- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Changes In Rahul Gandhi's Gujarat Program
રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર:આવતીકાલે અમદાવાદમાં નિરીક્ષકો સાથે ઓરિયેન્ટેશન બેઠક, 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે
- કૉપી લિંક

15 એપ્રિલે રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે AICCના 43 નિરીક્ષકો, 7 સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો સાથે ઓરિયેન્ટેશન બેઠક યોજશે. બાદમાં તેઓ 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે.
મોડાસાથી પાઇલટ પ્રોજેક્ટની શરૂઆતની સાથે કાર્યકર સંવાદ પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જે કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો એમાં બંને દિવસ મોડાસાના કાર્યક્રમો હતા. નવા કાર્યક્રમ મુજબ એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ભાજપને ગુજરાતમાં હરાવવા કોંગ્રેસે ચેલેન્જ આપી છે 2027માં ભાજપને ગુજરાતમાં હરાવવા માટે કોંગ્રેસે ચેલેન્જ આપી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયા બાદ કોંગ્રેસે જે ઠરાવો કર્યા છે તેની અમલવારીની દિશામાં પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસે AICC અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓની ઓબ્ઝર્વર તરીકે નિમણક કરી છે. 43 પ્રમુખો નક્કી કરવા માટે જે ગ્રુપ બનાવવામાં આવશે તેમાં કન્વિનર તરીકે AICCના ઓબ્ઝર્વર રહેશે. જ્યારે તેઓની સાથે PCCના ચાર ઓબ્ઝર્વર રહેશે.
પાર્ટીએ ચોક્કસ માપદંડમાં આવતા નેતાઓની જ પ્રભારી તરીકે પસંદગી કરી
- પ્રદેશ કોંગ્રેસમાંથી પ્રભારી તરીકે નિયુક્તિ માટે AICC દ્વારા નીચેના માપદંડ નક્કી થયેલા અને જે આ માપદંડમાં આવતા હોય તેને જ પ્રભારી બનાવવામાં આવેલ છે.
- PAC કમિટીના સભ્યો
- MLA અને Ex-MLA
- MP અને Ex-MP
- જિલ્લા/મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખો
- કોંગ્રેસના જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના વર્તમાન નેતા
- જીપીસીસી ફ્રન્ટલ અને SC, ST, OBC અને માયનોરિટી ડિપાર્ટમેન્ટના વડા
- જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા
કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની પસંદગી માટે જે નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે તે નીચે મુજબ છે. જેમાં AICCના 50 અને પ્રદેશ કોંગ્રેસના 183 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.










12 એપ્રિલે યૂથ કોંગ્રેસની ચૂંટણીની જાહેરાત થઈ હતી અગાઉ 12 એપ્રિલે ભારતીય યુવા કોંગ્રેસે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત રાજ્યમાં યૂથ કોંગ્રેસ દ્વારા વિધાનસભા, તાલુકા, જિલ્લા અને રાજ્યસ્તરે મેમ્બરશિપ લોન્ચ કરીને પૂર્ણ રીતે આંતરિક ચૂંટણીની જાહેરાત કરી હતી.
ગુજરાત રાજ્યમાં યુવા કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીની જાહેરાત કરતા સજ્જાદ તારીખે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવા કોંગ્રેસ ચૂંટણી પ્રકિયામાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે અને તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તે માટે આહવાન કર્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં મેમ્બરશિપ ઓનલાઈન કરવામાં આવશે અને તાલુકા, વિધાનસભા, જિલ્લા અને રાજ્યસ્તરે મેમ્બરશિપની શરૂઆત કરીને યુવાનોને જોડવાનું કામ કરવામાં આવશે. આ યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રકિયામાં 18થી 35 વર્ષની વયના યુવાનો નોમિનેશન કરી શકશે. આ યૂથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી એપ્રિલ મહિનાની 21 તારીખથી 30 તારીખ સુધી નોંધાવી શકશે. ત્યાર બાદ મેમ્બરશિપની શરૂઆત કરવામાં આવશે પણ તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: કોંગ્રેસે રેસ ને લગ્નના ઘોડા અલગ તારવ્યા, યાદી તૈયાર:સાઇડલાઇન કરવાથી માંડીને હાંકી કાઢવાની તૈયારી
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















