Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

છૂટાછેડા-3
'પતિની સામે જ પત્ની અન્ય સાથે ફિઝિકલ રિલેશન માણે':'અમદાવાદ-વડોદરા-સુરતમાં ઓપન રિલેશન ટ્રેન્ડમાં', 'સેક્સ એજ્યુકેશનના અભાવને કારણે લગ્ન તૂટે છે'

અમદાવાદ1 વર્ષ પેહલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

એ પતિ-પત્નીનાં લગ્નને માત્ર 15 દિવસ જ થયા હતા અને તેઓ બંને ડિવોર્સ લેવા માગતાં હતાં. શરૂઆતમાં તેઓ ડિવોર્સ કેમ લેવા છે તે અંગે કંઈ જ કહેતાં કંઈ જ કહેતાં નહોતાં. થોડા સમયના કાઉન્સિલિંગ બાદ પત્નીએ દુઃખી સ્વરે એવું કહ્યું કે જ્યારે તેઓ હનિમૂન પર ગયાં હતા

.

આ શબ્દો છે, અમદાવાદનાં એડવોકેટ અલ્પા જોગીના. આજની જનરેશન ફિઝિકલ રિલેશનને કારણે પણ ડિવોર્સ લઈ રહી છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘છૂટાછેડા’ના આજના એપિસોડમાં આ વિશે જ વાત કરીએ. દિવ્ય ભાસ્કરે આ અંગે અમદાવાદના સિનિયર એડવોકેટ મિહિર લાખિયા, એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર, એડવોકેટ અલ્પા જોગી, વડોદરાના સિનિયર એડવોકેટ સબીહા સિંધી તથા સુરતના એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા સાથે આ મુદ્દે ખાસ વાત કરી હતી. આ ઉપરાંત સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી પાસેથી આ કેમ થઈ રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

'ઓપન રિલેશનશિપ ટ્રેન્ડમાં છે' સુરતનાં એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા સુરત-અમદાવાદની વાત કરતાં જણાવે છે, 'આજકાલ તો એવો ટ્રેન્ડ પણ છે કે પતિ કે પત્નીનું બહાર અફેર હોય અને બંનેને તેની જાણ હોય, પરંતુ તેઓ એમ માને છે કે આજે નહીં તો કાલે તે સુધરી જશે. જ્યારે પાર્ટનરને સામેના પાર્ટનરના અફેરની જાણ થઈ જાય પછી પતિ કે પત્નીને છૂટો દોર મળી જાય છે અને તે ઘરની તમામ જવાબદારીમાંથી ભાગી છૂટે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે ડિવોર્સ થઈ રહ્યા છે. આજકાલ લોકોને પહેલાંના સમયના લોકો જે શાંતિભર્યું જીવન જીવતા તે જીવવું પસંદ નથી. આજની પેઢીમાં ‘ફેડ અપ’ થઈ જવું (કંટાળી જવું) એક નવો શબ્દ આવ્યો છે. સમજણ તો બિલકુલ નથી. આજની જેન ઝી પેઢી ઓપન રિલેશનશિપમાં બહુ જ માને છે. ઓપન રિલેશનશિપ એટલે પતિ ને પત્નીના અન્ય કોઈ વ્યક્તિ સાથે રિલેશન હોય અન તેનો સ્વીકાર કરવાનો. સુરત-અમદાવાદ જેવા બિગ સિટીમાં ઓપન રિલેશનશિપ બહુ જ કોમન છે. આ ઉપરાંત અમદાવાદ-સુરતની હાઇ સોસાયટીમાં આજકાલ આ ટ્રેન્ડ જોવા મળે છે.'

'હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં અંદરખાને આ બધું જ ચાલે છે' વડોદરાનાં સિનિયર એડવોકેટ સબીહા સિંધીએ પણ વાતમાં સૂર મિલાવતાં કહ્યું, 'આજકાલ હાઇ સોસાયટીમાં ઓપન રિલેશનશિપનો એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ પ્રકારની રિલેશનશિપમાં પતિ કે પત્નીનું અફેર અન્ય સાથે હોય અને આ વાતની જાણ બંનેને હોય છે. આ પ્રકારની રિલેશનશિપમાં એવું છે કે પતિ કે પત્નીએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો સ્વીકાર કરીને જીવન પસાર કરવાનું. પહેલાં દિલ્હી, મુંબઈ, નોઇડા જેવા બિગ સિટીમાં જ આવું થતું હતું, પરંતુ હવે ગુજરાતમાં પણ આ કલ્ચર ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે. સાચું કહું તો આ થવા પાછળનું કારણ એ જ છે કે એલિટ મેરેજમાં બે પરિવાર એટલે કે બે બિઝનેસ કે કંપનીઓ ભેગી થાય છે. તેઓ બિઝનેસ અથવા તો સામાજિક મોભો વધારવા લગ્ન કરે છે, પણ તેઓ લગ્નજીવનથી ખુશ હોતાં નથી. ડિવોર્સ લેવા થોડા અઘરા છે એટલે ત્રાહિત વ્યક્તિ શોધે છે અને બંને પાર્ટનર્સને આ સામે વાંધો હોતો નથી. એવું નથી કે ઓપન રિલેશનશિપ હોવાથી તેમના લગ્નજીવનમાં કોઈ સમસ્યા આવતી નથી. સમસ્યા આવે એટલે તેઓ ડિવોર્સ લેવાનું નક્કી કરે છે, પરંતુ તેઓ કોર્ટમાં કે બીજે ક્યાંય પણ આ ઓપન રિલેશનશિપને ક્યારેય બહાર પાડતા નથી. હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં અંદરખાને આ બધું જ ચાલે છે.'

