- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Khambha
- Dengue Outbreak In Khambha; Residents Demand Fogging & Health Checkups
ખાંભાના જિનવાડી વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ નોંધાયો:સ્થાનિકોએ ફોગિંગ, સફાઈ અને આરોગ્ય તપાસની માગ કરી
- કૉપી લિંક

ખાંભા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જીનવાડી, લીંબડીપરા અને હડિયા કાઠામાં તાવના દર્દીઓ વધ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક ઘરોમાં તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો અને નબળાઈના દર્દીઓ છે. ખાનગી લેબોરેટરીમાં તપાસ કરાવનારા કેટલાક દર્દીઓના ડેન્ગ્યુ NS1 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

સ્થાનિકોએ આ વિસ્તારોમાં ફોગિંગ, દવાનો છંટકાવ અને સફાઈ કરાવવાની માગ કરી છે. વરસાદી પાણી ભરાયેલા ખાડા, ખુલ્લા પ્લોટમાં પડેલો કચરો અને મચ્છરોનો ઉપદ્રવ આ સ્થિતિનું કારણ હોવાનું લોકોનું કહેવું છે.
લોકોએ ભરાયેલા પાણીનો નિકાલ અને સફાઈનું કામ ઝડપથી કરાવવાની પણ માગ કરી છે. આરોગ્ય વિભાગ પાસે ઘરે-ઘરે સર્વે, તાવના દર્દીઓની તપાસ માટે કેમ્પ અને મચ્છરજન્ય રોગોથી બચવા જાગૃતિ ફેલાવવાની માગ પણ કરી છે.
ખાંભાના નાગરિકોએ રોગ વધુ ફેલાય તે પહેલાં પગલાં લેવા તંત્રને અપીલ કરી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















