- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Kheda ONGC Pipeline Crude Oil Theft Gang Busted In Ahmedabad | 6 Arrested
ખેડામાં ONGCના કૂવામાંથી ક્રૂડ ઓઇલ ચોરતી ગેંગના 6 આરોપી ઝડપ્યા:વટવા-વીંઝોલ રિંગ રોડ પર હેપ્પી ભાઈ ભરવાડના પ્લોટમાં સગેવગે કરતા હતાં, 8 હજાર લિટર જથ્થો જપ્ત
- કૉપી લિંક

ગુજરાત ATSની ટીમે ખેડા જિલ્લાના સારસા ખાતેથી ONGC પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગના છ આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના વટવા- વીંઝોલ રિંગ રોડ પર આવેલા હેપ્પી ભાઈ ભરવાડના પાર્કિંગ પ્લોટમાં આરોપીઓ ક્રૂડ ઓઇલની ચોરી કરી અને ONGC લખેલા ટેન્કરમાંથી
ATSએ બાતમીના આધારે દરોડો પાડ્યો ગુજરાત એટીએસની ટીમના DYSP એસ. એલ. ચૌધરીને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારના ગફારભાઈ રંગરેજ, મોહસીન રંગરેજ, ઉસ્માનભાઈ અને ONGCમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા નસરુદ્દીન મલેક ઉર્ફે વીકી નામના શખસો ONGCની પાઇપ લાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરીને વટવા-વિંઝોલ રિંગ રોડ પર પંચરત્ન ફ્લોરા ફ્લેટની પાછળ આવેલા હેપ્પી ભાઈ ભરવાડના પાર્કિંગમાં ઓઇલ ખાલી કરી રહ્યા છે. જેના આધારે પાંચ પીએસઆઇ અને કોન્સ્ટેબલની ટીમ બનાવીને હેપ્પી ભરવાડના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.
ONGCના ઓઇલ કૂવા નં.26માંથી ચોરી કર્યાની કબૂલાત ONGC લખેલા ટેન્કરમાંથી આઇશર ટ્રકમાં રાખેલા ટાંકામાં પાઇપ મારફતે ક્રુડ ઓઇલ ખાલી કરવામાં આવતું હતું. જેથી સ્થળ પરથી ગફાર, મોહસીન સહિત કુલ છ લોકો મળી આવ્યા હતા. તમામની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ONGCના ઓઇલ કૂવા નં.26 પરથી કેશીંગ વાલ્વ મારફતે ફાઇટર પંપની મદદથી આશરે 8000 લીટર ક્રુડ ઓઈલની ચોરી કરી વેચાણ અર્થે લાવ્યા હતા. આઇસર ટ્રકમાં તેઓ ખાલી કરી રહ્યા હતા, ત્યારે એટીએસની ટીમે દરોડો પાડી તેઓને ઝડપી લીધા હતા. ટેન્કરમાંથી 4500 અને આઇસર ટ્રકમાંથી 3500 લીટર ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત
- ગફ્ફાર અબ્દુલભાઈ રંગરેજ (ઉં.વ. 61, રહે. હરીયાળીનગર, ફેસલ પાર્ક, દાણીલીમડા, અમદાવાદ)
- મોહસીન રફીકભાઈ રંગરેજ (ઉં.વ. 35, રહે. ક્લાસિક સન્ની કોમ્પ્લેક્ષ, શાહઆલમ, દાણીલીમડા, અમદાવાદ)
- મોહમદ જાવેદ મોહમદ સાબીર રંગરેજ (ઉં.વ. 44, રહે. ઇન્દિરાનગર, ચંડોળા તળાવ, દાણીલીમડા, અમદાવાદ)
- ભીખા કાળાભાઈ ચૌહાણ (ઉં.વ. 46, રહે. વચલો વાસ, ગામ- મહીજ, ખેડા)
- નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉં.વ. 42, રહે. અલફારૂક સોસાયટી, સરખેજ, અમદાવાદ - ONGC કોન્ટ્રાક્ટ કર્મચારી)
- રાયસંગ બચુભાઈ ઠાકોર (ઉં.વ. 40, રહે. મહાદેવ ફળિયું, ગામ- મહીજ, ખેડા)
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