'પતિ કે પત્ની બેડરૂમમાં ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ બાંધે' એડવોકેટ શિવાની ચાહવાલાએ આંચકાજનક ટ્રેન્ડ અંગે વધુ વાત કરતાં કહ્યું, 'પતિ-પત્ની એક પાર્ટીમાં ફ્રેન્ડ્સ સાથે ભેગાં થાય. ત્યાં એક વ્યક્તિ (પછી તે સ્ત્રી કે પુરુષ હોઈ શકે)ને બોલાવવામાં આવે છે. પછી પતિ-પત્ની તે વ્યક્તિને લઈને પોતાના ઘરે જાય છે. બેડરૂમમાં પતિ આરામથી ખુરસી પર બેઠો હોય છે. બેડ પર પત્ની તે ત્રીજી વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશન માણે છે ને પતિ પોતાની નજર સામે આ બધું જ જુએ ને માણે છે. ફિઝિકલ રિલેશન પૂરા થાય કે પછી ‘ફર્સ્ટ રાઉન્ડ’ પતે એટલે તે વ્યક્તિ બહાર નીકળી જાય. બેડરૂમમાં મસ્ત માહોલ સેટ થઈ ગયો હોય છે. હવે પતિ પોતાની પત્ની સાથે ફિઝિકલ રિલેશન માણે છે.'

'અમદાવાદ-સુરતની હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં આવું ચાલે છે' 'તમને જાણીને આંચકો લાગશે કે આવું કરવાનું કારણ માત્ર એટલું જ કે રોજે રોજ એકના એક રૂટિનથી તેઓ કંટાળી ગયા હોય છે એટલે કે ફેડ અપ થઈ ગયા હોય. આ જ કારણે તેઓ ત્રીજી વ્યક્તિને પોતાના બેડરૂમમાં બોલાવે છે. આ ત્રીજી વ્યક્તિ અલગ-અલગ સ્ટાઇલમાં પત્ની કે પતિ સાથે ફિઝિકલ રિલેશન માણે છે અને ત્યારબાદ પતિ-પત્ની ફિઝિકલ રિલેશન માણે તો તેમાં એક્સાઇટમેન્ટ આવે. આ રીતે તેઓ લગ્નજીવન ચલાવે છે. આ માત્ર ને માત્ર અમદાવાદ-સુરતની હાઇ પ્રોફાઇલ સોસાયટીમાં જ છે. પતિ કે પત્નીની નજર સામે ત્રાહિત વ્યક્તિ સાથે રિલેશન બાંધવામાં આવે છે, આમાં પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો પાયો જ રહેતો નથી. પતિ કે પત્ની એકબીજા પર વિશ્વાસ કરી જ શકે નહીં. હવે થોડા મહિનાઓ બાદ પતિ કે પત્ની જ એકબીજા પર શંકા કરવા લાગે છે કે તે મારી પીઠ પાછળ અન્ય કોઈ સાથે સંબંધો રાખ્યા જ હશે. હવે આ લોકોને કેમ સમજાવવું કે તમે એકબીજાની સામે જ ત્રાહિત વ્યક્તિ સાથે કરો છો તો તમે કેવી રીતે એમ માની લો કે તે પીઠ પાછળ નહીં જ કરતાં હોય. પછી આ મુદ્દે તેમની વચ્ચે ઝઘડા થાય. ભારતીય સમાજ લગ્નને એક સંસ્કાર ને બે પરિવારોનું મિલન સમજતો હતો, પરંતુ આ પરંપરા હવે આજની પેઢીમાં જોવા મળતી નથી', તેમ શિવાની ચાહવાલાએ ઉમેર્યું હતું.

