાભ મળશે.

.

કામમાં બાવળ દૂર કરવા, તળાવ ઊંડું કરવા, પાળાઓ મજબૂત કરવા અને મુખ્ય માર્ગથી પુલ સુધી પહોંચવાનો રસ્તો બનાવવાનો સમાવેશ થાય છે. તળાવનું કામ આગામી વર્ષ સુધીમાં પૂરું કરવાની આશા છે.

સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સિંચાઈ મંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે લાભ પાંચમના દિવસે કામ શરૂ થયું છે અને આસપાસનાં ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. ગઢડાથી આવેલા સંતોએ પણ આશીર્વાદ આપ્યા હતા.

કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતારિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવાડિયા હાજર રહ્યાં હતાં.

જિલ્લા પંચાયતના સભ્ય જિગ્નેશભાઈ સાવજ, આનંદભાઈ ધાનાણી, ધર્મેશ દેસાઈ, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજિયા, સરપંચ રમેશભાઈ મકવાણા, પ્રજ્ઞેશભાઈ રામાણી, પ્રફુલભાઈ ધીનૈયા, વિજયભાઈ ગજેરા, વિનુભાઈ રમાણી, નાથાલાલ સુખડિયા અને વિજયભાઈ અકબરી સહિતના આગેવાનો તથા ગ્રામજનો પણ હાજર રહ્યાં હતાં.

તળાવના બ્યુટીફિકેશન માટે જરૂર મુજબ રાજ્ય સરકાર પાસેથી વધારાની ગ્રાન્ટ મેળવવાની વાત કરવામાં આવી છે. ગામના દાતાઓએ કામમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.

તળાવના પુનરુદ્ધારથી લીલીયા તાલુકાનાં ઇશ્વરિયા અને નાના લીલીયા સહિતનાં ગામો તથા અમરેલી તાલુકાનાં કેટલાક ગામોને લાભ મળશે. આ ગામોના ખેડૂતો લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links