Wed, Nov 25, 2026Updated 04:30 PM IST
Google Preferred Source CTA
  • Gujarati News
  • Entertainment
  • Ramayana Box Office Collection Day 20 Jumps 37.8 Percent; Worldwide Collection Reaches 1735 Crore, Eyes Pushpa 2 Record

20મા દિવસે 'રામાયણ'ની કમાણીમાં 37.8%નો ઉછાળો:વર્લ્ડવાઇડ કલેક્શન ₹1,735 કરોડે પહોંચ્યું, 'પુષ્પા-2'ને પાછળ છોડે તેવી શક્યતા

2 કલાક પેહલા
  • કૉપી લિંક

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'રામાયણ'ની કમાણીમાં 20મા દિવસે અગાઉના દિવસની સરખામણીએ વધારો નોંધાયો. ફિલ્મે મંગળવારે ₹17.50 કરોડનું નેટ કલેક્શન કર્યું. આ સોમવારની સરખામણીએ લગભગ 37.8% વધારે છે. સોમવારે ફિલ્મે ₹12.70 કરોડની કમાણી કરી હતી.

ટ્રેડ એનાલિસ્ટ વેબસાઇટ સેકનિલ્ક મુજબ, ફિલ્મે 20મા દિવસે 15,817 શોઝમાંથી ₹17.50 કરોડની કમાણી કરી. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹972.95 કરોડ થઈ ગયું છે. જ્યારે ઇન્ડિયા ગ્રોસ કલેક્શન ₹1,162.15 કરોડ પર પહોંચી ગયું છે.

વિદેશોમાં ફિલ્મે 20મા દિવસે ₹5 કરોડની કમાણી કરી. આ સાથે ઓવરસીઝ ગ્રોસ કલેક્શન ₹573 કરોડ થઈ ગયું છે. ફિલ્મની વિશ્વભરમાં કુલ કમાણી હવે ₹1,735.15 કરોડ પર પહોંચી ગઈ છે.

આજે 'રામાયણ' ફિલ્મ 'પુષ્પા 2'નો રેકોર્ડ તોડે તેવી શક્યતા

'રામાયણ' હવે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની નજીક છે. ફિલ્મની દુનિયાભરની કમાણી ₹1,735.15 કરોડ થઈ ગઈ છે. આજે 21મા દિવસની કમાણી સાથે તે 'પુષ્પા 2'ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી શકે છે.

આવું થતાં 'રામાયણ' દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી ચોથી ભારતીય ફિલ્મ બની જશે. અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'એ દુનિયાભરમાં ₹1,742.10 કરોડનું કલેક્શન કર્યું છે.

હિન્દી વર્ઝનથી થઈ સૌથી વધુ કમાણી

20મા દિવસે ફિલ્મના હિન્દી વર્ઝને ₹14.25 કરોડનું નેટ કલેક્શન કર્યું. જ્યારે મલયાલમમાં ₹1.25 કરોડ, કન્નડમાં ₹90 લાખ, તમિલમાં ₹70 લાખ અને તેલુગુમાં ₹40 લાખની કમાણી કરી.

ફિલ્મના 20મા દિવસે કુલ 15,817 શો યોજાયા. આ દરમિયાન આશરે 11.03 લાખ ટિકિટો વેચાઈ. અત્યાર સુધીમાં ફિલ્મની કુલ 4.03 કરોડથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.

₹99થી શરૂ થઈ ટિકિટોની કિંમત

ગુરુપર્વના અવસરે નિર્માતાઓએ દર્શકો માટે ખાસ ઑફર પણ રજૂ કરી હતી. મંગળવારે ફિલ્મની ટિકિટોની કિંમત ₹99થી શરૂ કરવામાં આવી હતી. નિર્માતાઓએ સોમવારે ગુરુપર્વની શુભેચ્છાઓ પાઠવતા આ ઑફરની જાણકારી આપી હતી.

રણબીર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ બન્યો રાવણ

'રામાયણ'માં રણબીર કપૂરે ભગવાન રામ, સાઈ પલ્લવીએ સીતાનો અને યશે રાવણનો પાત્ર ભજવ્યું છે. ફિલ્મનું ડિરેક્શન નિતેશ તિવારીએ કર્યું છે. તેનું નિર્માણ નમિત મલ્હોત્રાએ કર્યું છે.

ગ્રોસ અને નેટ કલેક્શનમાં શું તફાવત છે?

વર્લ્ડવાઇડ ગ્રોસ: ભારત અને વિદેશમાં થયેલી કુલ કમાણી.

ગ્રોસ કલેક્શન: કર સહિતની ટિકિટોની કુલ વેચાણ રકમ.

નેટ કલેક્શન: ટિકિટોના વેચાણથી મળતી રકમમાંથી જીએસટી દૂર કર્યા બાદની કમાણી.

નિષ્ણાત પાસેથી જાણો, હિટ થવા માટે કેટલું કલેક્શન કરવું જરૂરી છે

ફિલ્મ અને ટ્રેડ નિષ્ણાત સુમિત કડેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ફિલ્મ હિટ છે કે ફ્લોપ, તે તેના ડિસ્ટ્રિબ્યુટર શેર પરથી નક્કી થાય છે.

મેકર્સે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે, ફિલ્મ 'રામાયણ'ના પહેલા ભાગનું બજેટ 2 હજાર કરોડ છે. તે અનુસાર, ફિલ્મને હિટ થવા માટે હિન્દીમાં ઓછામાં ઓછા 1,100 કરોડની કમાણી કરવી પડશે અને વિશ્વભરમાં 2,800 કરોડનું કલેક્શન કરવું પડશે. જ્યાં સુધી ફિલ્મ આટલી કમાણી નહીં કરે, ત્યાં સુધી તેને હિટ કહી શકાય નહીં.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links