'પતિ કે પત્ની અનનેચરલ ડિમાન્ડ કરતાં હોય છે' સિનિયર એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'ઘણીવાર છોકરા-છોકરી પેરેન્ટ્સ સાથે ડિવોર્સ કેસ અંગે ચર્ચા કરવા આવતા હોય છે. જ્યારે તેમને કારણ પૂછવામાં આવે ત્યારે પેરેન્ટ્સ જોડે હોય એટલે તેઓ આ મુદ્દે વાત કરતા શરમાય છે. આ સમયે તેઓ પેરેન્ટ્સને બહાર મોકલીને આવી વાત જણાવતા હોય છે. આ સંજોગોમાં અમે એમની વાત સાંભળીએ છીએ. જોકે, સાચું કહું તો આ ફુલપ્રૂફ નથી. આમાં એક જ સાઈડનું વર્ઝન એટલે કે પતિ કે પત્ની બેમાંથી જે અમારી પાસે આવે તેનું જ વર્ઝન હોય છે. જ્યારે આ મુદ્દો અમે કોર્ટમાં રજુ કરીએ અને લખીએ કે પતિ-પત્ની વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ ભોગવી શકાય એવું રહ્યું નથી કે પછી ભોગવતા નથી. અનનેચરલ સેક્સની ડિમાન્ડ છે. ઘણીવાર આ બધી બાબતોમાં ખોટી રીતે બ્લેમ કરવાની વાત પણ બનતી હોય છે. માત્ર આને જ આધાર બનાવીને પિટિશનમાં કંઈ લખી શકાય નહીં. આની સાથે અન્ય કારણો પણ લખવા જ પડે. એ વાત સાચી કે આ એક ડિવોર્સ માટેનું કારણ જરૂરથી બને છે અને ઊભું થતું હોય છે.'

'સ્ત્રીની જરૂરિયાત ઘણા પુરુષો સમજી શકતા નથી' સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી આ અંગે વાત કરતાં કહે છે, 'ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ જૂના રીત રિવાજને કારણે અથવા તો એક પ્રકારના સામાજિક પ્રેશરને કારણે કે પછી સાંભળેલી વાતોને કારણે અમુક સ્ત્રીઓ કે પુરુષો અમુક જ પ્રકારના જૂના ખ્યાલોમાં બંધાઈને રહી જાય છે. તેમનામાં મનમાં એવું જ હોય છે કે ફિઝિકલ રિલેશન તો આમ જ કરાય, આમ ના જ કરાય. અમે ક્લિનિકમાં જે સમસ્યા જોઈ છે, તેમાં ફિઝિકલ રિલેશન દરમિયાન પાર્ટનર વચ્ચેનું કમ્યુનિકેશન થતું જ નથી. કોને કેવી જરૂરિયાત છે તે અંગે વાત જ થતી નથી અને પાર્ટનર એકબીજાને પૂછતાં પણ નથી. બસ એક મિકેનિકલ ફિઝિકલ રિલેશન થાય અને બંને અલગ પડી જાય. આ જ કારણે સમસ્યા ઊભી થાય છે. ઘણીવાર જોયું છે કે ફોર પ્લે કે આફ્ટર પ્લેમાં એકબીજા સાથે વાત કરવાની, ઇમોશનલી નજીક આવવાનું… જે સ્ત્રીની જરૂરિયાત છે તે ઘણા પુરુષો સમજી શકતા નથી.'

'આ મુદ્દે જજમેન્ટ વધુ પડતા જોવા મળતાં નથી' વધુમાં સિનિયર એડવોકેટ લાખિયા જણાવે છે, 'પતિનું જે રીતનું વર્તન હોય છે તે પત્નીને ગમતું હોતું નથી. પત્ની ઘણીવાર કહેતી હોય છે કે અનનેચરલ ડિમાન્ડ કરે છે. અમે પિટિશનમાં લખતા પણ હોઈએ છીએ. અલબત્ત, આવા કેસમાં સાચી વાત બહાર આવતી નથી. આવી મેટરમાં સાયકોલોજિસ્ટ કે સેક્સોલોજિસ્ટ કે સાયકાયટ્રિસ્ટને કન્સલ્ટ કરીને આગળ વધવું જોઈએ, કેમ કે જે સાચું હોય એ આમ જ બહાર આવશે. નાના નાના મુદ્દે ઊભાં થયેલાં કારણોમાં સ્ટ્રેસ પણ મહત્ત્વનું પરિબળ છે. આજકાલ જોબમાં પણ એટલો બધો સ્ટ્રેસ વધી ગયો છે, પછી પૈસાનો પ્રોબ્લેમ હોય. આ ઇફેક્ટ થાય તેની સીધી અસર ફિઝિકલ રિલેશન પર પડતી હોય છે. પ્રેમ પર પણ પડે છે. આ બધું એક તાંતણે જોડાયેલું છે. આ એવી વાત નથી કે કોઈ એક સવારે તમે ઊઠો, બેડરૂમમાં જાઓ અને શારીરિક સંબંધ બાંધો, આ આવી વાત નથી. આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે આજની તારીખે પણ કોર્ટ એ જોતી હોય છે. મોટા ભાગના કેસમાં કેવું થાય છે કે બંને પાર્ટી છેક હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર થતી હોય ત્યારે આ પ્રકારની વસ્તુઓ બહાર આવતી હોય છે. અલબત્ત, કોર્ટનાં ચાર-પાંચ વર્ષના ધક્કા ખાઈને જ લોકો એ હદે કંટાળી જાય છે કે પછી સંમતિથી ડિવોર્સ લેવા તૈયાર થઈ જાય છે. આ પ્રકારના કેસમાં કોર્ટના જજમેન્ટ આ જ કારણે વધુ પડતા જોવા મળતાં નથી.'

