- Gujarati News
- Dvb original
- A Thrilling Story Of Struggle From Vision To Victory Of The Architects Who Shaped Modern Gujarat
આવતીકાલથી નવી સિરીઝ ‘સ્વપ્નદૃષ્ટા’:આધુનિક ગુજરાતને ઘડનારા શિલ્પીઓની વિઝનથી વિજય સુધીની રોમાંચક સંઘર્ષગાથા
- કૉપી લિંક

ગુજરાતની ધરતી હંમેશાં આભને આંબતાં સપના જોનારાં અને તેને સાકાર કરનારાઓની જન્મભૂમિ રહી છે. જે વ્યક્તિઓએ માત્ર પોતાનું જ નહીં, પરંતુ આખા પ્રદેશ અને દેશનું ભવિષ્ય બદલી નાખ્યું. અશક્ય ને શક્ય કરી બતાવનારા આવા જ કેટલાક અસાધારણ વ્યક્તિત્વોની પ્રેરક ગાથાઓની
જેમના નેતૃત્વ હેઠળ ‘મહાગુજરાત આંદોલન’ ચાલ્યું અને આપણને આપણું સ્વતંત્ર ગુજરાત રાજ્ય મળ્યું તેવા ઇન્દુલાલ યાજ્ઞિક હોય, લોખંડી કરોજરજ્જુ ધરાવતા નખશિખ પ્રામાણિક અને અડગ સિદ્ધાંતોના પ્રણેતા મોરારજી દેસાઈ હોય, ભારતને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મૂકી આપનારા ઑરિજિનલ રોકેટ બોય ડૉ. વિક્રમ સારાભાઈ હોય, દેશમાં શ્વેતક્રાંતિ લાવનારા સવાયા ગુજરાતી એવા ડૉ. વર્ગીસ કુરિયન હોય કે પછી સંખ્યાબંધ સ્વપ્નદૃષ્ટાઓના સહિયારા સંઘર્ષથી સાકાર થયેલી મહત્ત્વાકાંક્ષી સરદાર સરોવર નર્મદા યોજના હોય, આ સિરીઝ આપણા ગૌરવશાળી ભૂતકાળ તરફ ફરીથી એક નજર નાખવાની અને તેમાંથી પ્રેરણા લઇને આપણું ભવિષ્ય ઘડવાની ક્વાયત બની રહેશે.
‘સ્વપ્નદૃષ્ટા’ સિરીઝ માત્ર ઇતિહાસ નથી, આ તો આત્મવિશ્વાસ, સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી દાસ્તાન છે. આવો, આપણા મહાન ‘સ્વપ્નદૃષ્ટા’ઓને ઓળખીએ અને તેમની વિરાસતને સાચવીએ. વાંચવા-જોવાનું ચૂકશો નહીં સોમવારથી દરરોજ સવારે 6 વાગ્યાથી આખો દિવસ દિવ્ય ભાસ્કર એપ પર, ‘સ્વપ્નદૃષ્ટા’ સિરીઝ...
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















