Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA
  • Gujarati News
  • Dvb original
  • Nirbhaya's Convicts Were Hanged Under His Supervision, And He Also Held The Responsibility Of The Thug Sukesh

ખુદ્દાર કહાની
તિહારના જેલર દીપક એક સમયે કૂકર વેચતા:તેની દેખરેખ હેઠળ નિર્ભયાના દોષિતોને ફાંસી મળી, મહાઠગ સુકેશની જવાબદારી પણ તેની પાસે

3 વર્ષ પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

પાંચ ભાઈ બહેન છે. મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યો. પિતા દિલ્હીમાં નોકરી કરતા હતા. અમારું ઘર ઉત્તર પ્રદેશના બાગપતમાં છે. ગરીબીની હાલત એવી હતી કે તેઓ રોજ પોતાના ગામ બાગપતથી સાઈકલ પર દિલ્હી આવતા હતા.

.

દરરોજ 80 કિલોમીટર સાઈકલ ચલાવીને આવવું-જાવવું... તમે સમજી શકો છો.

આવવા-જવા માટે એટલી તકલીફ થવા લાગી કે અમુક વર્ષો પછી અમે શહેરમાં શિફ્ટ થઈ ગયા. હું દિલ્હીમાં જ ભણવા લાગ્યો હતો. ખબર હતી કે જો હું નહીં ભણું, તો ઘરની જે હાલત હતી, તેમાંથી ક્યારેય નીકળી શકાશે નહીં. ઘરમાં વાંચવા-લખવાનો માહોલ હતો, પરંતુ આર્થિક તંગી ખૂબ જ હતી.

હું 12માં હતો ત્યારે મેં પાર્ટ ટાઈમ જોબ કરવાનું શરૂ કર્યું. મને દુકાને દુકાને પ્રેશર કૂકર વેચવાનું કામ મળ્યું. તે પછી મેં થોડાં વર્ષો જૂના મોબાઈલ પણ વેચ્યા.

જો મારી પાસે નવાં પુસ્તક ખરીદવાના પૈસા ન હોત તો હું જૂનાં પુસ્તકો ખરીદીને વાંચતો હોત. કોલેજકાળમાં મોંઘી રેસ્ટોરન્ટમાં જવું તો દૂરની વાત છે... રસ્તાના કિનારે મળતા બર્ગર ખાવાના પણ પૈસા નહોતા. મિત્રો કાર, બાઇકથી કોલેજ આવતા, હું બસની પાછળ લટકીને કોલેજ જતો.

આ બધી વાતો કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પરંતુ દિલ્હીની તિહાર જેલના આસિસ્ટન્ટ જેલર દીપક શર્માની સફરનો એક ભાગ છે. આ એ જ દીપક શર્મા છે, જેમની દેખરેખમાં નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવી હતી.

હાલમાં હું દિલ્હીના મૌજપુર વિસ્તારમાં છું, જ્યાં હું જેલર દીપક શર્મા સાથે વાતચીત કરી રહ્યો છું.

દીપક કહે છે, મને યાદ છે, જ્યારે હું ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો, ત્યારે મુખર્જી નગરમાં ભાડે રૂમ લઈને ભણવા માટે મારી પાસે પૂરતા પૈસા નહોતા. હું દરરોજ બસમાં ભણવા માટે મારા ઘરથી 20 કિમી દૂર જતો હતો. ભીડ એટલી હતી કે હું પરસેવાથી લથબથ ઘરે પરત ફરતો હતો. હાલમાં DTC એટલે કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની વધુ બસો દોડવા લાગી છે. તે સમયે બસો ઓછી હતી. યુનિવર્સિટીની બસ પણ ચાલતી, જેનાથી હું સામાન્ય રીતે જતો.

દીપકનું શરીર કુસ્તીબાજ, બોડી બિલ્ડર જેવું દેખાઈ રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ માટે કેટલી મહેનત કરે છે, તો તેઓ હસવા લાગે છે. દીપક પોતાની એક જૂની તસવીર બતાવે છે, જેમાં તે ખૂબ જ પાતળા જોવા મળે છે.

