- Gujarati News
- Entertainment
- Gangster Goldy Threatens Amitabh Bachchan & Abhishek; Mumbai Security Alert
'અમિતાભ-અભિષેક બચ્ચનને ભડાકે દઈ દેશું':ગેંગસ્ટર ગોલ્ડીએ પોસ્ટ મૂકી, કહ્યું- બુલેટપ્રૂફ કેબિન પણ બચાવી નહીં શકે
- કૉપી લિંક

ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોને બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં તેણે લખ્યું કે તે ભલે ગમે તેટલા બુલેટપ્રૂફ કેબિન બનાવી લે, તેમને ગોળી મારી દેવામાં આવશે.
તેણે દાવો કર્યો કે દિલ્હી પોલીસના તેના બે સાથીઓની ધરપકડ છતાં અમિતાભ બચ્ચનને નિશાન બનાવવાના કાવતરાં પર કોઈ અસર પડી નથી. તેણે મુંબઈમાં પોતાના લગભગ 200 સાથીઓ સક્રિય હોવાનો દાવો પણ કર્યો છે.

અમિતાભ બચ્ચનના ઘરની બહાર ફાયરિંગ કરવાની યોજના બનાવવાના આરોપમાં દિલ્હી પોલીસે એક દિવસ પહેલા બે શાર્પશૂટરોની ધરપકડ કરી છે. તેમાં જાલંધરનો રહેવાસી વિકાસ ઠાકુર અને તરનતારણનો રહેવાસી દીપક સિંહ સામેલ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 1984ના શીખ-વિરોધી રમખાણો અંગે અમિતાભે કથિત રીતે કરેલી ટિપ્પણીઓને લઈને ગેંગસ્ટર તેમને નિશાન બનાવવા માંગતો હતો. જોકે, અમિતાભે આવું કોઈ નિવેદન આપ્યું હોવાનો ઇનકાર કર્યો છે.

પોસ્ટમાં શું લખ્યું હતું…
- બુલેટપ્રૂફ સુરક્ષા પણ બચાવી નહીં શકે: ગેંગસ્ટર ગોલ્ડીએ પોસ્ટમાં અમિતાભ અને અભિષેક બચ્ચનને ધમકી આપતાં કહ્યું કે તેઓ ભલે કેટલાય બુલેટપ્રૂફ કેબિન બનાવી લે, તેમને ગોળી મારી દેવામાં આવશે.
- શીખ સમુદાય વિરુદ્ધ બોલનારાઓને ધમકી: ગોલ્ડીને 1984ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેના જવાબદાર લોકોને ક્યારેય માફ કરવામાં નહીં આવે.
1984ના રમખાણો દરમિયાન ટોળાને ઉશ્કેરવાના આક્ષેપો
કેટલાક શીખ સંગઠનો અને 1984ના રમખાણોના સાક્ષી જગદીશ કૌરે આક્ષેપ કર્યો હતો કે, 31 ઓક્ટોબર, 1984ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ, અમિતાભ બચ્ચને દિલ્હીમાં 'ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ' (AIIMS)ની બહાર એક ટોળાને ઉશ્કેર્યું હતું. ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, તેમણે દૂરદર્શન પરના જીવંત પ્રસારણ દરમિયાન "લોહીના બદલે લોહી" જેવા નારા લગાવ્યા હતા. જોકે, આ કથિત પ્રસારણનો કોઈ અધિકૃત વીડિયો ક્યારેય જાહેર ક્ષેત્રમાં સામે આવ્યો નથી.
'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે
છેલ્લા એક મહિનામાં, અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત નિવાસસ્થાનને ઈ-મેલ દ્વારા ત્રણ અલગ-અલગ બોમ્બ ધમકીઓ મળી છે. 1લી નવેમ્બરે, પોતાના ઘરની બહાર ચાહકોને મળતી વખતે, અમિતાભ બચ્ચન પહેલીવાર એક સુરક્ષા કવચમાં જોવા મળ્યા હતા, જે ત્રણ બાજુથી બુલેટપ્રૂફ કાચથી સુરક્ષિત હતું.
‘બચ ગએ’- અમિતાભ બચ્ચનની ક્રિપ્ટિક પોસ્ટ
બંગલા જલસાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોવા વચ્ચે અમિતાભ બચ્ચન રવિવારે ચાહકોને મળવા બંગલાની બહાર આવ્યા. ત્યારબાદ તેમણે સર્વાઇવલ પર એક ક્રિપ્ટિક પોસ્ટ કરી. અમિતાભ બચ્ચને સત્તાવાર X એકાઉન્ટ પરથી લખ્યું, ‘બચ ગએ’. મહાનાયકની આ પોસ્ટને સતત મળી રહેલી ધમકીઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

ગુરુવારે સવારે તેમના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો. આ ઉપરાંત દિલ્હી પોલીસે પણ તેમના ઘરની બહાર ફાયરિંગ કરવાની પ્લાનિંગ રચનારા બે શાર્પશૂટર્સને પકડી પાડ્યા હતા.
















