Fri, Nov 27, 2026Updated 03:16 PM IST
Google Preferred Source CTA

અમદાવાદ કલેકટર કચેરીમાં ડ્રાઈવરો યુનિયને વિરોધ કરીને આવેદનપત્ર આપ્યું:ગિગ વર્કરોની સામાજિક સુરક્ષા, કલ્યાણ બોર્ડની રચના, ગેસના ભાવ ઓછા કરવા સહિતની માંગણીઓ

અમદાવાદ1 કલાક પેહલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ગિગ વર્કરોની સામાજિક સુરક્ષા અને કલ્યાણ બોર્ડની રચનાની માગ સાથે ઇફટાના નેજા હેઠળ ગુજરાત સારથિ સંઘ અને અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે તમામ પ્રકારના ડ્રાઇવરોએ વિરોધ કરીને દેખાવો યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

.

કલેક્ટર કચેરીમાં ડ્રાઇવરોનું દેખાવો સાથે વિરોધ અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના જનરલ સેક્રેટરી કિશન પટની અને ગુજરાત સારથી સંઘના પ્રમુખ રાજવીર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જો માંગણીઓ નહીં સંતોષાય, તો સામાન્ય ડ્રાઇવરોની રોજીરોટીને અસર કરતી હડતાળને બદલે સંયુક્ત મોરચાના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કાનૂની લડત લડવામાં આવશે. તેમજ સમગ્ર ભારતમાં ઈફટાના નેજા હેઠળ ગીગ વર્કરો માટે બોર્ડ બનાવવા, સામાજિક કાયદાઓનું પાલન કરાવવા અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. તેને લઈને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દરેક પ્રકારના ડ્રાઇવરોનું એક સંમેલન અને દેખાવો કરીને વિરોધ કરાયો છે.

ગીગ વર્કરો માટે બોર્ડ બનાવવા માગ તેમજ જે રીતે અસંગઠિત બાંધકામ મજૂરો માટે કલ્યાણ બોર્ડ છે, તેવું જ એક બોર્ડ કાયદા મુજબ ગીગ વર્કરો માટે પણ હોવું જોઈએ. કેન્દ્ર સરકારે આ જોગવાઈ પસાર કરી દીધી હોવા છતાં રાજ્ય સરકાર તેનું બોર્ડ બનાવી રહી નથી, જે અમારો મુખ્ય મુદ્દો છે. આ ઉપરાંત સીએનજીના ભાવવધારા તેમજ એગ્રીગેટર કંપનીઓ કાયદાઓનું ઉલ્લંઘન કરીને વારંવાર ડ્રાઇવરોનું જે શોષણ કરે છે, તે બાબતની પણ રજૂઆત કરાઈ હતી.

સંયુક્ત મોરચાના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે અગાઉ પણ કોરોના સમયગાળા દરમિયાન ઈફટાના નેજા હેઠળ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 1 જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. હવે ફરીથી સંયુક્ત મોરચાના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links