તે કહે છે, આ મારી એ સમયની તસવીર છે જ્યારે હું દિલ્હીની તિહાર જેલમાં આસિસ્ટન્ટ જેલર તરીકે જોડાયો હતો. 2008-09ની વાત છે.

જોડાયા પછી, એવું લાગ્યું કે જેલરને માત્ર માનસિક રીતે જ નહીં પરંતુ હંમેશાં શારીરિક રીતે ફિટ રહેવાની જરૂર છે, કારણ કે એશિયાની સૌથી મોટી જેલ તિહારમાં મોટા ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારો અહીં રહે છે. 2012-13થી મેં મારા શરીર પર કામ કરવાનું શરૂ કર્યું.

… તો શું તમે જેલર બનવા માગતા હતા?

મેં દીપકને આ સવાલ કર્યો.

દીપક મોબાઈલની કેટલીક જૂની તસવીરો સ્ક્રોલ કરવાનું શરૂ કરે છે. તે એ દિવસોની વાતો કરે છે.

તે કહે છે કે જ્યારે પિતા બાગપતથી દિલ્હી શિફ્ટ થયા ત્યારે અમે અહીં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. તે સમયે અમે પણ મૌજપુર રહેવા આવ્યા હતા. મારા કેટલાક પરિચિતો અહીં રહેતા હતા.

હું અભ્યાસમાં હોશિયાર હતો અને મારાં ભાઈ-બહેનોની સરખામણીમાં હું હોશિયાર હતો. પપ્પા હંમેશા પ્રેરિત કરતા હતા કે સફળતા અને પૈસા કમાવવા માટે ભણવું ખૂબ જરૂરી છે.

મોટાભાઈ હંમેશાં મને માર્ગદર્શન આપતા હતા કે કરિયરમાં શું કરવું અને શું નહીં. તે સમયે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એશિયાની સૌથી મોટી જેલ તિહારનો જેલર બનીશ.

હું ઈચ્છતો હતો કે હું ક્યાંક કોઈ પ્રકારની નોકરી શોધી શકું. મને લાગે છે કે, મધ્યમ વર્ગીય પરિવારનું દરેક બાળક એવું જ વિચારે છે, કારણ કે તેની પાસે કોઈ વિકલ્પ નથી.

દીપક 10મા ધોરણ પછીની સ્ટોરી કહે છે.

તે કહે છે કે મેં 10મું પૂરું કર્યા પછી જ સરકારી નોકરીની તૈયારી શરૂ કરી દીધી હતી. સરકારી નોકરીના ફોર્મ ભરવાનું શરૂ કર્યું. હું 12મા ધોરણમાં હતો ત્યાં સુધીમાં મારી એરફોર્સમાં પસંદગી થઈ ગઈ. ત્યારે ઉંમર 18 વર્ષની આસપાસ હતી.

મારે તાલીમ માટે શ્રીનગર જવાનું હતું. હું ઘરનો નાનો દીકરો છું, પિતાએ આટલી નાની ઉંમર હોવાથી એરફોર્સની નોકરી, ટ્રેનિંગ માટે જવાની ના પાડી. તેઓ મને આના કરતાં વધુ સારી નોકરી મળશે તેવી પ્રેરણા આપી.

તેમની સલાહ માનીને મેં એરફોર્સની નોકરી છોડી અને પછી તૈયારી શરૂ કરી. દરમિયાન, 12મા પછી મેં દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજમાં એડમિશન લીધું. કોલેજનો અભ્યાસ શરૂ થયો.

દીપક જ્યારે તેના કોલેજના દિવસોની વાત કરે છે. તે થોડો બ્રેક લઈને પછી તેના ચહેરા અને અવાજમાં આત્મવિશ્વાસ લાવીને કહે છે કે 'મેં ઘણાં નાનાં નાનાં કામો કર્યાં છે. તે કરવામાં શરમ શેની, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં લગભગ તમામ પરિવારો મધ્યમ વર્ગના હતા. દરેકનાં બાળકો કંઈક ને કંઈક કરી રહ્યાં હતાં.

અભ્યાસના ખર્ચને પહોંચી વળવા મેં રજાના દિવસોમાં દુકાને દુકાને જઈને પ્રેશર કૂકર વેચવાનું શરૂ કર્યું. જૂના મોબાઈલ વેચવાનું પણ કામ કર્યું હતું. એક મોબાઈલ વેચીને હું 200-300 રૂપિયા બચાવતો હતો.

