Thu, Nov 19, 2026Updated 11:10 AM IST
Google Preferred Source CTA

અકસ્માત બાદ એક્ટિવામાંથી દારૂની 14 બોટલ મળી:ચાંદખેડા સ્મશાન રોડ પર કાર અને નંબર પ્લેટ વિનાના એક્ટિવા વચ્ચેની ટક્કરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, વીડિયો વાઇરલ

અમદાવાદ9 મિનિટ પેહલા
  • કૉપી લિંક
એક્ટિવા કોને નામે છે તેને લઈને તપાસ. - Divya Bhaskar
એક્ટિવા કોને નામે છે તેને લઈને તપાસ.

અમદાવાદ શહેરના નવા બનેલા મોટેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વિનાના એક્ટિવા પર દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. ચાંદખેડા સ્મશાન રોડ પર દેવનંદન હોરીઝોન ફ્લેટ પાસે 18 નવેમ્બરે રાત્રિના સમયે એક કાર અને નંબર પ્લેટ વિનાના એક્ટિવા વચ્ચે અ

.
કારના આગળના ભાગે નુકસાન.
કારના આગળના ભાગે નુકસાન.

અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટ્યા, વાઇરલ વીડિયોમાં મહિલા દેખાઈ ચાંદખેડા વિસ્તારમાં સ્મશાન રોડ પર દેવનંદન હોરીઝોન ફ્લેટ નજીક કાર અને નંબર પ્લેટ વિનાના એક્ટિવા વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી. એક્ટિવાની તપાસ કરતા તેમાંથી નાની-મોટી 11થી 14 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મોબાઈલમાં વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો, જેમાં એક મહિલા દેખાઈ રહી છે અને એક્ટિવા તેનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.
મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

ચેસિસ નંબરના આધારે વાહન માલિકની શોધખોળ: PI આ અંગે મોટેરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.વી. વીંછીએ જણાવ્યું કે, એક્ટિવા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં દારૂની બોટલો મળી આવતા અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાઇરલ વીડિયોમાં નંબર પ્લેટ વિનાના એક્ટિવા સાથે એક મહિલા હોવાનું જણાય છે. આ મહિલા દ્વારા જ અકસ્માત સર્જાયો છે કે કેમ? તે દિશામાં તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે એક્ટિવાના ચેસિસ નંબરના આધારે તેના મૂળ માલિકને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links