Mon, Nov 16, 2026Updated 02:08 PM IST
Google Preferred Source CTA

રેસ અને જાનના ઘોડા અલગ તારવવાનો પ્રારંભ:આ 9 સ્ટેપમાં પ્રક્રિયા કરી 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે, રાહુલની ટકોર-અંદરોઅંદર નહીં પણ ભાજપ સાથે સ્પર્ધા કરજો

અમદાવાદ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત થશે. 15 એપ્રિલે બપોરે 3 વાગ્યે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા. રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં ન

.

AICCના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દીધી છે અને પ્રદેશના નિરીક્ષકો ક્યા જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારી લેશે. આ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં જશે. જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય લેશે ત્યાર બાદ સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે.

ભાજપ સાથે કોમ્પિટિશન કરવાની છે, અંદરો અંદર કરશો નહીં: રાહુલ પ્રદેશ કાર્યાલયે પ્રથમ બેઠક બાદ યોજ્યા બાદ રાહુલ ગાંધીએ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશના નેતાઓ સાથે કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજી હતી. રાહુલ ગાંધી 6.20 વાગ્યાથી 6.50 સુધી એમ 30 મિનિટ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી હતી. સિનિયર નેતાઓથી લઈ યુવા નેતાઓ સાથે તેઓએ વાતચીત કરી છે. આ બેઠકમાં પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, મધુસુદન મિસ્ત્રી સિદ્ધાર્થ પટેલ જેવા સિનિયર નેતાઓ પણ હાજર હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટકોર કરી હતી કે, આપણે ભાજપ સાથે કોમ્પિટિશન કરવાની છે, અંદરો અંદર કરશો નહીં. આ બેઠક બાદ રાહુલ ગાંધી હોટલ હયાત જવા રવાના થયા હતા.

16મીએ મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવશે અમદાવાદમાં બેઠક કર્યા બાદ રાહુલ ગાંધી 16 એપ્રિલની સવારે 8 વાગ્યે મોડાસા જવા નીકળશે. જ્યાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં તેઓ જિલ્લાના 1200 બૂથ લીડર્સને માર્ગદર્શન આપશે. સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાઇલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે.

રેસ અને જાનના ઘોડા અલગ તારવવા કવાયત 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે છે.

કોંગ્રેસની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીની સ્પષ્ટ સૂચના

  • તમામ મોટા નેતાઓની જવાબદારી ફિક્સ કરી કામગીરી સોંપાશે.
  • યોગ્ય કામગીરી કરનાર નેતાઓને જ પ્રમોશન મળશે.
  • યોગ્ય જવાબદારી નહીં નિભાવનાર નેતાઓને હોદ્દા નહીં મળે.
  • માત્ર ચૂંટણી વખતે સક્રિય થતા નેતાઓને ટિકિટ નહીં મળે.
  • લોકોની વચ્ચે રહેનાર કાર્યકર કે નેતાઓને જ ઉમેદવાર બનાવાશે.
  • સારી કામગીરી કરનાર જિલ્લા પ્રમુખને સરકાર બને મંત્રી પણ બનાવાશે.

3 એપ્રિલે જિલ્લા પ્રમુખોને પાવર આપવા બેઠક યોજી હતી 3 એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તા આપવાનો નિર્ણય કરાયો હતો. અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે યોજાયેલા અધિવેશનના બીજા દિવસે પણ ખડગેએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, કોંગ્રેસ હવે જિલ્લા પ્રમુખોને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં સામેલ કરશે.

આગળ વાંચો રાહુલ ગાંધીની બેઠક અંગેની પળેપળની અપડેટ્સ

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links