Mon, Nov 16, 2026Updated 02:07 PM IST
Google Preferred Source CTA

દિવાળી પર કેમ વધે છે આગ લાગવાની ઘટનાઓ?:5 કારણો જવાબદાર, ઈમરજન્સીમાં કરો આ 3 કામ ને જાણો બચવા માટે 10 ગોલ્ડન રૂલ્સ

9 દિવસ પેહલા
  • કૉપી લિંક

આવતીકાલે દિવાળી છે. ઘરોથી લઈને બજારો સુધી, દરેક જગ્યાએ તહેવારની રોનક છે. પરંતુ દિવાળી પર ફટાકડામાંથી નીકળતા તણખા, સળગતા દીવાઓ કે લાઈટની સિરીઝમાં શોર્ટ સર્કિટથી આગ પણ લાગી શકે છે. એટલા માટે ઉત્સાહની સાથે સાવચેતી પણ જરૂરી છે.

એટલા માટે આજે ‘કામના સમાચાર’માં દિવાળી પર આગના રિસ્કથી બચવા માટેની સેફ્ટી ટિપ્સ વિશે વાત કરીશું.

દિવાળી પર કેમ વધે છે આગ લાગવાની ઘટનાઓ?

આને પોઈન્ટર્સથી સમજો-

  • આ દરમિયાન લોકો ખૂબ જ ફટાકડા ફોડે છે. તેમાંથી નીકળતા તણખા કપડાં, પડદા, ઝાડ, ઘરો અને ફટાકડાની દુકાનો સુધી પહોંચી શકે છે.
  • ઘરોમાં દીવા અને મીણબત્તીઓ પ્રગટે છે. અહીં નાની બેદરકારીથી પણ આગનું રિસ્ક વધી જાય છે.
  • સજાવટ માટે લગાવેલી લાઈટવાળી સિરીઝના ખરાબ તાર કે ઢીલા કનેક્શન શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે.
  • એક જ સોકેટમાં કેટલાય ઉપકરણો લગાવવાથી લોડ વધે છે અને શોર્ટ સર્કિટ થઈ શકે છે.

આગ લાગવાના બધા સંભવિત કારણો ગ્રાફિકમાં જુઓ-

આગ લાગવાનું રિસ્ક ક્યાં સૌથી વધારે

આને પોઈન્ટર્સથી સમજો-

  1. બાલ્કની અને બારીઓ: અહીં પડદા, કપડાં અને સજાવટની વસ્તુઓ તરત જ આગ પકડી શકે છે.
  2. રસોડું: અહીં ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના કારણે આગ ઝડપથી ફેલાઈ શકે છે.
  3. સ્ટોર રૂમ: અહીં જૂના કપડાં, પૂંઠા અને કાગળ આગને વધારી શકે છે.
  4. બજાર અને દુકાનો: અહીં કાગળ, પ્લાસ્ટિક, કપડાં અને બીજી જ્વલનશીલ સામગ્રી મોટી માત્રામાં હોય છે.
  5. પાર્કિંગ એરિયા: અહીં ઊભેલા વાહનો પાસે ફટાકડા ફોડવા ખતરનાક સાબિત થઈ શકે છે.
  6. વીજળીના મીટર અને પેનલ: ખરાબ વાયરિંગ, ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટથી આગ લાગી શકે છે.

લોકોની કોમન ભૂલો

દિવાળી પર નાની બેદરકારી પણ આગ લાગવાનું કારણ બની શકે છે,

જેમ કે-

  • પડદા કે કપડાં પાસે દીવા સળગાવવા.
  • દીવા અને મીણબત્તીઓ સળગાવીને મુકી દેવા.
  • વીજળીના એક સોકેટમાં કેટલાય ઉપકરણો લગાવવા.
  • કાપેલા કે ખરાબ તાર વાળી લાઈટનો ઉપયોગ કરવો.
  • સિરીઝને આખી રાત ચાલુ રાખવી.
  • ઘરની અંદર ફટાકડા ફોડવા.
  • એકસાથે ઘણા બધા ફટાકડા ફોડવા.
  • અડધા સળગેલા ફટાકડાને ફરીથી સળગાવવાનો પ્રયાસ કરવો.

ફાયર સેફ્ટી માટે જરૂરી પગલાં

દિવાળી પર આગના ખતરાથી બચવા માટે ઘરમાં પહેલાંથી જ કેટલીક તૈયારી કરવી જરૂરી છે, જેમ કે-

  • ઘરમાં ફાયર એક્સટિંગ્વિશર રાખો અને એનો ઉપયોગ કરતા શીખો.
  • ઘરના બધા સભ્યોને ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ શીખવો.
  • ઘરના બધા સભ્યોને આગની સ્થિતિમાં બચાવની રીતો બતાવો.
  • આગની સ્થિતિમાં બહાર નીકળવા માટે સુરક્ષિત રસ્તો પહેલાંથી નક્કી કરો.
  • પરિવારના બધા સભ્યોને ઈમરજન્સી અને ફાયર બ્રિગેડ નંબરની માહિતી આપો.
  • વીજળીના તાર, પ્લગ અને સોકેટની ખરાબી સમય રહેતાં રિપેર કરાવો.
  • બાળકોને દીવાસળી, લાઈટર અને ફટાકડાથી દૂર રાખો.

