સુશાંત સિંહની આત્મહત્યા:પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યાની વાત સામે આવી, સુશાંતે સવારે જ્યૂસ પીધો હતો, એક કલાક બાદ નોકરે દરવાજો ખખડાવ્યો તો ખોલ્યો નહીં

મુંબઈ2 વર્ષ પહેલાલેખક: વિનોદ યાદવ
  • સુશાંતના સુસાઈડ પહેલાં તેની પૂર્વ મેનેજર દિશાએ મલાડમાં 12મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી
  • સુશાંત છેલ્લે નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ ‘ડ્રાઈવ’માં જોવા મળ્યો હતો
  • ફિલ્મ ‘છિછોરે’માં એક એવા પિતાનો રોલ પ્લે કર્યો હતો, જે આત્મહત્યાનો પ્રયાસ કરતાં દીકરાને ડિપ્રેશનમાંથી બહાર લાવે છે

મહેન્દ્રસિંહ ધોનીના પાત્રને રૂપેરી પડદે જીવંત કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. રવિવારે તેણે બાન્દ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. 34 વર્ષના આ અભિનેતાની આત્મહત્યાના સમાચારથી બોલીવુડ સાથે દેશભરમાં લોકો હેરાન છે. હજુ સુધી મૃત્યુનું કારણ સામે આવ્યું નથી. પરંતુ એટલી ખબર પડી છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો.મુંબઇની કપૂર હોસ્પિટલમાં સુશાંતનો પાર્થિવ દેહ 4 વાગ્યે લાવવામા આવ્યો હતો. મોડી રાતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં પ્રાથમિક તબક્કે આત્મહત્યાની વાત સામે આવી છે. ડોક્ટર્સે તેના વાઇટલ ઓર્ગન્સને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલ્યા છે. અહીં શરીરમાં કોઇ ડ્રગ્સ કે અન્ય ઝેરી પદાર્થની ઉપસ્થિતિ અંગે તપાસ કરવામા આવશે.  રિપોર્ટ્સ પ્રમાણે સુશાંતના અંતિમ સંસ્કાર કાલે મુંબઇમાં થઇ શકે છે. સુશાંતના પિતા કાલ સુધી મુંબઇ પહોંચશે. અમુક રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નવેમ્બરમાં લગ્ન કરવાનું પણ આયોજન હતું. 

નોકરે પોલીસને જાણ કરી

સુશાંત સિંહ રાજપૂતે આજે એટલે કે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે સુશાંતના નોકરે આ અંગેની માહિતી પોલીસને આપી હતી. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. આઠ જૂનના રોજ સુશાંતની પૂર્વ મેનેજરે દિશાએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.. એક ચર્ચા પ્રમાણે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ સુશાંતના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી છે. રિપોર્ટ્સ પ્રમાણે, સુશાંતના અંતિમ સંસ્કાર આવતીકાલ મુંબઈ થાય તેવી શક્યતા છે. તેના પિતા મુંબઈ આવશે. પહેલાં એવી ચર્ચા હતી કે સુશાંતના પાર્થિવદેહને પટના લઈ જવામાં આવશે. 

એક કલાકની અંદર આત્મહત્યા કરી?
કેટલાંક રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે સુશાંતને તેના નોકરે સવારે સાડા નવ વાગે જ્યૂસ આપ્યો હતો. એક કલાક બાદ જ્યારે નોકરે ભોજન માટે પૂછ્યું તો એક્ટરે દરવાજો ખોલ્યો નહોતો. આ સમય દરમિયાન ઘરમાં ત્રણ લોકો જ હાજર હતાં. નોકર, ક્રિએટિવ મેનેજ તથા અન્ય એક વ્યક્તિ. ત્યારબાદ સુશાંતની બહેનને ફોન કરવામાં આવ્યો હતો. પછી ચાવીવાળાને બોલાવવામાં આવ્યો હતો. 

અંદાજે ચાર કલાક બાદ આ લોકોની હાજરીમાં શબને ફંદા પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. રિપોર્ટના મતે, સાડા નવથી સાડા દસની વચ્ચે એટલે કે એક કલાકની અંદર જ સુશાંતે આત્મહત્યા કરી હતી. 

