Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

'તારક મહેતા..'ના સેટ પર પહોંચી દિલ્હી પોલીસ:20 દિવસથી ગુમ 'સોઢી'ના કો-સ્ટાર્સની પૂછપરછ કરી, 27 ઈ-મેલ એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો અભિનેતા

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગાયબ છે. હજુ સુધી પોલીસને તેના કેસમાં કોઈ ચોક્કસ અપડેટ મળ્યું નથી.

આ દરમિયાન દિલ્હી પોલીસે 'તારક મહેતા...' શોના સેટની મુલાકાત લીધી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પોલીસે સેટ પર જઈને ગુરુચરણના સહ કલાકારોની પૂછપરછ કરી હતી.

અત્યાર સુધી પોલીસે આ કેસમાં દિલ્હી અને મુંબઈના લગભગ 50 લોકોની પૂછપરછ કરી છે.

સેટ પર હાજર એક સૂત્રએ કહ્યું, 'આ અઠવાડિયે દિલ્હી પોલીસે શોના સેટની મુલાકાત લીધી અને ગુરુચરણના સંપર્કમાં રહેલા તમામ કલાકારો સાથે વાત કરી. બધાએ પોલીસને સહકાર આપ્યો અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા.

સેટ પર સહ કલાકારો સાથે ગુરુચરણ
સેટ પર સહ કલાકારો સાથે ગુરુચરણ

પોલીસ તપાસના ભાગરૂપે સેટ પર પહોંચી હતી શોના પ્રોડક્શન હેડ સોહિલ રામાણીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે પોલીસે તેમની તપાસના ભાગરૂપે સેટની મુલાકાત લીધી હતી. પોલીસ એ પણ જાણવા માગતી હતી કે ગુરુચરણના તમામ લેણાં અમારા છેડેથી ક્લિયર થઈ ગયા છે કે નહીં. અમે આશા રાખીએ છીએ કે તેઓ ટૂંક સમયમાં મળી જશે.

શોના પ્રોડક્શન હેડ સોહિલ રામાણી
શોના પ્રોડક્શન હેડ સોહિલ રામાણી

27 ઈ-મેલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા બીજી તરફ આ કેસમાં પોલીસને બે નવા અપડેટ મળ્યા છે. પહેલા, ગુરુચરણ લગભગ 27 ઈ-મેલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. તેઓને ડર હતો કે તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

તેમજ તેમણે 10 જેટલા અલગ અલગ બેંક ખાતા ખોલાવ્યાં હતાં. તેમણે છેલ્લે 22 એપ્રિલે ATMમાંથી 14,000 રૂપિયા ઉપાડી લીધા હતા.

પોલીસને દિલ્હીના પાલમ વિસ્તારમાંથી CCTV ફૂટેજ મળ્યા છે જેમાં અભિનેતા બેગ લઈને રોડ ક્રોસ કરતો જોવા મળે છે
પોલીસને દિલ્હીના પાલમ વિસ્તારમાંથી CCTV ફૂટેજ મળ્યા છે જેમાં અભિનેતા બેગ લઈને રોડ ક્રોસ કરતો જોવા મળે છે
.

    Local News

    Today Weather Update

    Our Group Site Links