Wed, Nov 18, 2026Updated 07:21 AM IST
Google Preferred Source CTA

જોધપુરમાં ડ્રગ્સ સાથે સુરેન્દ્રનગરનો આરોપી ઝડપાયો ને મુદ્દસરનો ખેલ ખતમ:અમદાવાદ-વડોદરા સહિતના શહેરોમાં બોડી મસાજ-સ્પા સેન્ટરોથી સપ્લાય કરાતું, પ્રતાપગઢના 3 ડ્રગ્સ માફિયાના નામ ખૂલ્યા

અમદાવાદ1 કલાક પેહલા
  • કૉપી લિંક

અમદાવાદના સરખેજના મકાનમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી NCBએ ઝડપી હતી. આ ડ્રગ્સ ફેક્ટરી ઝડપાવાથી અનેક ખુલાસા થયા છે. આ ડ્રગ્સ ફેક્ટરીમાંથી અગાઉ સ્પા સેન્ટર અને અનેક જગ્યાએ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હતું. અગાઉ રાજસ્થાનના જોધપુરથી ડ્રગ્સ ઝડપાયું હતું. જે ડ્ર

.

અમદાવાદ, વડોદરા, નડિયાદમાં સ્પામાં ડ્રગ્સ સપ્લાય કરાતું નવરાત્રિ પહેલાં NCBની જોધપુર ટીમે રાજસ્થાનથી MD ડ્રગ્સ લઈ સુરેન્દ્રનગર આવી રહેલા ત્રણ પેડલરને ઝડપી પાડ્યા હતા. NCBની ટીમે સુરેન્દ્રનગરના મુખ્ય ડ્રગ્સ સપ્લાયર ગોપાલ સેલાભાઈ તેમજ બાડમેરના અશોકકુમાર આચાર્ય અને હનુમાન રામની ધરપકડ કરી હતી. ગોપાલની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તે અમદાવાદ, નડિયાદ, ખેડા, આણંદ અને વડોદરામાં ચાલતાં કેટલાંક બોડી મસાજ તથા સ્પા સેન્ટરના માધ્યમથી યુવતીઓ મારફતે ગ્રાહકો સુધી MD ડ્રગ્સ પહોંચાડતો હોવાની વિગતો બહાર આવી હતી. આ નેટવર્કમાં અમદાવાદના પોશ વિસ્તારોમાં ચાલતાં સ્પા અને બોડી મસાજ સેન્ટરો ઉપરાંત ખેડા અને વડોદરા જિલ્લાના કેટલાંક સેન્ટરો પણ તપાસના દાયરામાં આવ્યાં છે.

આ પણ વાંચો: નશાના બંધાણીથી લઈ મુદ્દસરના ડ્રગ્સ ફેક્ટરીના માલિક બનવાની કહાની

રાજસ્થાન, એપી, યૂપીના માફિયાઓની સંડોવણી આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડવા ક્યા પેડલરોનો ઉપયોગ થતો હતો તે અંગે NCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન મુદ્દસર પઠાણ અંગેની પણ મહત્ત્વપૂર્ણ વિગતો મળી હતી. સરખેજના બંગલાના ભોયરામાંથી MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં આ લેબોરેટરી સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં રાજસ્થાનના પ્રતાપગઢના ત્રણ ડ્રગ્સ માફિયાના નામ પણ બહાર આવ્યાં છે.

પ્રતાપગઢનો અકબર મોટી સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલો પ્રતાપગઢના ત્રણમાંથી એક અકબર નામનો શખસ મુખ્ય સપ્લાયર છે. અકબર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એમ.ડી. ડ્રગ્સના મોટા સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલો છે. હાલમાં મંદસૌર અને નીમચ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મુદ્દસરના રતલામ કાફેની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં છે. આ કાફે મારફતે ડ્રગ્સ સપ્લાય કરી યુવાનોને નશાના નેટવર્કમાં જોડવામાં આવતા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં કેવી રીતે પહોંચતો સહિતના મુદ્દે તપાસ સુરેન્દ્રનગરના ગોપાલની ધરપકડથી શરૂ થયેલી તપાસ હવે અમદાવાદના સરખેજની ભૂગર્ભ લેબોરેટરીથી લઈ રાજસ્થાનના પ્રતાપગઢ અને મધ્યપ્રદેશના મંદસૌર-નીમચ સુધી પહોંચી છે. સ્પા સેન્ટરો, બોડી મસાજ સેન્ટરો અને કાફે મારફતે ડ્રગ્સ સપ્લાય થતું હોવાની કડીઓએ તપાસ એજન્સીઓની ચિંતા વધારી છે. હવે NCBની તપાસમાં આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધારો કોણ છે, ડ્રગ્સનું ઉત્પાદન ક્યાં થતું હતું, તેનો જથ્થો ગુજરાતમાં કેવી રીતે પહોંચતો હતો અને યુવાનો સુધી તેની ડિલિવરી કોણ કરતું હતું તેવા અનેક સવાલોના જવાબ બહાર આવે તેવી શક્યતા છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links