સુશાંતની બૉડીને સૌ પહેલાં તેના નોકરે પંખા સાથે લટકતી હાલતમાં જોઈ હતી. પછી પોલીસને માહિતી આપી હતી. કહેવાય છે કે નોકરે દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દરવાજો તૂટ્યો નહીં તો એક્ટરના મેનેજરે ચાવીવાળાને બોલાવ્યો હતો. પછી દરવાજો ખોલવામાં આવ્યો હતો. પોલીસે ચાવીવાળાનું નિવેદન નોંધ્યું છે. સુશાંતે છેલ્લીવાર પોતાના મિત્રને કૉલ કર્યો હતો. તે કોણ હતું અને કૉલનો સમય શું હતો, તેની માહિતી પોલીસે આપી નથી.

છ મહિનાથી ડિપ્રેશનમાં
સૂત્રોના મતે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને દવા લેતો હતો. જે સમયે તેણે આત્મહત્યા કરી તે સમયે તેના મિત્ર ઘરમાં તેની સાથે હતાં. પોલીસ તેની પૂછપરછ કરી શકે છે. સુશાંતની બૉડીને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી છે. ત્રણ ડોક્ટરની ટીમ પોસ્ટમોર્ટમ કરશે. સુશાંતે અંતિમ ફોન મિત્રને કર્યો હતો. જોકે, પોલીસે આ અંગે માહિતી આપી નહોતી. 

સુશાંતની આત્મહત્યાની વાત ખબર પડી તો ચાહકો તેના ઘર આગળ જમા થઈ ગયા હતાં
સુશાંતની આત્મહત્યાની વાત ખબર પડી તો ચાહકો તેના ઘર આગળ જમા થઈ ગયા હતાં

50 સપનાઓનું વિશલિસ્ટ બનાવ્યું હતું
સુશાંતે જે પગલું ભર્યું તેનાથી તે એકદમ વિરુદ્ધમાં હતો. તેણે પોતાના 50 સપનાઓનું એક વિશલિસ્ટ પણ બનાવ્યું હતું. એક દિવસ CIRN જવું. ધ યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચને CIRN કહેવામાં આવે છે. અહીંયા ગોડ પાર્ટિકલ સંબંધિત લાર્જ હેડ્રોન કોલાઈડરનું પરિક્ષણ ચાલે છે. સુશાંત ભણવામાં અવ્વલ હતો. 

ટીવી એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી
34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી. 

‘કાઈ પો છે’ પહેલી ફિલ્મ
સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેણે ‘શુદ્ધ દેસી રોમાંસ’માં પરિણીતી ચોપરા તથા વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. જોકે, તેની સૌથી વધુ ચર્ચા ફિલ્મ ધોનીની બાયોપિક પર થઈ હતી. સુશાંતની આ પહેલી ફિલ્મ હતી, જેણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું. સુશાંતે ‘સોનચિરિયા’ તથા ‘છિછોરે’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળ્યો હતો. 

પટનામાં જન્મ
સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો. સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે. 

માતાની નિકટ હતો
સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો. જોકે, વર્ષ 2002માં તેમના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો. સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ 2003માં ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને એક્ટિંગ માટે ત્રીજા વર્ષે કોલેજ છોડી દીધી હતી. 

લાસ્ટ પોસ્ટ માતાને યાદ કરતી હતી
સુશાંત સિંહે ત્રણ જૂનના રોજ માતા સાથેની તસવીર શૅર કરી હતી. તેણે પોસ્ટમાં કહ્યું હતું, ‘અશ્રુના ટીપામાંથી ધૂંધળા થતા ભૂતકાળનું બાષ્પીભવન... અંતિમ સ્વપ્નોના સ્મિતની કોતરણી અને ક્ષણિક જીવન, જે બંને વચ્ચે વાટાઘાટો કરે છે...’ આ પોસ્ટ પરથી સુશાંત સિંહ ડિપ્રેશનમાં હોવાનું જણાઈ આવે છે. 

છ દિવસ પહેલાં જ પૂર્વ મેનેજરે આત્મહત્યા કરી હતી
8 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને મલાડના જનકલ્યાનગરના 12મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. સુશાંતે ઈન્સ્ટા સ્ટોરીમાં પૂર્વ મેનેજરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સુશાંતે દિશાના નિધન પર ઈન્સ્ટા સ્ટોરીમાં આ પોસ્ટ કરી હતી
સુશાંતે દિશાના નિધન પર ઈન્સ્ટા સ્ટોરીમાં આ પોસ્ટ કરી હતી
અન્ય સમાચારો પણ છે...