- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- 'Sobone Workshop' To Teach 1500 Doctors Screw plate Fitting And Surgical Angles And Techniques On Artificial Bones
સિટી એન્કર:સોબોન વર્કશોપ’માં કૃત્રિમ હાડકાં પર 1500 તબીબોને સ્ક્રૂ-પ્લેટ ફિટિંગ અને સર્જરીના એંગલ અને ટેકનિક શીખવાડાશે
- કૉપી લિંક
હાડકાંની સર્જરીમાં થિયરી ઉપરાંત સ્ક્રૂ-પ્લેટ ફિટિંગના યોગ્ય એંગલ અને ચોકસાઈનું પ્રેક્ટિકલ જ્ઞાન અત્યંત જરૂરી છે. જે અંતર્ગત ઈન્ડિયન ઓર્થોપેડિક એસોસિયેશન દ્વારા 1થી 6 ડિસેમ્બર દરમિયાન મહાત્મા મંદિર ખાતે ‘વ્હેર બ્રિલિયન્સ મીટ્સ ભારત’ થીમ પર IOACON-2026
એસોસિએશનના પ્રેસિડેન્ટ અને ચેરમેન ડો. નવીન ઠક્કરના જણાવ્યા મુજબ, કોન્ફરન્સમાં 15 ‘સોબોન’ અને 5 કેડેવરિક સહિત કુલ 20 વર્કશોપ, 200થી વધુ પોડિયમ પ્રેઝન્ટેશન, 15 આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી, સાયન્ટિફિક એક્ઝિબિશન યોજાશે.
‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન તેમજ રોબોટિક્સ અને AI ટેકનોલોજી થકી ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર આપવાના હેતુથી યોજાનારી 15 સોબોન વર્કશોપમાં 1200થી 1500 યુવા તબીબોને કૃત્રિમ બોન મોડેલ પર ફ્રેક્ચર સર્જરીની પ્રેક્ટિકલ તાલીમ અપાશે. અત્યાર સુધીમાં 700થી વધુ ડોક્ટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
દર્દી પર સીધી સર્જરી પહેલાં કૃત્રિમ હાડકાં પર તાલીમ અપાશે સોબોન એટલે કૃત્રિમ હાડકાંથી તૈયાર કરવામાં આવતું મોડેલ. આ મોડેલ માનવ હાડકાંની રચનાને મળતું આવતું હોવાથી તેના પર સર્જરીની વિવિધ પ્રક્રિયાઓની પ્રેક્ટિસ કરી શકાય છે.
વર્કશોપ દરમિયાન તબીબોને કૃત્રિમ હાડકાં પર કાપ મૂકવાની પદ્ધતિ, સ્ક્રૂ અને પ્લેટ ફિટ કરવાની ટેકનિક, સર્જરી દરમિયાન યોગ્ય એંગલ નક્કી કરવાની રીત સહિતની બાબતોનું પ્રેક્ટિકલ માર્ગદર્શન અપાશે. જેથી તબીબો દર્દી પર સીધી સર્જરી કરતા પહેલાં કૃત્રિમ હાડકાં પર વિવિધ ટેકનિક અજમાવી શકશે. તેનાથી સર્જરી દરમિયાન આવતી ટેકનિકલ મુશ્કેલીઓ સમજવામાં અને સર્જિકલ કૌશલ્ય વિકસાવવામાં મદદ મળશે.
કોન્ફરન્સથી આ ફાયદા થશે
- રોબોટિક્સ, AI અને 3D પ્રિન્ટેડ ઇમ્પ્લાન્ટ્સથી ઘૂંટણ-થાપાના પ્રત્યારોપણમાં ચોકસાઈ અને રિકવરીમાં સુધારો થશે.
- 15 આંતરરાષ્ટ્રીય અને 500થી વધુ રાષ્ટ્રીય નિષ્ણાતોના માર્ગદર્શનથી સ્થાનિક તબીબો નવી સારવાર પદ્ધતિઓ શીખશે.
- 5 કેડેવર અને 15 સોબોન વર્કશોપમાં 1,400થી વધુ તબીબો સર્જરીની પ્રાયોગિક તાલીમ લેશે.
- જર્મની અને અમેરિકાના નિષ્ણાતો યુવા સર્જનોને નવી ટેક્નિકનું માર્ગદર્શન આપશે.
- 700થી વધુ રિસર્ચ પેપર અને 100થી વધુ કંપનીઓના એક્ઝિબિશનથી નવા ઇમ્પ્લાન્ટ્સ અને ટેક્નોલોજીની જાણકારી મળશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















