Fri, Nov 27, 2026Updated 03:16 PM IST
Google Preferred Source CTA

અમદાવાદ પોલીસના 31 PIની આંતરિક બદલી:જે.કે. રાઠોડનું ફરીથી કૃષ્ણનગરમાં પોસ્ટિંગ, સાવલિયાની સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં નિમણૂક; જુઓ સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ42 મિનિટ પેહલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેર પોલીલના 31 PIની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. લીવ રિઝર્વ, SOG, ટ્રાફિક અને કંટ્રોલ રૂમમાં ફરજ બજાવનારાની બદલી કરવામાં આવી છે. જેમાં પહેલાં 8 અને બાદમાં 23 પીઆઈનું ટ્રાન્સફર કરાયું છે.

.

શહેરમાં EOW, સાયબર ક્રાઇમ અને SOG સહિતમાં ફરજ બજાવતા 8 પીઆઇની આંતરિક બદલી કરી છે. ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.પી સાવલિયાની સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. જેની જગ્યાએ નરોડા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ એસ.એ કોટડીયાને ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે મૂકાયા છે.

ભૂતકાળમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા જે કે રાઠોડને એસસી એસટી સેલ- 2માંથી ફરીથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આ પીઆઇની બદલીઓ ડીવાયએસપીના પ્રમોશન બાદ થઈ શકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી. જે. જોશીને SOG પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એચઆર વાઘેલાને આર્થિક ગુના નિવારણ શાખામાં બદલી કરવામાં આવી છે જ્યારે EOWમાં ફરજ બજાવતા ડી. બી. બસિયાને કાલુપુર પીઆઇ તરીકે મૂકાયા છે. ક્રાઈમ બ્રાન્ચ માં ફરજ બજાવતા કે કે ડીંડોરને આર્થિક ગુના નિવારણ શાખા જ્યારે આર્થિક ગુના નિવારણ શાખામાંથી આરજી સિંધુને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. 8 પીઆઈની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે ત્યારે હવે શહેર પોલીસમાં ધીરે ધીરે પીઆઇઓની આંતરિક બદલીઓ થવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્રણ વર્ષની જિલ્લા બદલીના પીઆઇની બદલીઓ ડીવાયએસપીના પ્રમોશન બાદ થઈ શકે છે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links