- Gujarati News
- Entertainment
- Bollywood
- Ram Gopal Varma Made A Shocking Revelation
રામ ગોપાલ વર્માએ કર્યો ચોંકાવનારો ખુલાસો:સુભાષ ઘઈ પાસેથી ફી લઈને એ.આર. રહેમાનને સુખવિંદર પાસે ગીત બનાવ્યું, કહ્યું હતું, 'નામ માટે પૈસા આપ્યા છે, સંગીતના નહીં'
- કૉપી લિંક

રામ ગોપાલ વર્માએ હાલમાં જ સુભાષ ઘઈ અને સંગીતકાર એ.આર. રહેમાન વચ્ચેના ઝઘડાની વાત શેર કરી છે. ફિલ્મ કમ્પેનિયન સાથે વાત કરતા જણાવ્યું કે, ફિલ્મ 'યુવરાજ'ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચર્ચા પછી, એ.આર. રહેમાને તેનું ગીત સુભાષ ઘઈને બદલે અન્ય ફિલ્મમેકરને આપ્યું, જેના માટે તેમને ઓસ્કર પણ મળ્યો હતો.
એ.આર. રહેમાન સુભાષ ઘઈની 'યુવરાજ' ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર હતા રામ ગોપાલ વર્માએ જણાવ્યું કે, એ.આર. રહેમાનને 2008માં આવેલી ફિલ્મ 'યુવરાજ' માટે મ્યુઝિક ડિરેક્ટર તરીકે રાખવામાં આવ્યા હતા. નિર્દેશક સુભાષ ઘઈએ તેમને ગીતનું સંગીત તૈયાર કરવાનું કહ્યું હતું, પરંતુ વ્યસ્તતાને કારણે તેઓ સમયસર ગીત આપી શક્યા ન હતા. જ્યારે ગીત બનાવવામાં વિલંબ થયો, ત્યારે સુભાષ ઘઈએ એ.આર. રહેમાનને ફોન કર્યો અને ખૂબ જ સંભળાવ્યું હતું. જેના જવાબમાં એ.આર. રહેમાને કહ્યું હતું કે, 'હું લંડનમાં છું. ચેન્નાઈ માટે રવાના થઈ રહ્યો છું, પાછો આવીશ અને તમને સુખવિન્દર સિંહના સ્ટુડિયોમાં મળીશ.'
જ્યારે સુભાષ ઘઈ નિયત તારીખે સુખવિંદર સિંહના સ્ટુડિયો પહોંચ્યા તો તેમણે જોયું કે તેઓ સંગીત કંપોઝ કરી રહ્યા છે. જ્યારે સુભાષ ઘઈને સંગીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે એ.આર. રહેમાને તેમને ગીત માટે સંગીત કંપોઝ કરવાનું કહ્યું હતું. આ સાંભળીને સુભાષ ઘઈ ગુસ્સે થઈ ગયા. તેમને લાગ્યું કે દબાણના કારણે એ.આર. રહેમાને પોતે કામ કરવાને બદલે સુખવિંદર પાસેથી કામ કરાવવાનું શરૂ કર્યું છે. તેમને લાગ્યું કે સુખવિંદરે તેમને ભૂલથી કહી દીધું છે.
થોડા સમય પછી એ.આર. રહેમાન જેવા સ્ટુડિયો પહોંચ્યા, તેમણે સુભાષ ઘઈની સામે સુખવિંદરને પૂછ્યું કે, 'ગીત તૈયાર છે કે નહીં.' એ.આર. રહેમાને સુખવિંદર દ્વારા કમ્પોઝ કરેલું ગીત સાંભળ્યું અને સુભાષ ઘઈને પૂછ્યું કે 'તેમને આ ગીત કેવું લાગ્યું.'
આ સાંભળીને સુભાષ ઘઈ ગુસ્સે થઈ ગયા. તેમણે બૂમ પાડીને કહ્યું, 'હું તમને મારા મ્યુઝિક ડિરેક્ટર બનાવીને કરોડો રૂપિયા આપું છું અને સુખવિંદર પાસેથી ટ્યુન બનાવો છો. તમારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આવું કહેવાની. જો મારે સુખવિંદર દ્વારા બનાવેલી ટ્યુન લેવી હોય, તો હું તમને કેમ પૈસા આપું? મેં તેમને જ સાઈન કર્યા હોત. મારી પાસેથી પૈસા લઈને સુખવિંદર પાસે ગીત બનાવડાવનાર તમે કોણ ?'
સુભાષ ઘઈની વાત સાંભળ્યા પછી એ.આર. રહેમાને તેમને કહ્યું, સર, તમે મને મારા નામ પર પૈસા આપો છો, મારા સંગીત માટે નહીં. જો હું આ ગીતને સમર્થન આપું છું, તો તે મારું ગીત છે. તમે અહીં આવ્યા એટલે ખબર પડી, પણ તાલનું સંગીત કોની પાસેથી મળ્યું તે તમને કબર છે?. કદાચ તે સંગીત મારા ડ્રાઈવર દ્વારા અથવા કોઈ અન્ય દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હોય'.

એ.આર. રહેમાને આ જ ગીત માટે ઓસ્કર જીત્યો હતો એ.આર. રહેમાન અને સુભાષ ઘાઈ વચ્ચે દલીલ થઈ હતી અને તે ગીત ફિલ્મમાં રાખવામાં આવ્યું ન હતું. થોડા વર્ષો પછી એ જ ગીતનો ઉપયોગ એ.આર. રહેમાન દ્વારા ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'માં કરવામાં આવ્યો હતો, જેનું નામ 'જય હો' હતું. આ ગીત માટે એ.આર. રહેમાનને ઓસ્કર મળ્યો હતો. થોડા સમય પહેલાં સુભાષ ઘઈએ પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ 'યુવરાજ' માટે' જય હો' ગીત બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે ફિલ્મની થીમ પ્રમાણે ન હતું, તેથી તેમણે તેને ફિલ્મમાંથી હટાવી દીધું હતું.
2008માં આવેલી ફિલ્મ 'યુવરાજ' બોક્સ ઓફિસ પર જોરદાર ફ્લોપ રહી હોવા છતાં તેના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મનું ગીત 'તુ હી તો મેરી દોસ્ત હૈ' ચાર્ટબસ્ટર હતું
















