- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Meeting Begins In Kamalam Under The Chairmanship Of Patil
પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં મળેલી બેઠક પૂર્ણ:દેશભરમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડો.આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે
- કૉપી લિંક

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા અનુસૂચિત જાતિ મોરચાના લાલસિંહ આર્યા સામેલ થયા હતાં. તેમની સાથે સાથે તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખોને પણ બ
ભાજપના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ લાલસિંહ આર્યએ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી 14 એપ્રિલના રોજ જ્યાં પણ દેશમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ છે ત્યાં માલ્યાર્પણ કરશે. બાબા આંબેડકરની મૂર્તિ પાસે બંધારણનું જે આમુખ છે એનું પઠન કરાશે. આ ઉપરાંત 14થી 24 એપ્રિલ દરમિયાન દેશના દરેક જિલ્લામાં બંધારણ અને આંબેડકરની કેટલીક વાતોને લઈને દરેક જિલ્લાએ પ્રવચનો યોજવામાં આવશે, જેમાં કોઈપણ બે પ્રવક્તાએ પોતાની ભાજપની વાત આંબેડકરને લઈને બંધારણને લઈને લોકો સમક્ષ લઈ જશે અને લોકો સમક્ષ કેટલીક વાત મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પહેલી બેઠક સવારે 11:00 વાગ્યાથી શરૂ થઈ હતી જે બપોરે 1:30 વાગ્યાની આસપાસ પૂર્ણ થઈ હતી. જે બાદ લંચ બ્રેક પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ બેઠકનો બીજો દોર શરૂ થયો હતો. જોકે પહેલી બેઠક પૂર્ણ થતાં કેટલાક નેતાઓએ ચાલતી પકડી હતી. જ્યારે કેટલાક નેતાઓ બીજી બેઠક માટે પણ હાજર રહ્યા છે. બીજી બેઠક અંદાજિત સાંજના છ વાગ્યા આસપાસ સુધી ચાલી હતી.
વન નેશન વન ઇલેક્શન અને વક્ફ બિલ અંગે જાગૃતિ લાવવા લોકો જશે આ બેઠકમાં UCC, વન નેશન, વન ઇલેક્શન, વક્ફ બિલ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દાઓ લઈને જાગૃતિ લાવવા માટે ભાજપના લોકો વચ્ચે જઈ પોતાની વાત મૂકશે. આ ઉપરાંત આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત 14થી 24 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં ભાજપના લોકો આંબેડકરની વાતો લોકો સુધી પહોંચાડશે. આ મુદ્દે કાર્યક્રમની સૂચનાઓ, પ્રશિક્ષણ અને કાર્યક્રમ અંગેની ચર્ચાઓની મહત્ત્વની બેઠક ભાજપ કાર્યાલય ખાતે સાંજના 6:00 વાગ્યા સુધી ચાલી હતી. જોકે, આ બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતાં.

કોંગ્રેસે આંબેડકરનું રાષ્ટ્રીય સ્મારક પણ બનાવ્યું નથી: લાલસિંહ આર્ય આ માહિતી આપવાની સાથે સાથે લાલસિંહ આર્યાએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રીય સ્મારક નહોતું બનાવ્યું. જ્યારે બાબાસાહેબ આંબેડકરનું મૃત્યુ થયું ત્યારે તેમના મૃતદેહને સરકારી વિમાનમાં નહીં, પણ પ્રાઇવેટ વિમાનમાં મોકલવામાં આવ્યો હતો. એનું બિલ પણ તેમનાં પત્નીએ ભર્યું હતું. બાબાસાહેબ આંબેડકરની વાતો કોંગ્રેસ કરે છે, પણ પહેલા દલિત રાષ્ટ્રપતિ ભાજપે આપ્યા છે. એના સિવાય આંબેડકરનું સ્મારક ભાજપે બનાવ્યું છે એટલે કોંગ્રેસ માત્ર આંબેડકરની વાતો કરે છે, બાકી કોંગ્રેસે બીજું કંઈ નથી કર્યું.
