Mon, Nov 16, 2026Updated 02:35 PM IST
Google Preferred Source CTA

શાહરુખની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે ઇસ્યુ કરી નોટિસ:જોબ વેકેન્સીની છેતરપિંડી અંગે ચેતવણી આપતા કહ્યું, 'અમે કોઈ વેકેન્સી બહાર પાડી નથી'

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

શાહરુખ ખાન અને ગૌરી ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે એક નિવેદનમાં 'ઓનલાઈન નોકરીની ખાલી જગ્યાઓ માટે છેતરપિંડીની ઑફર્સ' વિશે ચેતવણી આપી છે. હાલમાં જ શાહરુખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં વેકેન્સી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. હવે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે આ વેકેન્સી અંગે નોટિસ જાહેર કરી છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટએ પોસ્ટ શેર કરી છે
રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટએ પોસ્ટ શેર કરી છે

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક નોટિસ પોસ્ટ કરી છે. પ્રોડક્શન હાઉસે નોટિસમાં લખ્યું છે - અમે જોયું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેડ ચિલીઝના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

અમે તમને સ્પષ્ટપણે જણાવી દઈએ કે અમારી કંપની દ્વારા કોઈપણ પ્રકારની નોકરી અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી અને ન તો તેને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે. જો કોઈ ખાલી જગ્યા બહાર પાડવામાં આવશે, તો તે અમારા ઓફિશીયલ એકાઉન્ટ પરથી સીધી શેર કરવામાં આવશે. આ રીતે રેડ ચિલીઝે નોકરીની ખોટી અફવાઓને નકારી કાઢી છે.

કિંગ ફિલ્મની સ્ક્રિપ્ટ
કિંગ ફિલ્મની સ્ક્રિપ્ટ

શાહરુખ ખાન 'કિંગ'માં જોવા મળશે

વર્ષ 2023માં 'પઠાન', 'જવાન' અને 'ડંકી' જેવી શાનદાર ફિલ્મો આપનાર શાહરુખ ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. આ ફિલ્મની ઓફિશિયલજાહેરાત હજુ કરવામાં આવી નથી, પરંતુ શાહરુખની એક ભૂલને કારણે ફિલ્મની સ્ક્રિપ્ટની ઝલક સામે આવી છે.

હકીકતમાં, તાજેતરમાં, ડીડી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂદરમિયાન શાહરુખ ખાને સિનેમેટોગ્રાફર સંતોષ શિવમને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત પેરે એન્જેનિક્સ એક્સેલ લેન્સ એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શાહરુખનો તેને અભિનંદન આપતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફિલ્મ 'કિંગ'ની સ્ક્રિપ્ટ તેના ટેબલ પર રાખવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે.

.

Local News

Today Weather Update

Our Group Site Links