- Gujarati News
- Entertainment
- Bollywood
- Paparazzi Asked, Are You Separating From Arpita?
પાપારાઝીએ પૂછ્યું, શું તમે અર્પિતાથી અલગ થઈ રહ્યા છો?:સલમાનના બનેવીએ કહ્યું, 'સવાલ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો, ઘરે જઈને પત્નીને કહ્યું તો હસીને લોટ-પોટ થઈ ગયા'
- કૉપી લિંક

એક્ટર આયુષ શર્માએ 2014માં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે, છેલ્લાં 10 વર્ષોમાં એવી ઘણી અફવાઓ ઊડી કે, અર્પિતા અને આયુષ છૂટાછેડા લેવાના છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં આયુષે તે સમયને યાદ કર્યો જ્યારે એક પાપારાઝીએ તેમને અર્પિતા સાથે છૂટાછેડા વિશે પૂછ્યું હતું.

શું હતી સમગ્ર ઘટના? ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે તે તેના પુત્ર સાથે ઢોસા ખાવા માટે બહાર ગયો હતો. ત્યારે એક પાપારાઝી આવ્યો અને પૂછ્યું કે શું તે અર્પિતાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. પહેલાં તો આયુષ આ સવાલ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો પરંતુ બાદમાં આ ઘટનાને યાદ કરીને તે તેની પત્ની સાથે ખૂબ હસ્યો હતો. તેમણે કહ્યું,'જ્યારે હું ઘરે ગયો ત્યારે મેં અર્પિતાને પૂછ્યું કે શું તું મને છૂટાછેડા આપી રહી છે. આ પછી મેં તેને આખી ઘટના જણાવી અને અમે બંને હસવા લાગ્યા.'
આયુષે કહ્યું, 'અર્પિતા મારી ફિલ્મોનો ઈમાનદારીથી રિવ્યૂ કરે છે' આયુષે વધુમાં કહ્યું કે, અર્પિતા તેની ફિલ્મો પર યોગ્ય રિવ્યૂ આપે છે. તે માત્ર સારા કન્ટેન્ટની જ પ્રસંશા કરે છે. તેણે કહ્યું કે, 'તે ખૂબ જ ઈમાનદાર છે. અર્પિતા નિષ્પક્ષતાથી ફિલ્મો જુએ છે. એવું ઘણી વખત બન્યું છે કે અર્પિતાને મારી ફિલ્મો પસંદ નથી આવી અને તે રિલીઝ પહેલાં કેટલાક સીન હટાવવાનું કહે છે.'
આયુષે વધુમાં કહ્યું કે, તેની અને અર્પિતાની ફિલ્મોની પસંદગી અલગ છે. પોતાને માસ ફિલ્મો ગમે છે, અર્પિતાને મોટે ભાગે તે ફિલ્મો ગમે છે જે વાસ્તવિકતા પર આધારિત હોય છે.

આયુષે 18 નવેમ્બર, 2014ના રોજ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ગયા મહિનાની 26 તારીખે રિલીઝ થયેલી ફિલ્મ 'રુસલાન'માં જોવા મળ્યો હતો.
'સલમાન ક્યારેય લગ્ન નહીં કરે': મિથુને રમૂજી અંદાજમાં કહ્યું, 'હું ગેરંટીથી કહું છે કે તે છોકરીઓને ઉલ્લૂ જ બનાવે છે'

રાજકુમાર સેટ પર પહોંચ્યો ત્યારે લાગતું હતું કે શ્રીકાંત આવ્યો: ડિરેક્ટર તુષારે કહ્યું, 'સાંઢ કી આંખ' પહેલાં આ ફિલ્મ બનાવવા માગતો હતો

'સરફરોશ' ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ: આમિરે કહ્યું, 'લાગી નથી રહ્યું કે 25 વર્ષ પુરા થઇ ગયા છે, સોનાલી બેન્દ્રે અને નસીરુદ્દીન શાહ પણ પહોંચ્યા'

















