Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

'ગોળધાણા’ બાદ જાનકી અને યશ હિમાચલમાં!:બંનેએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી, નવી ફિલ્મનું શૂટિંગ હોવાની અટકળો

અમદાવાદ1 મહિનો પેહલા
  • કૉપી લિંક

ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા તથા એક્ટર યશ સોનીએ તાજેતરમાં જ સો.મીડિયામાં હિમાચલ પ્રદેશના ફોટો શૅર કર્યા હતા. જાનકી ને યશ હિમાચલમાં ફિલ્મનું શૂટિંગ કર્યુ હોય તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે આરોહી પટેલ પણ હિમાચલમાં જ હતી અને તે હાલમાં જ અમદવાદ પરત આવી છે અને તે જીગરદાન ગઢવીની નવરાત્રિમાં પતિ તત્સત મુનશી સાથે જોવા મળી હતી. જાનકી ને યશ ફિલ્મ ‘ગોળધાણા’માં સાથે કામ કર્યું છે અને તે ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરમાં રિલીઝ થશે. હવે આ જાનકી ને યશની નવી ફિલ્મ હોવાની ચર્ચા ચાલી રહી છે.

જાનકી-યશે શૅર કરેલી તસવીરો

આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું, થોડા અલગ રસ્તે નીકળ્યા છીએ
આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું, થોડા અલગ રસ્તે નીકળ્યા છીએ
યશે સો.મીડિયામાં શૅર કરેલી તસવીર
યશે સો.મીડિયામાં શૅર કરેલી તસવીર
ફિલ્મના શૂટિંગ વચ્ચે યશે ફોટો પડાવવા માટે સમય કાઢી જ લીધો!
ફિલ્મના શૂટિંગ વચ્ચે યશે ફોટો પડાવવા માટે સમય કાઢી જ લીધો!
જાનકીએ થોડા સમય પહેલાં જ ‘ગોળધાણા’નું શૂટિંગ પૂરુ કર્યું.
જાનકીએ થોડા સમય પહેલાં જ ‘ગોળધાણા’નું શૂટિંગ પૂરુ કર્યું.
પોતાનો સામાન ઉંચકીને જતી જાનકીએ કહ્યું હતું, એમની સાથે અસલી મુસાફરી
પોતાનો સામાન ઉંચકીને જતી જાનકીએ કહ્યું હતું, એમની સાથે અસલી મુસાફરી
જાનકી મનાલીમાં કયા ફિલ્મના શૂટિંગ માટે ગઈ છે તે અંગે હજી સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી.
જાનકી મનાલીમાં કયા ફિલ્મના શૂટિંગ માટે ગઈ છે તે અંગે હજી સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી.
જાનકી હિંદી ફિલ્મ ‘છૂમંતર’માં અભય વર્મા ને શ્રીલીલા સાથે જોવા મળે તેવી શક્યતા છે.
જાનકી હિંદી ફિલ્મ ‘છૂમંતર’માં અભય વર્મા ને શ્રીલીલા સાથે જોવા મળે તેવી શક્યતા છે.
જાનકી ને યશ સોનીએ ‘ગોળધાણા’ પહેલાં ‘નાડી દોષ’માં સાથે કામ કર્યું હતું.
જાનકી ને યશ સોનીએ ‘ગોળધાણા’ પહેલાં ‘નાડી દોષ’માં સાથે કામ કર્યું હતું.
જાનકીએ આ તસવીર શૅર કરીને હવે ઘરે જવું છે તેમ જણાવ્યું હતું. લાગે છે કે જાનકી ગુજરાતની નવરાત્રિ મિસ કરી રહી છે.
જાનકીએ આ તસવીર શૅર કરીને હવે ઘરે જવું છે તેમ જણાવ્યું હતું. લાગે છે કે જાનકી ગુજરાતની નવરાત્રિ મિસ કરી રહી છે.
જાનકી બોડીવાલા
જાનકી બોડીવાલા
પીર પાંજાલ પર્વતમાળા
પીર પાંજાલ પર્વતમાળા
સ્પિતિ વેલીનો સુંદર નજારો
સ્પિતિ વેલીનો સુંદર નજારો
પીર પાંજાલ પર્વતમાળાની વાદીઓમાં જાનકી
પીર પાંજાલ પર્વતમાળાની વાદીઓમાં જાનકી
એક્ટર યશ સોની સાથે જાનકી બોડીવાલા
એક્ટર યશ સોની સાથે જાનકી બોડીવાલા
આ તસવીર સાથે કેપ્શન હતું, પિત્ઝા ખાવાની બેસ્ટ જગ્યા
આ તસવીર સાથે કેપ્શન હતું, પિત્ઝા ખાવાની બેસ્ટ જગ્યા
આ તસવીર સાથે જાનકીએ મજાકમાં કહ્યું હતું કે ડેવિલ્સ પિત્ઝા ખાય છે.
આ તસવીર સાથે જાનકીએ મજાકમાં કહ્યું હતું કે ડેવિલ્સ પિત્ઝા ખાય છે.
કુદરતી સૌંદર્યનો નજારો માણતી જાનકી
કુદરતી સૌંદર્યનો નજારો માણતી જાનકી

30 ઓક્ટોબર, 1995ના રોજ અમદાવાદમાં જન્મેલી જાનકીએ બેચલર ઇન ડેન્ટલ કર્યું છે. ત્યારબાદ તેણે 2015માં ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ડેબ્યૂ કર્યું. જાનકી ફિલ્મ 'વશ'થી ખાસ્સી લોકપ્રિય થઈ. આ ફિલ્મની હિંદીમાં રીમેક 'શૈતાન' બની. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં હતો. આ ફિલ્મ માટે જાનકીને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. ફિલ્મની સીક્વલ 'વશ 2' પણ હિટ રહી હતી. જાનકીએ રાની મુખર્જીની ફિલ્મ 'મર્દાની 3'માં પણ કામ કર્યું હતું. હવે જાનકી ગુજરાતી એક્ટર યશ સોની સાથે 'ગોળધાણા'માં જોવા મળશે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links