- Gujarati News
- Dvb original
- Heartbreaking Stories Of Gujarat's Biggest Industrialists, Every Day From Tomorrow On Divya Bhaskar App
આવતીકાલથી નવી સિરીઝ ‘લક્ષાધિપતિ’:ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિઓની દિલધડક દાસ્તાન, કાલથી દરરોજ દિવ્ય ભાસ્કર એપ પર
- કૉપી લિંક

ગુજરાત પહેલેથી જ વેપાર, સાહસ અને સપનાંની ધરતી રહી છે. આ બહુરત્ના વસુંધરાએ એવા ઉદ્યોગપતિ આપ્યા છે, જેણે માત્ર અબજો રૂપિયાની સંપત્તિ જ નહીં, બલકે લોકોનો પ્રેમ પણ કમાયો છે. ગુજરાતની ધરતીમાંથી પેદા થયેલા આવા મુઠ્ઠી ઊંચેરા ઉદ્યોગપતિઓની લાઇફસ્ટોરીની એક ખાસ
આ સિરીઝમાં ગુજરાતને ઇસ્ટનું માન્ચેસ્ટર બનાવવામાં સિંહફાળો આપનારા કસ્તૂરભાઈ લાલભાઈ, વિજ્ઞાન અને ઉદ્યોગનો સેતુ બનનારા અંબાલાલ સારાભાઈ, ફાર્માસ્યુટિકલ્સ અને ઊર્જા ક્ષેત્રે બુલંદીઓ હાંસલ કરનારા યુ. એન. મહેતા, ‘નિરમા’ વૉશિંગ પાઉડર થકી દેશનાં ઘરેઘરમાં પહોંચનારા કરસનભાઈ પટેલ, ધરતી પર પગ રાખીને આભને આંબનારા ગૌતમ અદાણી અને ઝીરોમાંથી અબજો રૂપિયાનું સામ્રાજ્ય ખડું કરનારા ધીરુભાઈ અંબાણીનો સમાવેશ થાય છે.
આ સિરીઝ તેમના સંઘર્ષો, તેમણે કરેલાં ઇનોવેશન્સ, તેમનાં બુલંદ ઇરાદાઓ અને તેમની અજાણી પારિવારિક તથા કોર્પોરેટ ગાથા કહેશે.
સપનાંને હકીકત બનાવનારા ગુજરાતી ઉદ્યોગપતિઓની આ સિરીઝ ‘લક્ષાધિપતિ’ આવતીકાલે સોમવારથી દરરોજ સવારે 6 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર વાંચી શકશો.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















