Sat, Nov 21, 2026Updated 01:19 PM IST
Google Preferred Source CTA

'મહેતા પેટ્રોકેમ' કંપનીના માલિક નિર્મલ મહેતાએ બે મહિલાકર્મીની છેડતી કરી:ઓફિસમાં એકલી પડેલી યુવતીને મકાન-પૈસાની લાલચ આપી દબાણ કર્યું, અન્ય સાથે કારમાં અડપલા કર્યા

અમદાવાદ59 મિનિટ પેહલા
  • કૉપી લિંક
ફાઈલ ગોઠવવાના બહાને હાથ પકડી લીધો. - Divya Bhaskar
ફાઈલ ગોઠવવાના બહાને હાથ પકડી લીધો.

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા 4D મોલમાં 'મહેતા પેટ્રોકેમ' નામની ઓફિસ ધરાવતા નિર્મલ મહેતાએ પોતાની જ કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઓફિસમાં યુવતી એકલી હોવાનો લાભ ઉઠાવી આરોપીએ જબરજસ્તી હાથ પકડી બીભત્સ માંગણી કર

.

ઓફિસમાં એકલી પડેલી યુવતીને મકાન-પૈસાની લાલચ આપી દબાણ કર્યું મોટેરા સ્થિત 4D મોલમાં આવેલી 'મહેતા પેટ્રોકેમ' ઓફિસમાં યુવતી તેની મિત્ર સાથે નોકરી કરે છે. ગત 18 નવેમ્બરના રોજ બપોરે ચાર વાગ્યાના અરસામાં તેની સહકર્મી બેંકના કામે બહાર ગઈ હતી અને હાઉસકીપિંગ સ્ટાફ રજા પર હતો. આ તકનો લાભ લઈ ઓફિસ માલિક નિર્મલ મહેતાએ ફાઈલ ગોઠવવાના બહાને યુવતી પાસે આવી તેનો હાથ પકડી મિત્રતા રાખવા દબાણ કર્યું હતું. યુવતીએ હાથ છોડાવી લેવા છતાં આરોપીએ ફરીથી જબરજસ્તી હાથ પકડી હગ અને કિસ કરવાની બીભત્સ માંગણી કરી હતી. તેમજ પતિ સાથે છૂટાછેડા લઈ અલગ મકાન અને પૈસાની લાલચ આપી સંબંધ રાખવા દબાણ કર્યું હતું.

અન્ય સાથે પણ ચાલુ કારમાં અડપલાં કર્યાનો ખુલાસો આ ઘટનાથી ડરી ગયેલી યુવતીએ બીજા દિવસે પોતાની સહકર્મીને સમગ્ર હકીકત જણાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. સહકર્મી યુવતીએ જણાવ્યું કે, દિવાળીના થોડા દિવસ પહેલાં ઓફિસના કામે ગાંધીનગર કોર્ટ જતી વખતે નિર્મલ મહેતાએ ચાલુ કારમાં તેને પણ પૈસાની લાલચ આપી અડપલાં કર્યા હતા. સમાજમાં બદનામીના ડરથી બંને યુવતી અત્યાર સુધી ચૂપ રહી હતી, પરંતુ આરોપી દ્વારા ફરીથી દબાણ કરાતા આખરે બંનેએ પરિવારજનોને જાણ કરી મોટેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links