'છ દિવસના લગ્નજીવનમાં એકવાર પણ ફિઝિકલ રિલેશન બંધાયા નહીં' એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા અન્ય એક કિસ્સા અંગે કહે છે, 'મારી પાસે એક એવો કેસ આવ્યો હતો કે લગ્ન હજી થયાં હતાં ને માત્ર છ દિવસ જ પતિ-પત્ની સાથે રહ્યાં. છ દિવસમાં પતિ-પત્ની વચ્ચે કોઈ જાતના ફિઝિકલ રિલેશન બંધાયા નહોતા. પતિની ફરિયાદ હતી કે પત્નીને ફિઝિકલ રિલેશન રાખવા જ નહોતા. પત્નીનું એવું કહેવું હતું કે પતિ ફિઝિકલી ફિટ જ નહોતો કે તે ફિઝિકલ રિલેશન રાખી શકે. છ દિવસ બાદ પત્ની પિયર જતી રહી. ત્યારબાદ પતિ-પત્ની સાથે રહેવા તૈયાર નહોતાં એ રીતે ડિવોર્સ કેસ ફાઇલ કરવામાં આવ્યા. આ કેસ બે-અઢી વર્ષ ચાલ્યો. પછી પત્નીએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો. અંતે કોર્ટે સવા પાંચ લાખ રૂપિયા ભરણપોષણ આપવાની વાત કરી. ત્રણ વર્ષ બાદ પતિ-પત્નીએ પરસ્પર સંમતિથી ડિવોર્સ લીધા, પરંતુ સાડા પાંચ લાખ એલિમની તો આપવી જ પડી. બંને વચ્ચે અણબનાવ આ ફિઝિકલ રિલેશનને કારણે જ થયો. મેટર કોર્ટમાં ગઈ અને પછી બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું ને તેમણે પરસ્પર સમંતિથી ડિવોર્સ લેવા માટે તૈયાર કર્યા.'

'પતિ વિરુદ્ધ અનનેચરલ સેક્સની ડિમાન્ડ ક્રૂરતાની શ્રેણીમાં આવે' એડવોકેટ અલ્પા જોગી અન્ય કેસ અંગે વાત કરતાં કહે છે, 'પતિ વિરુદ્ધ પત્નીએ FIR કરી હતી. પતિ અને તેના માતા-પિતા સાબરમતી જેલમાં સાત દિવસ કસ્ટડીમાં હતાં અને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. FIRની નકલ વાંચતાં ખબર પડી કે પત્નીએ પતિ વિરુદ્ધ અનનેચરલ સેક્સના આક્ષેપો કર્યા હતા. પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો અને પત્ની એક મહિનાથી પણ વધુ સમયથી અલગ રહેતી હતી. આ જ કારણે મેડિકલી અનનેચરલ સેક્સની વાત સાબિત કરી શકાય નહીં. ઘણીવાર અનનેચરલ સેક્સની વાત કોર્ટમાં સાબિત કરવી અઘરી પડી જતી હોય છે. એલિગેશન મૂકવામાં આવે છે, પરંતુ તેને સાબિત કરવું કેવી રીતે?'

'પતિ-પત્નીએ એકબીજા વિરુદ્ધ સંતોષ આપી શકતા નથી તેવો આરોપ મૂક્યો' સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ આ અંગે એક કિસ્સા અંગે વાત કરતા કહે છે, 'એક કિસ્સામાં હસબન્ડે ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. પહેલું બાળક હતું અને બીજું બાળક IVFથી આવેલું. પતિ-પત્ની બંને વચ્ચે ફિઝિકલ રિલેશન ઘણા સમયથી નહોતા. હવે પતિએ કોર્ટમાં એવું કહ્યું કે અમારી વચ્ચે તો શારીરિક સંબંધો જ નથી. એ મને સંતોષ આપી શકતી નથી. પતિએ પત્ની પર ઘણાં એલિગેશન મૂક્યાં. હવે પત્ની પણ ગાંજી જાય એવી નહોતી. તેણે કોર્ટમાં જવાબ આપ્યો કે પતિના તો એક્સ્ટ્રા મેરિટલ સંબંધો હતા એટલે તેઓ તેની સાથે ફિઝિકલ રિલેશન માણતા નહોતા. પતિ એવું સાબિત કરવા માગતો હતો કે બંને વચ્ચે ફિઝિકલ રિલેશન નહોતા એટલે જ બીજું બાળક IVFથી કરાવવું પડ્યું. આ કેસ બે વર્ષ કોર્ટમાં ચાલ્યો અને પછી ડિવોર્સ થયા.'

