Sat, Nov 28, 2026Updated 09:08 AM IST
Google Preferred Source CTA

ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ ટૂરિસ્ટ વિઝાની અવધિ વધશે નહીં:રિટર્ન ટિકિટ જરૂરી, આજથી નવા નિયમો લાગુ; સાડા 4 લાખ ભારતીયો પર અસર

મેલબોર્ન3 કલાક પેહલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કર્યો છે. શનિવારથી વિઝા અરજીઓ પર નો ફર્ધર સ્ટે લગાવવો ફરજિયાત રહેશે. એટલે કે ટૂરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા બાદ ત્યાં રહીને વિઝાની અવધિ વધારી શકાશે નહીં.

ભારતીયો માટે રિટર્ન ટિકિટ કરાવવી જરૂરી રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં મહત્તમ 12 મહિનાની અવધિ માટે વિઝા જારી કરવામાં આવે છે. અરજદાર રોકાણની અવધિનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં રહેવાની અવધિ નક્કી કરવાનો નિર્ણય વિઝા જારી કરતા અધિકારી પર જ નિર્ભર રહે છે.

નવા નિયમોની અસર ભારતથી આવતા મુસાફરો પર પડશે. ઓસ્ટ્રેલિયા ભારતીયો માટે શિક્ષણ, સેવા અને બિઝનેસ હબ બન્યું છે. ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, 2025 દરમિયાન ઓસ્ટ્રેલિયા આવનારા ભારતીયોની સંખ્યા વિક્રમી 4.51 લાખ રહી. જ્યારે 2024માં 3 લાખ ભારતીયોને વિઝા જારી કરવામાં આવ્યા હતા.

વિઝા ફી અને બાયોમેટ્રિકમાં પણ ફેરફાર

ઓસ્ટ્રેલિયાએ વિઝા ફી પણ 12 હજારથી વધારીને 15 હજાર રૂપિયા કરી દીધી છે. 26 ઑક્ટોબર 2026થી ભારતમાં ઑસ્ટ્રેલિયન વિઝા અરજી પ્રક્રિયા હેઠળ બાયોમેટ્રિક તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

ભારતીયો વિઝા મેળવવામાં છઠ્ઠા નંબરે, રોકાણના મામલે બીજા, 6 પ્રશ્ન-જવાબ

પ્રશ્ન: નવા નિયમો કઈ વિઝા કેટેગરી પર લાગુ થશે?

વિઝિટર વિઝા (સબક્લાસ 600)ની તમામ કેટેગરી—ટૂરિસ્ટ, બિઝનેસ અને ઈ-વિઝિટર—પર લાગુ થશે.

પ્રશ્ન: વિઝા મેળવવામાં ભારતીયોનો નંબર કેટમો છે?

ઓસ્ટ્રેલિયાનો વિઝા મેળવવામાં ભારતીયોનો નંબર વિશ્વભરમાં છઠ્ઠો છે. પ્રથમ નંબરે ચીનના લોકો આવે છે.

પ્રશ્ન: ભારતીયોનો વિઝા પર રોકાણનો સમયગાળો કેટલો છે?

વિઝા પર એક સરેરાશ ભારતીય અહીં 70 દિવસ સુધી રહે છે. આ બાબતમાં ભારતીયો બીજા નંબરે છે. પ્રથમ નંબરે અમેરિકનો છે.

પ્રશ્ન: શું હવે વિઝાની અવધિ બિલકુલ નહીં વધે?

કેટલીક અસાધારણ કટોકટીની પરિસ્થિતિઓમાં છૂટ મળી શકે છે. પરંતુ તેની પ્રક્રિયા ખૂબ જટિલ હશે.

સવાલ: સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારાઓ શું કરશે?

અત્યાર સુધી ઘણા ભારતીયો એક વર્ષના વિઝિટર વિઝા પર અભ્યાસ પણ કરી લેતા હતા. હવે આવું કરવું શક્ય નથી.

સવાલ: વિઝાની મુદત વધારવા માટેના અન્ય ઉપાયો શું છે?

કેટલાક કિસ્સાઓમાં તેમને કોર્ટ અથવા ઇમિગ્રેશન અપીલ કચેરીના અધિકારી સમક્ષ લઈ જઈ શકાય છે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links