Sat, Nov 28, 2026Updated 09:08 AM IST
Google Preferred Source CTA

AIથી 2027માં કોરોનાથી મોટા સંકટનો ખતરો:ઘણા મોતની આશંકા; GPT-5ની સુરક્ષા તપાસ કરી ચૂકેલા નિકોલાએ આપી ચેતવણી

બર્કલે3 કલાક પેહલા
  • કૉપી લિંક

GPT-5ની સુરક્ષા તપાસ કરી ચૂકેલા નિકોલા યુરકોવિચે ચેતવણી આપી છે કે 2027માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI કોરોના કરતાં મોટું સંકટ ઊભું કરી શકે છે. હાર્વર્ડમાં અભ્યાસ કરેલા નિકોલાએ પત્ર જાહેર કરીને કહ્યું કે ઘરમાં 14 દિવસનું રાશન-પાણી અને રોકડ રાખો. ઓનલાઇન બેન્કિંગ ઠપ થઈ શકે છે.

તેમણે લખ્યું- ‘મને ખાતરી નથી કે આવતા થેન્ક્સગિવિંગ સુધી આપણે જીવતા રહીશું.’ તેમના મતે, AI પરનો કાબૂ છૂટી રહ્યો છે. આ વર્ષે કંપનીઓની કમ્પ્યુટર સિસ્ટમમાં AIની ઘૂસણખોરીથી આર્થિક નુકસાન થયું, પરંતુ 2027માં મોટા પાયે મૃત્યુ શક્ય છે. શુક્રવાર સુધીમાં આ પત્ર 8.09 લાખ વખત જોવામાં આવ્યો હતો.

3 મોટા જોખમો: મશીન માણસોના હાથમાંથી સત્તા છીનવી શકે છે

જરૂરી સેવાઓ પર ખતરો: AI મનુષ્યોના નિયંત્રણની બહાર જઈને જરૂરી સેવાઓની કામગીરીની વ્યવસ્થામાં ઘૂસણખોરી કરી શકે છે. 2027માં જ AI પોતાનો વિકાસ કરીને દુનિયાના સૌથી બુદ્ધિશાળી મનુષ્યથી પણ આગળ નીકળી શકે છે.

મશીનોના ખતરનાક નિર્ણયો: મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા લોકો બેદરકારીથી પોતાના અધિકારો AIને સોંપી શકે છે. આવી સ્થિતિમાં મશીનો એવા લક્ષ્યો માટે કામ કરી શકે છે, જે મનુષ્યોના અસ્તિત્વની વિરુદ્ધ હોય.

જૈવિક હથિયારોનો ખતરો: ખોટા ઇરાદા ધરાવતા લોકો AIની વધતી ક્ષમતાઓનો ઉપયોગ જૈવિક હથિયારો બનાવવા માટે કરી શકે છે. તેનાથી મોટા પાયે જાનહાનિ થવાનો ખતરો છે.

10 વર્ષમાં મોટાભાગના લોકો બેરોજગાર થવાની આશંકા

યુર્કોવિચે આશંકા વ્યક્ત કરી છે કે જો AIના વિકાસની ગતિ અટકી નહીં તો 2030ના અંત સુધીમાં માનવજાતના નાશ પામવાની અથવા નિયંત્રણ ગુમાવવાની આશંકા 50% છે. જો આ જોખમોથી બચી પણ જઈએ તો 10 વર્ષમાં હાલની મોટાભાગની નોકરીઓ સમાપ્ત થઈ શકે છે.

અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું- AIની ગતિ ધીમી કરો

યોશુઆ બેન્જિયો, AIના જનક: અમે ઝડપથી એવા AI બનાવી રહ્યા છીએ, જેને નિયંત્રિત કેવી રીતે કરવું તે આપણે જાણતા નથી. માનવતા જોખમો તરફ આગળ વધી રહી છે.

જેફ્રી હિન્ટન, નોબેલ વિજેતા: થોડાં વર્ષોમાં AI મનુષ્યો કરતાં વધુ બુદ્ધિશાળી બની શકે છે. તેને નિયંત્રિત કરવાની રીત શોધવી પડશે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links