- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Mata Amritanandamayi Ahmedabad Visit; CM Bhupendra Patel Inauguration
અમદાવાદમાં આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી દેવીનું આઠ વર્ષ બાદ આગમન:ભગવત વિદ્યાપીઠ ખાતે આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું, નશામુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લેવાઈ
- કૉપી લિંક

વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) ભારત યાત્રા 2026 અંતર્ગત આઠ વર્ષના વિરામ બાદ અમદાવાદ પધાર્યા હતા. સોલા સ્થિત શ્રી ભગવત વિદ્યાપીઠ ખાતે આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. તેમણે જણાવ્યું

આ પ્રસંગે આર્થિક રીતે નબળી 300 મહિલાઓ માટે પેન્શન સહાય યોજનાનો પ્રારંભ કરાયો હતો તેમજ અમૃતશ્રી સભ્યોને આર્થિક સહાય અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમ્માના આધ્યાત્મિક ઉપદેશો, યાત્રાઓ અને ભજનોને ગુજરાતી ભાષામાં લોકો સુધી પહોંચાડવા માટે ‘અમૃતા ગંગા ગુજરાતી’ ડિજિટલ પ્લેટફોર્મ તેમજ વિશેષ સ્મારક પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં અમ્માએ પ્રકૃતિ, મનુષ્યમાત્ર અને તમામ જીવજંતુઓ પ્રત્યેની જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાને જ સાચું સદ્કર્મ ગણાવ્યું હતું.

AYUDHના નેતૃત્વ હેઠળ નશામુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લેવાઈ
કાર્યક્રમ દરમિયાન અમ્માના આંતરરાષ્ટ્રીય યુવા સંગઠન AYUDHના સ્વયંસેવકોના નેતૃત્વ હેઠળ ઉપસ્થિત યુવાનો, મહાનુભાવો અને નાગરિકોએ “નશામુક્ત યુવા માટે વિકસિત ભારત”નો સંકલ્પ લઈ નશામુક્ત જીવનશૈલી માટે પ્રતિજ્ઞા લીધી હતી. ૧૯૮૫માં સ્થપાયેલું AYUDH ભારત સહિત 50થી વધુ દેશોમાં સક્રિય રહી યુવાઓને સામાજિક સેવા, પર્યાવરણ સંરક્ષણ, વ્યક્તિત્વ વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરે છે.

ગુજરાત સાથેના સેવા સંબંધો તાજા થયા
આ મુલાકાતે 2001ના કચ્છ ભૂકંપ બાદ અમ્માના માર્ગદર્શન હેઠળ કરાયેલા પુનર્વસન કાર્યો, સુરત પૂરની રાહત સહાય અને અમૃતા વિદ્યાલયમ દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિઓ થકી ગુજરાત સાથેના તેમના જૂના સંબંધો તાજા કર્યા હતા. કાર્યક્રમના અંતે અમ્માએ ભજનો અને ધ્યાનનું નેતૃત્વ કર્યું હતું અને સત્સંગ-પ્રાર્થના માટે ભેગા થયેલા હજારો ભક્તોને દર્શન અને આશીર્વાદ આપ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















