Sun, Nov 22, 2026Updated 12:17 PM IST
Google Preferred Source CTA

દિલજીતના કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમમાં વિવાદ:ભીડ વચ્ચે જ યુવકે સિગારેટ સળગાવી, ઈ-સિગારેટ ફૂંકતો ફેન પણ કેમેરામાં કેદ; 5થી 7 દર્શક વચ્ચે ઢીકા-પાટુ વાળી

અમદાવાદ51 મિનિટ પેહલા
  • કૉપી લિંક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરે સાંજે દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમમાં વિવાદ થયો. જાણે વિદેશમાં કોન્સર્ટ યોજાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એટલે કે એક યુવકે ચાલુ કોન્સર્ટ દરમિયાન જ ખીસ્સાથી કાઢીને સિગારેટ સળગાવી હતી.

.

ચેકિંગ હોવા છતા સિગારેટ સાથે યુવકો સ્ટેડિયમમાં ઘૂસ્યા કોન્સર્ટને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ પર ચેકિંગ કરવામાં આવતું હતું. ત્યારબાદ સ્ટેડિયમની સીડીમાં જતા પણ ચેકીંગ કરવાના આવ્યું અને અંતે સીટિંગ એરિયા પહેલા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તેમ છતાં સ્ટેડિયમમાં બિન્દાસ્ત લોકો ઈ-સિગારેટ અને સિગારેટ લઈને પહોંચી ગયા હતા.

ચાલુ કોન્સર્ટમાંથી સિગારેટ પીતા યુવકો એટલું જ નહીં સ્ટેડિયમમાં પોલીસ હોવા છતાં એક યુવકે બિન્દાસ્ત સિગારેટ સળગાવી હતી અને પીધી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. એ સાથે જ અન્ય એક ફેન પણ ઈ-સિગારેટ પીને ધુમાડા આકાશ તરફ જોઈને કાઢતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે આટલી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ વચ્ચે પણ પ્રતિબંધિત ઈ-સિગારેટ સ્ટેડિયમમાં મેદાન સુધી પહોંચતા અનેક સવાલ ઊભા થયા છે.

શરૂઆતમાં યુવકો વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી.
શરૂઆતમાં યુવકો વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી.

5થી 7 યુવકો એકબીજા પર તૂટી પડ્યા જ્યારે કોન્સર્ટ દરમિયાન ભીડમાં 5થી 7 યુવકો વચ્ચે મારામારી થઈ હતી. જે મારામારીના દ્રશ્યો સ્ટેડિયમમાં જ આવેલા એક દર્શકના મોબાઈલના વીડિયોમાં કેદ થયા હતા. આ વીડિયો 32 સેકન્ડનો છે. જે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિલજીત 'ઓય ચોક્કી આવૈ મેનુ ઇક્કો ડર લગે ફુલ' ગીત પર પર્ફોમન્સ આપી રહ્યા છે. જ્યારે આ યુવકો વચ્ચે ત્યારે કોઈ મુદ્દે બોલાચાલી થઈ રહી છે. જો કે ઉગ્ર બોલાચાલી થતા જ પાંચથી સાત યુવકો એકબીજા પર તૂટી પડે છે. છુટ્ટા હાથથી મારામારી કરવા લાગે છે. એ સાથે જ કેટલાક યુવકો ઢીકા-પાટુનો માર પણ સામસામે મારી રહ્યા છે. જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

બહારના કલાકાર આવીને ગાય તો તકલીફ નથી, મારાથી છે:દિલજીત કોન્સર્ટમાં દિલજીતે જણાવ્યું હતું કે, કોલ્ડ પ્લેવાળા અહીં આવીને ગાઈ છે તો કોઈને પ્રોબ્લેમ નથી. દિલજીત ગાય તો પ્રોબ્લમ છે. આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે? કોઈ બહારના કલાકાર આવીને ગાય તો તકલીફ નથી. મને કહે છે તું બહારથી આવ્યો છે. મારો જન્મ તો અહીંયા થયો છે, હોનોલુલુમાં થોડો પેદા થયો છું. આ લોકોને પ્રતિબંધો મારા પર જ લગાવી છે. મારા પર જે પ્રતિબંધો લગાવે છે તેનાથી મને કોઈ તકલીફ નથી. હું તો મજા કરી રહ્યો છું. મારા તરફથી તેમને પણ I Love You.

આ દરમિયાન દિલજીત દોસાંજે એક સાયરી બોલીને ફેન્સના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત 'તું મુજે કબૂલ' ગીત પર ફેન્સને ઘેલા કર્યા હતા અને આખું સ્ટેડિયમ મોબાઈલની ફ્લેસ લાઈટથી ઝગમગી ઉઠ્યું હતું.

દિલજીતે ગુજરાતી અંદાજમાં અમદાવાદ કેમ છો કહીને મોદી સ્ટેડિયમમાં બૂમ પડાવી.
દિલજીતે ગુજરાતી અંદાજમાં અમદાવાદ કેમ છો કહીને મોદી સ્ટેડિયમમાં બૂમ પડાવી.

કોન્સર્ટમાં કેટલા લોકો આવ્યા? જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અંદાજે 85000 દર્શકો ઉમટ્યા હતા. સ્ટેડિયમમાં સપોર્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓને મળીને કુલ 90000થી વધુ લોકો હાજર રહ્યા હતા. સુરક્ષા માટે અહીં 2000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા ફેન પર ઓળઘોળ થયો દિલજીત

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links