દીપક એક મોંઘી કંપનીના ચશ્માં પહેરે છે, પરંતુ તે પણ એ દિવસો હતા, જ્યારે તે સિમ્પલ ટાંકાવાળો શર્ટ પહેરતા હતા. પગપાળા, સાઇકલ, બસમાં કોલેજ જતો. રેસ્ટોરન્ટમાં ખાવાના પૈસા નહોતા.

દીપક રામજસ કોલેજની કેટલીક યાદો કહે છે.

તે કહે છે કે મારા મિત્રો કાર, બાઇકથી કોલેજ આવતા હતા. ક્યારેક હું સાઇકલ પર કે મારા મોટા ભાઈની બાઇક પર કોલેજ જતો. નહીં તો હંમેશાં બસમાં જ જવું પડતું હતું.

મિત્રો મોંઘાં કપડાં પહેરીને કોલેજ આવતા. હું સામાન્ય કોલેજ ડ્રેસ પહેરીને જતો. ઘણી વખત એવું બનતું કે હું કોલેજના કોઈ ફંક્શન કે પાર્ટીમાં નહોતો જતો, કારણ કે મારી પાસે બીજાં કપડાં જ નહોતાં.

કોલેજની પાછળ કમલા નગર માર્કેટમાં મોટાં-મોટાં કેફે-રેસ્ટોરાં હતાં, જે આજે પણ છે. હું તે માર્કેટની તરફ ક્યારેય જતો જ નહોતો, કારણ કે મારી પાસે બર્ગર ખરીદવાના પણ પૈસા નહોતા.

જો આજે તમને તમારો દોસ્ત ખવડાવશે, તો કાલે તમારે પણ તેમને ખવડાવવું પડશે, તો ખર્ચ થશે. મારી પાસે એટલા પૈસા નહોતા. હું ઘરથી જે લંચ લઈને જતો, તે ખાતો અને લાઇબ્રેરી જતો રહેતો.

દીપકની લાઇફમાં એક સમય એ પણ આવ્યો, જ્યારે બે વર્ષ સુધી સતત તેમને નિષ્ફળતા મળતી રહી. એરફોર્સની નોકરી છોડવાનો પસ્તાવો પણ થતો હતો.

દીપક કહે છે કે બે વર્ષ સુધી મેં ઘણી કોમ્પિટેટિવ એક્ઝામ આપી, પરંતુ એકપણ ક્રેક કરી શક્યો નહીં. પસ્તાવો થવા લાગ્યો કે એરફોર્સની નોકરી છોડીને ભૂલ તો નથી કરી દીધી ને. પરંતુ તેના પછી એક-બે વર્ષ પછી વર્ષ 2008-2009માં મેં એક સાથે બેક-ટુ બેક ચાર-પાંચ એક્ઝામ ક્રેક કરી લીધી અને ફાઈનલી જેલરની જોબ લીધી.

જેલરની નોકરી કેમ?

દીપક કહે છે કે જો હું આજે શિક્ષક હોત કે બીજા કોઈ વિભાગમાં હોત તો મને કોણ જાણતું. આજે લોકો મને જેલર તરીકે ઓળખે છે. હવે જ્યાં મોટા કુખ્યાત ગુનેગારોને કેદ કરવામાં આવે છે તે જગ્યા જોખમોથી ભરેલી હોય જ.

દીપક મને તેના જિમમાં લઈ જાય છે, જ્યાં તેનો દિવસ શરૂ થાય છે.

દીપક કહે છે, 'આ 2012-13ની વાત છે. ત્યાં સુધીમાં સિંઘમ, દબંગ જેવી કેટલીક ફિલ્મો આવી ગઈ હતી, જેમાં પોલીસને ખૂબ જ ફિટ, સ્ટાઉટ બતાવવામાં આવી હતી. હું ત્યાં સુધી ખૂબ જ પાતળો હતો. આટલી પાતળી વ્યક્તિનો શર્ટ પણ ઢીલો રહેતો.