‘દેશભરમાં બાબા સાહેબની પ્રતિમાની સફાઈ કરાશે’ વધુમાં લાલસિંહ આર્યએ ઉમેર્યું કે, આ પહેલીવાર નથી, આ પહેલા પણ અમે સવિધાન ગૌરવ અભિયાન. બાબા સાહેબની જયંતીના કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાષ્ટ્રીય દળ છે, જેના નેશનલ પોગ્રામમાં બાબા સાહેબ આંબેડકરની જયંતી પણ છે. આ જયંતીને વધુ મોટો વિસ્તાર આપવા માટે અમે એક અભિયાન તરીકે ચલાવવા માટે નિર્ણય કર્યો છે. અમારી રાષ્ટ્રીય કાર્યશાળા 8 એપ્રિલે પુરી થઈ છે. 10, 11 અને 12 એપ્રિલે પ્રદેશોની કાર્યશાળા થઈ રહી છે. આજે ગુજરાતમાં થઈ રહી છે. અત્યાર સુધીમાં 22 કાર્યશાળા થઈ ગઈ છે. કાલથી પણ પ્રદેશોની કાર્યશાળા થશે. 13 એપ્રિલે સ્વચ્છતા અભિયાન એટલે કે, બાબા સાહેબ આંબેડકરની દેશભરમાં જેટલી પણ પ્રતિમા અને સ્થાન છે ત્યાં ભારતીય જનતા પાર્ટી સ્વચ્છતા અભિયાન હાથ ધરશે. સાંજના સમયે બાબા સાહેબની જેટલી પણ પ્રતિમા છે ત્યાં તેમના ચિત્રોને રાખીને દીપ પ્રગટાવવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરમાં કરવામાં આવશે.

15થી 25 એપ્રિલ સુધી 1029 જિલ્લામાં વિચાર ગોષ્ઠી કાર્યક્રમ 14મી એપ્રિલે સવારે દરેક બુથમાં અને બાબા સાહેબની દરેક પ્રતિમાની પાસે પૂષ્પાજંલિ અને માળા અર્પણના કાર્યક્રમ કરવામાં આવશે. આ સ્થળે મિઠાઈનું વિતરણ કરવામાં આવશે અને સાથે સવિધાનની પ્રસ્તાવનાને સામુહિક રીતે વાંચવાનો કાર્યક્રમ પણ દેશભરમાં કરવામાં આવશે. 15 એપ્રિલથી લઈને 25 એપ્રિલ સુધી 1029 જિલ્લામાં વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ કરવામાં આવશે. અમે બે વિષય લઈને જઈ રહ્યાં છીએ. બાબા સાહેબ આંબેડકરનું અપમાન અને તિરસ્કાર કોણે કર્યો. તેઓની ભાવનાઓને ઠેસ કોણે પહોંચાડી. જીવતાજીવ અને મર્યા પછી પણ કોંગ્રેસે તેઓને અપમાનિત કર્યા. ભાજપની જ્યારે પણ સરકાર આવી તો તેણે બાબા સાહેબ અને તેના સવિધાન અનિસાર તેમના સપનાને પૂર્ણ કરવાનું કામ અટલજી અને મોદીજીના નેતૃત્વમાં થયું છે.
‘બાબા સાહેબને 1952થી 1954માં હરાવવાનું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું’ સવિધાનને સત્તા માટે કોંગ્રેસ પાર્ટીએ દુરુપયોગ કર્યો છે. સવિધાનમાં જે પણ લખ્યું છે, આર્થિક, સામાજિક અને ન્યાય તે દલિતો, શોષિત અને ગરીબોને કોંગ્રેસે આપ્યું નથી તે સંબંધોમાં અમે વિચારગોષ્ઠી કરીશું. અમે નિચે બુથ લેવલ સુધી આ કાર્યક્રમ કરીશું. દેશભરમાં મોટું અભિયાન ભાજપ કરશે. આની પાછળ કારણ છે કે, બાબા સાહેબને 1952થી 1954માં હરાવવાનું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. બાબા સાહેબને ભારત રત્નું સંન્માન ન આપીને અપમાન કર્યું છે.
‘બાબા સાહેબના પાર્થિવ શરીરને પ્રાઈવેટ વિમાન લવાયું, ભાડું તેઓની પત્નીને ચૂકવવા કહ્યું’ દિલ્હીમાં નહેરુજી, ઈન્દિરાજી તમામના રાષ્ટ્રીય સ્મારક બને છે, રાજીવ ગાંધીનું પણ રાષ્ટ્રીય સ્મારક દિલ્હીમાં બને છે ને અંત્યેષ્ઠી થાય છે. જોકે, બાબાસાહેબ આંબેડકરની અંતિમયાત્રા પણ દિલ્હીમાં કાઢવાની અનુમતિ ન મળે. તેમનું રાષ્ટ્રીય સ્મારક પણ દિલ્હીમાં નથી બનતું એટલે કે તેમને સન્માન પણ આપવામાં આવતું નથી. તે સિવાય તેમના પાર્થિવ શરીરને સરકારી વિમાનમાં મુંબઈ નથી લાવવામાં આવતુ, પ્રાઈવેટ વિમાનમાં પહોંચાડવામાં આવે છે. આ પ્રાઈવેટ વિમાનનું જે ભાડુ છે તે પણ તેની પત્નીને ચૂકવવા માટે કહેવામાં આવ્યું.
