Thu, Nov 19, 2026Updated 04:59 PM IST
Google Preferred Source CTA

ટ્રમ્પે એસ્કેલેટર પર જિનપિંગનો હાથ પકડ્યો:ચાલુ બેઠકે અમેરિકન રાષ્ટ્રપતિ સૂઈ ગયા, પુતિન પરમાણુ બ્રીફકેસ લઈને પહોંચ્યા; ત્રણ મહાસત્તાઓની 10 સૌથી ચર્ચિત ક્ષણો

શેનઝેન33 મિનિટ પેહલા
  • કૉપી લિંક

ચીનના શેનઝેનમાં 18 અને 19 નવેમ્બરે APEC સમિટ યોજાઈ. તેમાં દુનિયાની ત્રણ મોટી તાકાતો અમેરિકા, ચીન અને રશિયાના નેતાઓ એકસાથે જોવા મળ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રિપક્ષીય બેઠકમાં સામેલ થયા. આ દરમિયાન કેટલીક એવી ક્ષણો પણ જોવા મળી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.

ટ્રમ્પે સીડીઓ ચઢતી વખતે જિનપિંગનો હાથ પકડ્યો, જ્યારે પુતિન સાથે ન્યૂક્લિયર બ્રીફકેસ પણ જોવા મળ્યું. દાવો છે કે સમિટ દરમિયાન ટ્રમ્પ સૂઈ ગયા હતા.

જુઓ APEC સમિટની 10 ખાસ ક્ષણો...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એસ્કેલેટર પર ચઢતી વખતે પાછળથી આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો હાથ પકડી લીધો. ત્યારબાદ જિનપિંગે પણ ટ્રમ્પનો હાથ પકડીને એસ્કેલેટર પર ચઢવામાં સહારો લીધો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે APEC સમિટમાં ન્યૂક્લિયર બ્રીફકેસ પણ જોવા મળ્યું. તેને 'ચેગેટ' કહેવામાં આવે છે. તેના દ્વારા પુતિન રશિયાના પરમાણુ હથિયારોને નિયંત્રિત કરતી સિસ્ટમ સાથે જોડાયેલા રહે છે.

ચીનમાં APEC સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૂઈ ગયા હતા. તેમની ઊંઘતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ત્રિપક્ષીય બેઠક માટે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા પહોંચ્યા. આ દરમિયાન તેમણે સામે ઊભેલા એક અન્ય અધિકારી તરફ ઈશારો કરીને પુતિન તરફ ઈશારો કરતાં પૂછ્યું- ‘આ કોણ છે..?’ પછી આગળ વધીને બોલ્યા- ‘આ મારા મિત્ર છે.’

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અનૌપચારિક બેઠક કરી. આ દરમિયાન ટ્રમ્પે પુતિનના કાનમાં કંઈક ગણગણ્યું.

APEC સમિટ બાદ જ્યારે પુતિન ફેમિલી ફોટો માટે પહોંચ્યા, ત્યારે તેમણે સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હાથ મિલાવ્યો. ટ્રમ્પે પણ તેમની પીઠ થપથપાવી.

18 નવેમ્બરે ત્રણેય નેતાઓએ સાથે ડિનર કર્યું…

APEC સમિટના વેલકમ ડિનર દરમિયાન બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે સાથે ડિનર કર્યું. તે પહેલાં ત્રણેય નેતાઓએ મુલાકાત કરી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

APEC સમિટના વેલકમ ડિનર દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિન ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની પત્ની પેંગ લિયુઆન સાથે વાતચીત કરતા જોવા મળ્યા.

ચીનના શેનઝેન એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રોટોકોલ તોડીને સ્વાગત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ભેટ્યા હતા.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links