દિવાળી પહેલાં જરૂરી

દિવાળી પહેલાં આગથી બચાવ માટે કેટલીક મૂળભૂત તૈયારીઓ પૂરી કરી લો,

જેમ કે-

  • ઘરમાં જમા જૂના અખબારો, પૂંઠા અને નકામો સામાન હટાવી દો.
  • ઘરની બાલ્કની અને છત પર એવી કોઈ વસ્તુ ન રહેવા દો, જે સરળતાથી આગ પકડી શકે છે.
  • ફાયર એક્સટિંગ્વિશરની એક્સપાયરી ડેટ અને વર્કિંગ કંડિશન ચેક કરી લો.
  • ફર્સ્ટ એડ કિટ તૈયાર કરી લો.

વીજળીના તારથી જોડાયેલી સાવચેતીઓ

આને પોઈન્ટર્સથી સમજો-

  • ભીના હાથે ઈલેક્ટ્રિક સ્વિચ કે બોર્ડ ન અડો.
  • સજાવટી લાઈટો લગાવતા પહેલાં તાર અને પ્લગની કેપેસિટી ચેક કરો.
  • વીજળીના તારને દરવાજા નીચે દબાવીને ન રાખો.
  • એક્સ્ટેન્શન બોર્ડ પર ખૂબ વધારે ઉપકરણો ન ચલાવો.
  • લાઈટો લગાવવા કે હટાવતા પહેલાં વીજળીનું કનેક્શન બંધ કરો.
  • ખરાબ સિરીઝને ટેપ લગાવીને ફરીથી યુઝ ન કરો.
  • સૂતા પહેલાં કે ઘરની બહાર જતાં પહેલાં સજાવટી લાઈટો બંધ કરી દો.

દીવા, મીણબત્તીઓ સળગાવતી વખતે જરૂરી સાવચેતીઓ

દીવા, મીણબત્તીઓ સળગાવતી વખતે નાની એવી બેદરકારી પણ આગનું કારણ બની શકે છે.

તેની સાથે જોડાયેલી બધી સાવચેતીઓ નીચે ગ્રાફિકમાં જુઓ–

ઘરમાં આગ લાગે તો શું કરવું

એવી સ્થિતિમાં સૌથી પહેલાં પરિવારના સભ્યોને આગથી દૂર કોઈ સુરક્ષિત જગ્યા પર લઈ જાઓ અને તરત ફાયર બ્રિગેડને જાણ કરો.

બધા સ્ટેપ્સ નીચે ગ્રાફિકમાં જુઓ-

શોર્ટ સર્કિટથી આગ લાગે તો શું કરવું

એવી સ્થિતિમાં સૌથી પહેલાં મેન સ્વિચ બંધ કરી દો, શરત એ છે કે ત્યાં સુધી પહોંચવું સુરક્ષિત હોય.

બધા સ્ટેપ્સ નીચે ગ્રાફિકમાં જુઓ-

ફટાકડા ફોડતી વખતે કપડાંમાં આગ લાગે તો શું કરવું

એવામાં ગભરાઈને ભાગો નહીં. આગ ઓલવવા માટે તરત જ આ પગલાં ઉઠાવો-

દાઝી જાઓ તો શું કરવું

આને પોઈન્ટર્સથી સમજો-

  • દાઝેલા હિસ્સાને તરત જ ઠંડા કે સામાન્ય નળના વહેતા પાણી નીચે ઓછામાં ઓછું 20 મિનિટ રાખો.
  • દાઝેલા હિસ્સાની આસપાસથી વીંટી, ઘડિયાળ, કડું અને ટાઈટ કપડાંને હટાવી દો. તેનાથી સોજો વધી શકે છે.
  • સ્કિન પર ચોંટેલા કપડાંને જબરદસ્તી ન ખેંચો.
  • દાઝેલા હિસ્સાને સાફ, સૂકી અને ન ચોંટે તેવી પટ્ટી કે કપડાથી ઢાંકો.
  • દાઝેલા સ્થાન પર બરફ, ટૂથપેસ્ટ, ઘી, તેલ, હળદર કે માખણ ન લગાવો.
  • દાઝેલા હિસ્સા પર બનેલા ફોલ્લાઓને ફોડો નહીં.
  • દાઝેલા સ્થાનને ઘસો નહીં અને ગંદા કપડાથી ઢાંકો નહીં.
  • દાઝવાનો ઘા મોટો કે ઊંડો હોય તો તરત જ હોસ્પિટલ જાઓ.
  • વીજળી કે કેમિકલથી દાઝવા પર પણ તત્કાલ તબીબી મદદ લો.
  • ગંભીર રીતે દાઝવા પર એમ્બ્યુલન્સ બોલાવો. તેના માટે 112 પર કોલ કરો.
.

    Local News

    Today Weather Update

    Our Group Site Links