'બાળકને કારણે સંમતિથી ડિવોર્સ લેવાનું સમજાવતા હોઈએ છીએ' 'સાચું કહું તો, પતિ-પત્ની આ મુદ્દે ડિવોર્સ ફાઇલ તો કરે, પરંતુ તેમને બાળક હોય તો પછી તેઓ આ મુદ્દાને કોર્ટમાં બહુ છંછેડતા નથી. કારણ કે આની સીધી અસર બાળક પર પડે છે. આજકાલ તો બારેક વર્ષનાં બાળકો પણ બહુ જ ઇન્ટેલિજન્ટ હોય છે. તેમને બધી જ ખબર પડતી હોય છે. હવે જો પતિ કે પત્ની આ મુદ્દાને પાયો બનાવીને પિટિશન ફાઇલ કરે, એલિગેશન કરે અને પછી આ જ મુદ્દે ડિવોર્સ પણ થઈ જાય. હવે જ્યારે બાળક મોટું થાય ત્યારે તે પેરેન્ટ્સના ડિવોર્સ કેમ થયા તે વાત જાણવા માગે અને પછી તે પિટિશન ને જજમેન્ટની કૉપી વાંચે ત્યારે તે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. આ જ કારણે અમે મોટાભાગે આ કિસ્સામાં પતિ-પત્નીને સમજાવતાં હોઈએ છીએ કે તેઓ સંમતિથી ડિવોર્સ લે એટલે ‘પેલી’ વાત પતિ-પત્ની વચ્ચે જ રહે. કહેવત છે ને કે બાંધી મુઠ્ઠી લાખની. આજકાલ નપુંસકતાને કારણે પણ પત્ની ડિવોર્સ કેસ ફાઇલ કરતી હોય છે', તેમ સિનિયર એડવોકેટ મિહિર લાખિયાએ ઉમેર્યું હતું.

'પોર્નોગ્રાફી મહત્ત્વનો ભાગ ભજવે છે' 'ઘણીવાર પોર્નોગ્રાફી પણ ડિવોર્સમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પોર્નોગ્રાફિક ફિલ્મો-વીડિયો જોયા બાદ લોકો એવું સમજે છે કે આ જ રીતે ફિઝિકલ રિલેશન માણવાના હોય અને આ જ સાચું છે. વાસ્તવમાં આવું શક્ય જ નથી પોર્નોગ્રાફીમાં ફેન્ટસી ને કાલ્પનિક વાતો વધારે હોય છે. રિયલમાં એવું કંઈ જ હોતું નથી. અનેક લોકો આ પ્રમાણે અનુસરવા જાય ને પાર્ટનરને આ રીતે કરાવવા જાય ત્યારે વાત ડિવોર્સ સુધી પહોંચે છે, કારણ કે પાર્ટનર પોર્નોગ્રાફી પ્રમાણે ફિઝિકલ રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ તે રિયલ લાઇફમાં ક્યારેય શક્ય નથી. સ્ત્રી ઇમોશનલી એટેચ્ડ હોય છે અને પુરુષ આ વાત ઘણીવાર સમજી શકતો નથી. વ્યક્તિઓના સપનામાં સેક્સ્યુઅલ ફેન્ટસી કંઈક અલગ જ પ્રકારની ચાલતી હોય છે. આ જ કારણે લગ્ન તૂટતા હોય છે', તેમ ડૉ. પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું.

'એડલ્ટરી ઇરાદાપૂર્વક હોય તો ક્રૂરતા ગણાય' એડવોકેટ ડૉ.અભીષ્ટ ઠાકર જણાવે છે, 'ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર કોલગર્લ્સ ફસાવે અને પછી પૈસા પડાવતા હોય છે. હવે જો યુવક પરિણીત હોય તો તે વધુ મુશ્કેલીમાં મુકાય છે. પૈસા તો જાય છે, પરંતુ પત્નીને જવાબ આપવો અઘરો થઈ પડે છે. આવા કિસ્સામાં મગજમારી વધી જાય છે અને પછી ડિવોર્સ કેસ ફાઇલ થાય છે. સોશિયલ મીડિયામાં આજકાલ AIથી જનરેટ કરેલા ફોટો ફરતા થાય છે. હું તો યુગલોને સલાહ આપીશ કે સો. મીડિયામાં AIથી બનેલા ફોટો છે કે સાચા? તે ખ્યાલ પણ આવતો નથી એટલે સો. મીડિયામાં ફરતા ફોટો પર વિશ્વાસ ના કરો. AI આબેહુબ લાગે તેવા નકલી ફોટો બનાવી શકે છે. AIને કારણે ઝઘડાઓ વધી ગયા છે. લગ્ન ના કર્યા હોય તો માત્ર બ્રેકઅપ જ થાય છે, પરંતુ લગ્ન થઈ ગયા તો વાત ડિવોર્સ સુધી પહોંચી જતી હોય છે. સો. મીડિયાને કારણે પણ ડિવોર્સ થવાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. સો. મીડિયામાં ત્રાહિત વ્યક્તિ સાથે ચેટ કરશો તો તમારા મનમાં એડલ્ટરી (વ્યભિચાર)નો ઇન્ટેન્શન રહેલો છે. સો. મીડિયા ન હોત તો બીજી કોઈ રીતે કર્યું હોત એ નક્કી છે.'

