Mon, Nov 23, 2026Updated 03:35 PM IST
Google Preferred Source CTA

ભાજપના ‘લોકતંત્ર બચાવો’ અભિયાન સામે કોંગ્રેસની ‘સંવિધાન રક્ષા માર્ચ’:25મીએ રાજીવ ગાંધી ભવનથી માર્ચ યોજશે, જનતાના હક-અધિકારીઓ માટે સંવિધાનનું રક્ષણ કરવા કાર્યકરો પ્રતિજ્ઞા લેશે

અમદાવાદ23 મિનિટ પેહલા
  • કૉપી લિંક

ગુજરાત કોંગ્રેસ સંવિધાન દિવસ નિમિત્તે વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજશે. SIR પ્રક્રિયામાં કરોડો લોકોના નામ ખોટી રીતે કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈ અગાઉ વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવી હ

.

25 નવેમ્બરે રાજીવ ગાંધી ભવનથી સંવિધાન રક્ષા માર્ચ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં 26 નવેમ્બરના સંવિધાન દિવસ પર દરેક રાજ્યમાં મોટા કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે બાદ મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા દરેક રાજ્યના પ્રદેશ પ્રમુખોને સંવિધાન દિવસ મોટા કાર્યક્રમ કરવા અને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા માટે સૂચના આપી હતી. તેને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા 25 નવેમ્બરે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનથી સંવિધાન રક્ષા માર્ચનું આયોજન છે. લોકશાહીને ખતમ કરવાના અને જનતાના અધિકારો છીનવવાના ષડયંત્રોના આક્ષેપ સાથે ગુજરાતની જનતાનો હક અને અધિકારીના રક્ષણ માટે આ માર્ચ યોજવામાં આવશે.

બંધારણના પ્રસ્તાવનાનો પાઠ કરવા પ્રતિજ્ઞા લેવડાવાશે પાલડીમાં રાજીવ ગાંધી ભવન પર સંવિધાન માર્ચમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની સાથે સાથે દરેક જિલ્લાઓમાંથી મોટી પણ સંખ્યામાં લોકો જોડાશે. જેમાં બંધારણના સ્થાપકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામુહિક રીતે બંધારણના પ્રસ્તાવનાનો પાઠ કરવા અને તેના મૂળ મૂલ્યો પર ભાર મૂકી તેનું રક્ષણ કરવા કાર્યકર્તાઓને પ્રતિજ્ઞા લેવડાવવાની પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links