Mon, Nov 16, 2026Updated 02:08 PM IST
Google Preferred Source CTA

અધ્યાપકોને ઉચ્ચતર પગારધોરણ:ટેકનિકલ શિક્ષણ વિભાગના 1,018 અધ્યાપકોને અંતે ઉચ્ચતર પગારધોરણ મંજુર કરાયું

અમદાવાદ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ટેકનિકલ શિક્ષણ વિભાગમાં આશરે એક વર્ષથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેના અંતર્ગત બે મહિના અગાઉ એટલે કે, જાન્યુઆરી 2025માં બે ઓર્ડર દ્વારા ડિગ્રી અને ડિપ્લોમા કોલેજના આશરે 1,000 અધ્યાપકોને ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરાયું હત

.

અધ્યાપક મંડળ દ્વારા તાજેતરમાં નવા ટેકનિકલ કમિશનર તલાટી સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી આ અંગે ત્વરિત નિર્ણય કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેને સંવેદનશીલતાથી અગ્રતા ક્રમે ગણી ટેકનિકલ શિક્ષણ કમિશનર દ્વારા ટૂંકા સમયમાં આ ત્રીજો ઓર્ડર કરવામાં આવેલ છે, જેમાં આશરે 405 જેટલા ડિગ્રી કોલેજના અધ્યાપકો તેમજ 613 જેટલા પોલિટેકનિક કોલેજના અધ્યાપકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે આશરે 90 ટકા અધ્યાપકોની પ્રથમ મુવમેન્ટ મંજૂર કરાઈ છે જેનો અધ્યાપક મંડળ દ્વારા સહર્ષ સ્વીકાર સાથે કમિશનર ટેકનિકલ શિક્ષણ વિભાગ અને સરકારનો આભાર માન્યો છે.

હવે ઉચ્ચ પગાર ધોરણની આગામી 2 મુવમેન્ટ જે અધ્યાપકોની બાકી છે તે પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેવી આશા અધ્યાપક મંડળ રાખે છે. હવે આ તમામ મુવમેન્ટ ઓનલાઇન પોર્ટલ દ્વારા કરનાર ટેકનિકલ શિક્ષણ વિભાગ ગુજરાતનું પ્રથમ ડિપાર્ટમેન્ટ બન્યું છે. હવે પછીની મુવમેન્ટ વધુ ઝડપથી અને કાર્યદક્ષતાથી થઈ શકશે તે બાબતે કોઈ બે મત નથી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links