એક સંવિધાન લખનાર, દલિત શોષિત વંચિતો માટે લડનાર બાબાસાહેબ આંબેડકરની ભારત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યાં સતલજ ડેમ હોય, ભાખલા-નાગલ ડેમ હોય તેની કલ્પના કરનાર RPIની સ્થાપનામાં પણ અગત્યની ભૂમિકા ભજવનાર, શ્રમિકો-મહિલાઓ માટે કામ કરનાર બાબાસાહેબ આંબેડકર કે, જે હૈદરાબાદના નિઝામ સામે પ્રલોભનમાં ફસાતા નહિ એવા રાષ્ટ્રભક્તિનો પરિચય આપનાર બાબાસાહેબ આંબેડકરનું કોંગ્રેસ નિરંતર અપમાન કરતી આવી છે.
ઈન્દિરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા માટે ઈલ્હાબાદ હાઈકોર્ટ વિરુદ્ધ તેઓએ ઈમરજન્સી લગાવીને પોતાની ખુરશી બચાવવાનું ષડયંત્ર કેવી રીતે રચ્યું. પછાત વર્ગના સશક્તિકરણ માટે શું કરવાનું છે તે જણાવતા કાકા કાલેલકરના રિપોર્ટને સાઈડમાં મૂકી દેવો. આર્થિક આધાર પર અનામતની વ્યવસ્થા આ સંવિધાનમાં નથી પણ અનામત ધાર્મિક આધાર પર આપવાની વ્યવસ્થા કોંગ્રેસ કરે છે. કર્ણાટક હોય કે તેલંગણા હોય અહિયાં ધાર્મિક આધાર પર અનામત આપવાનો ખેલ કોંગ્રેસે ખેલ્યો.
આ સંવિધાનમાં વખ વૂડ ક્યાય પણ નહોતું પણ વખ વૂડ બનાવીને સંવિધાનને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ફક્ત આ જ નથી થયું. અનામત વિશે પણ નહેરુજીએ દેશના તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખીને કહ્યું કે, હું આના વિરોધમાં છું. આ પત્ર જાહેર થઈ ચૂક્યો છે લોકોની પાસે છે. રાજીવ ગાંધી કહે છે કે, ‘યે ઈનસે બુદ્ધૂ પૈદા હોતે હૈ’. ઈન્દિરા ગાંધીએ આ જ પ્રકારનો સ્વભાવ યથાવત રાખ્યો. જો તમામ બાબતોને ધ્યાને લઈએ તો કોંગ્રેસ પાર્ટી સંવિધાન અને બાબાસાહેબ આંબેડકરને અવારનવાર અપમાનિત કરતી રહે છે અને દિગ્વિજયસિંહ જેવા લોકો તો એવું કહે છે કે, કોંગ્રેસ ફરીથી સતામાં આવશે તો 370 ફરીથી લાગી જશે.
આ જ રાહુલ ગાંધી જે એક જૂઠનું મશીન છે અને કોંગ્રેસ પાર્ટી જૂઠની ફેક્ટરી છે અને તેઓનું ઈન્ડી ગઠબંધન પણ જૂઠનું મથાળુ છે, તે લોકો ગુજરાતમાં આવીને કહે છે કે, હું પછાત વર્ગની વાત કરવા માંગુ છુ. 57 વર્ષ કેન્દ્રમાં સતામાં રહ્યા પણ પછાત વર્ગના સશક્તિકરણ, મહિલાઓના સશક્તિકરણ અને સંવિધાનના સશક્તિકરણ, દલિતો-મહિલાઓના વિકાસ માટે તમને કોણે રોક્યા હતા? આનો અર્થ એકદમ સ્પષ્ટ છે કે, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી તે દલિત અને પછાત વર્ગની તથા મહિલાઓના સશક્તિકરણની વાતો તો કરે છે પણ અમેરિકામાં જઈને ટી.વી. સામે બોલે છે કે, ‘અમને અવસર મળ્યો તો અમે આ અનામતને ખતમ કરી દઈશું.’
આ કોંગ્રેસનો દ્વિમુખી ચહેરો છે, તેના વિરુદ્ધ અમે તમામ પછાત વર્ગના સમૂહને મળીને તેમની સમસ્યાઓ જાણીને કોંગ્રેસનું ચરિત્ર ઉજાગર કરીશું. આ અભિયાન અમે આખા દેશમાં ચલાવી રહ્યા છીએ. આજ આની કાર્યશાળા કમલમમાં ચાલી રહી છે અને 41 જિલ્લાઓમાં અમારા વક્તા 15થી 25 તારીખ સુધીમાં જશે. 13-14 તારીખના રોજ અમારા મોટા કાર્યક્રમ પૂર્ણ થશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