'નપુંસકતા કોર્ટમાં સાબિત કરી શકાય' એડવોકેટ મિહિર લાખિયાએ પતિ-પત્ની સંતોષ નથી આપતી શકતા તે કિસ્સા અંગે વાત કરતા જણાવ્યું, 'પતિ-પત્નીના નવા નવા લગ્ન થયાં હતાં. બંને વર્કિંગ હતાં. પત્નીની સતત એક જ ફરિયાદ રહેતી કે પતિ મને સંતોષ આપી શકતો નથી. સાચી વાત એવી હતી કે પત્ની જોબ અર્થે બેથી ત્રણ વર્ષ અમેરિકા રહેવા જતી રહી. ત્યાં તેના એક વિદેશી સાથે એક્સ્ટ્રા મેરિટલ સંબંધો હતા. પાછી ફરીને તેણે પતિ પર આવા આક્ષેપો કર્યા. પતિ આ વાત સ્વીકારવા જ તૈયાર નહોતો. પતિએ પણ પત્ની સામે સંતોષ આપી શકતી નથી તેવા આક્ષેપો કર્યા. કોર્ટમાં હવે આ કંઈ સાબિત થવાનું નહોતું. બંનેને સમજાવીને સંમતિથી ડિવોર્સ લેવાનું કહ્યું. આવા કિસ્સાઓ બને જ છે, પરંતુ કોર્ટમાં પુરવાર કરવા અઘરા છે. નપુંસકતા કોર્ટમાં સાબિત કરી શકાય, પરંતુ આ સંતોષ આપી શકતો કે શકતી નથી તે કોર્ટમાં ક્યારેય પુરવાર થાય નહીં.'

'ફાસ્ટ લાઇફ જવાબદાર છે' આ પાછળના કારણો અંગે એડવોકેટ મિહિર લાખિયા કહે છે, 'આજની લાઇફ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. સ્ટ્રેસ ને ટેન્શન વધી ગયું છે. દેખાદેખીની તો વાત જ થાય એમ નથી. પહેલાં પતિ-પત્નીને આખા પરિવાર પ્રત્યે પ્રેમ હતો. દરેક સંબંધને પૂરતો સમય આપવો પડે, પરંતુ આ સમય જ કોઈ પાસે નથી. પતિ-પત્ની માટે ફિઝિકલ રિલેશન મહત્ત્વના છે, પરંતુ તેને કારણે જ લગ્નજીવન ટકે તેવું પણ ના હોવું જોઈએ, પરંતુ આજકાલ આવું જોવા મળે છે.'

'ડિવોર્સ થયા નહોતા ને પત્નીએ બીજું પાત્ર શોધવાની શરૂઆત કરી' એડવોકેટ શિવાની રજનીકાંત ચાહવાલા એક કિસ્સા અંગે જણાવે છે, 'એક કપલનું લગ્નજીવન સાતેક વર્ષ ચાલ્યું. પતિ-પત્નીને કોઈ બાળક નહોતું. આ જ કારણે ઘરનાનું થોડું પ્રેશર હતું કે હવે બાળક આવે તો સારું. પછી પતિ-પત્ની ડોક્ટર પાસે ગયાં અને બધા ટેસ્ટ થયા. પછી બંનેનો ફર્ટિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં એવું આવ્યું કે પતિમાં ઝીરો મોટિલિટી હતી, એટલે કે તેનામાં સ્પર્મ કાઉન્ટ જ મળે નહીં. હાઇ પ્રોફાઇલ કેસમાં પતિ કે પત્ની તરત જ ફર્ટિલિટી ટેસ્ટ કરાવે. સામાન્ય ઘરમાં આવું થતું નથી. પત્નીએ પોતાની રીતે ખાસ્સા એવા અખતરા કર્યા હતા. આ લોઅર મિડલ ક્લાસ પરિવાર હતો. પતિની સચ્ચાઈની ખબર પડી એટલે પત્નીને પછી પતિની દારૂની કુટેવ ને મારપીટ બધું જ યાદ આવવા લાગ્યું. હવે પત્નીને થયું કે મારું જીવન તો સાવ બરબાદ થઈ ગયું. તેને એવું લાગવા માંડ્યું કે તે મા તો બની શકશે નહીં ને પતિએ એવું કોઈ સુખ પણ આપ્યું નથી. પત્નીએ ડિવોર્સ પહેલાં જ નવું પાત્ર શોધવાનું શરૂ કરી દીધું, પણ આ વાત પણ ખોટી જ છે. પતિ કે પત્નીની કોઈ બીમારી લાઇફ પાર્ટનરને પ્રોવોક કરે છે, પાર્ટનર હતાશ ને ઉદાસ થઈ જાય છે. એની લાઇફ એકદમ કંટાળાજનક બની ગઈ છે અને તે જ કારણે તે બહાર ફાંફાં મારતી હોય છે. આ બધી વસ્તુઓ ઇન્ટર્નલી કનેક્ટ થઈ જાય છે. ફિઝિકલ રિલેશન સારા ના હોય તો પાર્ટનર બહાર ખુશીઓ શોધવા લાગે છે.'

