Mon, Nov 16, 2026Updated 06:32 PM IST
Google Preferred Source CTA

કથકની મહાન નૃત્યાંગના કુમુદિની લાખિયાનું અવસાન:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું- ‘કથક જગતે એક યુગપ્રવર્તક વ્યક્તિત્વ ગુમાવ્યું’

અમદાવાદ2 વર્ષ પેહલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

કથક નૃત્યમાં પદ્મ વિભૂષણથી સન્માનિત સુપ્રસિદ્ધ નૃત્યાંગના, નૃત્યદર્શિકા અને શિક્ષિકા અને 'કદંબ ડાન્સ એન્ડ મ્યૂઝિક સેન્ટર'ની સ્થાપિકા કુમુદિની લાખિયાનું આજે અવસાન થયું છે. તેમના અવસાનની સમાચારથી સમગ્ર નૃત્યજગત શોકમગ્ન છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમન

.

અમદાવાદમાં 'કદંબ ડાન્સ એન્ડ મ્યૂઝિક સેન્ટર'ની સ્થાપના કરી કુમુદિની લાખિયાએ કથક નૃત્યને પરંપરાગત મર્યાદાઓમાંથી બહાર લાવીને તેને નૃત્યમંચ પર એક નવું સ્વરૂપ આપ્યું હતું. તેમની દીર્ઘદ્રષ્ટિ, સમર્પણ અને સર્જનશીલતા એ ભારતીય સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. અમદાવાદમાં 'કદંબ ડાન્સ એન્ડ મ્યૂઝિક સેન્ટર'ની સ્થાપના કરીને તેમણે અનેક પેઢીઓને નૃત્ય પ્રશિક્ષણ આપીને પારંગત કર્યા છે. તેમની રચનાત્મકતામાં પરંપરા અને નવીનતાનો અનોખો સુમેળ જોવા મળતો હતો.​

રાજ્યપાલે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી કુમુદિનીબેનના અવસાનથી ભારતીય નૃત્યવિશ્વ માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેમની કળા, તેમના વિચારો અને તેમની કેળવણી હંમેશા પ્રેરણારૂપે જીવંત રહેશે. રાજ્યપાલે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતાં તેમના શિષ્યો, પરિવારજનો તથા કળાજગત સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.​

બાળપણ અને શિક્ષણ અમદાવાદના વતની કુમુદિની લાખિયા જયપુર અને લખનૌ ઘરાણામાં નૃત્યની પદ્ધતિસરની તાલીમ લીધી હતી. ત્યારબાદ રામ ગોપાલ અને શંભુ મહારાજ જેવા નૃત્ય વિશારદો પાસેથી કથ્થક શૈલીનો અભ્યાસ કર્યો હતો. આરંભ તેમણે યુરોપ-અમેરિકામાં કથ્થક નૃત્યના કાર્યક્રમો યોજીને ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો બહોળો પ્રચાર કર્યો હતો.

સિદ્ધિ ​​​​​​​કુમુદિની લાખિયાએ અનેક હિન્દી ફિલ્મોમાં નૃત્ય નિર્દેશન કર્યું છે. વિખ્યાત અભિનેત્રી રેખા અભિનિત ફિલ્મ ઉમરાવજાનમાં ઈન આંખો કી મસ્તી કે ગીતનું નૃત્ય બેહદ લોકપ્રિય નીવડ્યું હતું તેનું શ્રેય કુમુદિની લાખિયાને મળ્યું હતું.

સન્માન ​​​​​​​ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભુષણ સન્માન મેળવી ચૂકેલાં કુમુદિની બહેનને સંગીત-નૃત્યનું સર્વોચ્ચ ગણાતું કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યું છે.

વણકહી વાત ફિલ્મ અભિનેત્રી રેખા કુમુદિની બહેનથી અત્યંત પ્રભાવિત છે. તેનાં ઘરમાં તેણે માય ઈન્સ્પિરેશન શીર્ષકથી જે કેટલાંક ફોટોગ્રાફ રાખ્યાં છે તેમાં એક ફોટોગ્રાફ કુમુદિની લાખિયા સાથેનો છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links