મેં વિચાર્યું કે રિયલ લાઈફનો કોપ સલમાન, અજય દેવગન જેવો કેમ ન હોઈ શકે. મેં મારા શરીર પર કામ કરવાનું શરૂ કર્યું. થોડાં વર્ષોમાં મારું વજન વધવા લાગ્યું. શરીરનો આકાર બદલાયો.

જેલર માટે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. મારી ફિટનેસના કારણે 2020માં મને નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ફાંસી આપવાની જવાબદારી સોંપવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા મારી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

મેં 72 કલાક ઊંઘ્યા વિના આ જવાબદારી પૂરી કરી. તે સમયે હું દિલ્હીની મંડોલી જેલમાં હતો. હું 2017-20 સુધી અહીં રહ્યો છું.

જ્યારે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા સુકેશ ચંદ્રશેખરને મંડોલી જેલમાં રાખવામાં આવ્યો હતો, આ માટે દીપકને દિલ્હીની તિહાર જેલમાંથી મંડોલી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

દીપક કહે છે, મારી ફિટનેસને કારણે જ મારા વરિષ્ઠ અધિકારીઓ માને છે કે હું આ કુખ્યાતને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકું છું અને રાખી શકું છું. એટલા માટે જ્યારે પણ લોરેન્સ બિશ્નોઈ, સુકેશ ચંદ્રશેખર જેવા ગુનેગારોને જેલમાં લાવવામાં આવે છે ત્યારે મને તેમના પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે.

દીપક શર્માને હવે ફિલ્મોની પણ ઓફર મળી રહી છે. અત્યાર સુધીમાં તેણે ત્રણ ફિલ્મો અને કેટલાંક ગીતોમાં કામ કર્યું છે. તેણે એક્ટર અક્ષયકુમાર સાથે કેટલાક રિયાલિટી શો પણ કર્યા છે.

દીપક કહે છે કે હવે મને સતત ફિલ્મો, રિયાલિટી શોની ઑફર્સ મળી રહી છે. હું ખાસ પરવાનગી સાથે આ વસ્તુઓ કરું છું. મને અભિનય કરવાની પણ મજા આવે છે.

આજે હું જેલરની સાથે સાથે ફિટનેસ કોચ, બોડી બિલ્ડર, એક્ટર પણ છું. મેં એવી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેની મેં કલ્પના પણ નહોતી કરી. સંઘર્ષને કારણે જ બધું શક્ય બન્યું છે, નહીંતર મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા નાના ગામમાં જન્મેલા બાળક માટે આ શક્ય બન્યું ન હોત.

દીપકે અક્ષય કુમાર સાથે કામ કર્યું છે.
દીપકે અક્ષય કુમાર સાથે કામ કર્યું છે.

વાંચો આવતા બુધવાર, 14 જૂને ખુદ્દાર કહાનીમાં…

18 વર્ષની ઉંમરે NDAમાં જોડાયા, 21 વર્ષની ઉંમરે એવો અકસ્માત થયો કે આખું શરીર કામ કરતું બંધ

'18 વર્ષની ઉંમરે NDAમાં પ્રવેશ મેળવ્યો. 3 વર્ષની તાલીમ દરમિયાન એક અકસ્માત થયો જેમાં મારી કરોડરજ્જુ તૂટી ગઈ. 2 વર્ષથી હોસ્પિટલમાં દાખલ હતા. નર્વસ સિસ્ટમ કામ કરવાનું બંધ કરે છે. ચહેરા સિવાય શરીરનો કોઈ ભાગ હલતો ન હતો. હું ઊડી પણ શકતો ન હતો.

કરોડરજ્જુની ઈજાને કારણે સૈન્યમાં જોડાઈ શક્યો નથી, પરંતુ હંમેશાં મારી જાતને સૈનિક માનું છું. અપંગ હોવા છતાં, ખતરનાક પાસ માર્સિમિક લા પર વિજય મેળવ્યો. આજે હું સેંકડો ગરીબ બાળકોને ભણાવું છું અને ઉછેર કરું છું. લોકો મને મોટા પ્લેટફોર્મ પર બોલાવે છે.

ખુદ્દાર કહાનીના આગામી એપિસોડમાં સંપૂર્ણ વાર્તા...

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links