જેન ઝીના લગ્નજીવન અંગે વાત કરતાં એડવોકેટ શિવાની કહે છે, 'તેમનું લગ્નજીવન તો એકથી પાંચ વર્ષનું છે. પાંચ વર્ષ તો હજી પણ વધારે છે. એ લોકો તરત જ સામેના પાર્ટનરથી કંટાળી જાય છે. ડિવોર્સ આપે છે અને ‘મૂવ ઓન’ થઈ જવામાં માને છે. જેન ઝી જલ્દીથી એકબીજા પ્રત્યે ફેડ અપ થઈ જાય છે. આ ઉપરાંત આ પેઢીના લોકોને દારુ ને ડ્રગ્સની ટેવ છે. તમને આંચકો લાગશે પણ આ ટેવ માત્ર પતિને જ નહીં, પત્ની એટલે કે છોકરા-છોકરીઓ બંનેને હોય છે અને તેને કારણે પણ ડિવોર્સ થાય છે.'

'સેક્સ એજ્યુકેશનનો અભાવ મહત્ત્વનું કારણ' સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીના મતે, 'સેક્સ એજ્યુકેશનનો અભાવ એ કારણ છે. અલબત્ત, સેક્સ એજ્યુકેશન એટલે સાયન્ટિફિક એજ્યુકેશનની વાત થાય છે. એક કિસ્સામાં, પતિને એવું હતું કે પત્ની અમુક રીતે ફિઝિકલ રિલેશન માણે તો જ સંતોષ મળે. તો સામે પત્નીને આ રીતે ડિસકમ્ફર્ટ થતું. પત્ની આ વાતની સતત ફરિયાદ કરે, પરંતુ પતિ સાંભળે જ નહીં. પતિ એવું કહે કે તું તો મને કો-ઓપરેટ જ કરતી નથી. આ મુદ્દે બંને વચ્ચે સતત ઝઘડા થતા. પછી પત્નીએ ગાયનેકોલોજિસ્ટને આ વાત કરતાં તેમણે એમ કહ્યું કે આ રીત યોગ્ય નથી અને કાયદાકીય રીતે કરવું યોગ્ય નથી. એનલ સેક્સની ઈચ્છા પાર્ટનરને ના હોય તો બીજો પાર્ટનર દબાણ કરી શકે નહીં. ભારત દેશમાં આ લીગલી સ્વીકાર્ય નથી. આપણે ભલે એમ માનીએ કે મંદિરોની દીવાલ પર તો મૂર્તિઓ આ રીતે બતાવવામાં આવી છે, પરંતુ કાયદાની રીતે માન્ય નથી. મહત્ત્વની વાત છે સંમતિ. બેમાંથી એક પાર્ટનરની સંમતિ નથી તો સાવ સિમ્પલ ફિઝિકલ રિલેશન પણ સ્વીકાર્ય નથી. આ કપલને પછી સાયકો થેરપી આપવામાં આવી ને ધીમે ધીમે બંને વચ્ચે ફિઝિકલ માલ એડજસ્ટમેન્ટ હતું તેની બદલે પ્રોપર એડજસ્ટમેન્ટ થયુ ને તેમનું જીવન સીધા પાટે આવ્યું.'

'સમાજ માટે લાલબત્તી સમાન છે' એડવોકેટ મિહિર લાખિયા ભારતમાં લગ્નસંસ્થા સામે જોખમ હોવાની વાત કહીને જણાવે છે, 'જોખમ અત્યારે જ છે. જે પ્રમાણે ડિવોર્સ કેસ ફાઇલ થાય છે તે પ્રમાણે અંદાજે ભારતમાં આજે સિત્તેરથી એંસી લાખ ડિવોર્સના પેન્ડિંગ કેસો પડ્યા છે. અમદાવાદ સિટી ને ડિસ્ટ્રિક્ટમાં વિરમગામ ધોળકા અને ધંધુકા આવે અને તેના કેસોનું ફાઇલિંગ અલગ થાય છે. જૂન, 2024માં ગુજરાતમાં નવી 82 ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી. તમે જ વિચારો કે કોર્ટ પર કેટલું ભારણ હશે કે આટલી નવી કોર્ટ શરૂ કરવી પડી. આ સમાજ માટે લાલબત્તી તો છે જ અને આગળ જતાં ઘણી જ ખરાબ વસ્તુ છે. ઘણા કિસ્સામાં બાળક હોય તો તેનું ભરણપોષણ આપવામાં આવે તે યોગ્ય છે, પરંતુ ઘણા લોકોએ આને પૈસાનું એક સાધન બનાવી દીધું છે. પતિ-પત્ની બંને કેપેબલ હોય, કમાતાં હોય, પરંતુ બતાવી દેવાની દાનતને કારણે બંને વચ્ચે સમસ્યા થાય છે. કોર્ટમાં પણ ભારણ વધી ગયું છે. જજ દિવસ દરમિયાન એવિડન્સ રેકોર્ડ કરે, જુબાની, ક્રોસ હિયરિંગ, ફાઇનલ હિયરિંગ અથવા વચગાળાનુ હિયરિંગ, વિઝીટેશન રાઈટની અરજીનું હિયરિંગ તો એ આખા દિવસ દરમિયાન દસથી પંદર મેટર ચાલી શકે, કેમ કે દરેક મેટર પાછળ ટાઈમ આપવો પડે છે.'

'જેન ઝીએ ધીરજ રાખવાની જરૂર છે' એડવોકેટ ડૉ. અભીષ્ટ ઠાકર માને છે, 'જેન ઝી મોટાભાગે આઠ-નવ-દસ વર્ષના અફેર પછી લગ્ન કરે છે અને આ લગ્ન એક મહિનો પણ ટકતા નથી. જીવન ઘણું જ સુંદર છે અને જીવનનાં કિંમતી વર્ષો કોર્ટ પાછળ વેડફશો નહીં.' તો એડવોકેટ અલ્પા જોગી જણાવે છે, 'જેન ઝીની વાત કરું તો તેઓ કોઈ માથાકૂટમાં પડતા જ નથી. પતિ-પત્નીને બનતું નથી તો સીધા ડિવોર્સ. તેમને તો પૈસાની પણ પડી નથી. તેઓ એલિમની માટે પણ ઝઘડતા નથી. આ પેઢી તો લગ્નના બે મહિના પછી ફોન કરે કે અમને ફાવતું નથી તો અલગ થવું છે. શું કરી શકાય? ઘણીવાર તો અમે જ કોર્ટ મેરેજ કરાવ્યા હોય અને લગ્નના અઠવાડિયા પછી ફોન આવે કે હવે ફાવતું નથી તો અલગ કેવી રીતે પડાય. તેમને એ ખબર જ નથી કે ભારતમાં લગ્નના એક વર્ષ પહેલા ડિવોર્સ કેસ ફાઇલ થાય નહીં. છ મહિના કૂલિંગ પીરિયડ એટલે કે 18 મહિના પછી જ ડિવોર્સ મળી શકે. જોકે, જેન ઝી આટલી રાહ પણ જોવા તૈયાર નથી. તે તો બધું ફટાફટ માગે છે.'

'ડિવોર્સ એ સામાજિક સંકોચ નથી રહ્યા' સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી સ્પષ્ટ માને છે, 'જેન ઝીની સહનશક્તિ ઘટી ગઈ છે. ઇન્સ્ટાએ પણ રીલ સ્પીડમાં જોઈ શકાય તેવી સુવિધા કરી આપી છે એટલે કે જેન ઝીને બધું સ્પીડમાં જોઈએ. ડોપામીનને ઘણું જ મહત્ત્વ મળી ગયું છે એટલે કે લોકોના આનંદ ઝડપથી જોઈએ છે અને એટલી જ ઝડપથી કંટાળી પણ જાય છે. આજકાલ ડિવોર્સ એ સામાજિક સંકોચ જેવું પણ રહ્યું નથી. પહેલાં ડિવોર્સ થાય તો તે ખરાબ બાબત ગણાતી, પરંતુ હવે તેને ખરાબ ગણવામાં આવતું નથી. આ જ કારણે ડિવોર્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે.'

(આવતીકાલે છૂટાછેડા સિરીઝના ચોથા એપિસોડમાં વાંચો, પત્નીએ ડિવોર્સ કેસમાં પૈસા માગવાને બદલે ક્લબની મેમ્બરશિપ માગી તો અન્ય કેસમાં પત્નીએ વટમાં આવીને પતિને ડિવોર્સ આપવાની ચોખ્ખી ના પાડી, મહિલાઓ ડોમેસ્ટિક વાયોલન્સના કેસ મોટાભાગે ખોટાં જ કરતી હોય છે...)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links