Sat, Nov 28, 2026Updated 02:17 PM IST
Google Preferred Source CTA

તમારા જીવનમાં પણ એક પછી એક મુશ્કેલીઓ આવે છે?:મહેનતું યુવક અને સંતની કથામાં છુપાયેલું છે પરેશાનીઓ સામે ટકવાનું રહસ્ય, જાણો વાર્તા

2 કલાક પેહલા
  • કૉપી લિંક

એક લોકકથા છે. જૂના સમયમાં એક ગામમાં એક યુવક ખૂબ મહેનતું અને સમજદાર હતો, પરંતુ તેની એક નબળાઈ હતી. તે નાનકડી મુશ્કેલીથી પણ ગભરાઈ જતો હતો. ક્યારેક આર્થિક તંગી તેને પરેશાન કરતી, તો ક્યારેક પરિવારની જવાબદારીઓ. ક્યારેક કામમાં નિષ્ફળતા મળતી, તો ક્યારેક પોતાના લોકોથી મનદુઃખ થઈ જતું. તે હંમેશાં એ જ વિચારતો રહેતો કે, આખરે તેના જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ શા માટે છે?

એક દિવસ તે ગામની બહાર રહેતા એક વૃદ્ધ સંત પાસે પહોંચ્યો. તેણે સંતને કહ્યું, "ગુરુદેવ! હું જીવનની મુશ્કેલીઓથી કંટાળી ગયો છું. મારી ઈચ્છા છે કે, મારા જીવનની બધી સમસ્યાઓ એકસાથે સમાપ્ત થઈ જાય. મને કોઈ એવો માર્ગ બતાવો, જેના દ્વારા હું હંમેશાં સુખી રહી શકું."

સંતે તેની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, "બેટા, તારે મારી એક નાનકડી મદદ કરવી પડશે. કાલે સવારે મારા બગીચામાં આવજે. ત્યાં તારે કેટલાક છોડની સંભાળ રાખવાની છે."

બીજી સવારે તે યુવક સંતના બગીચામાં પહોંચી ગયો. બગીચો ખૂબ મોટો હતો, ત્યાં ઘણા બધા વૃક્ષો અને છોડ લગાવેલા હતા. સંતે તેને પાણીથી ભરેલું એક વાસણ આપ્યું અને કહ્યું, "આ બધા છોડને પાણી આપજે, પરંતુ ધ્યાન રાખજે કે કોઈ છોડ સુકાઈ ન જાય. કોઈપણ છોડની માટી સૂકાઈ ન જવી જોઈએ."

મોહને આખો દિવસ છોડને પાણી આપ્યું. એક છોડને પાણી આપતો, ત્યાં બીજા છોડની માટી સૂકાવા લાગતી. તે એક તરફ ધ્યાન આપતો, ત્યાં બીજી તરફ કોઈ છોડ કરમાવા લાગતો. સાંજ સુધીમાં તે થાકી ગયો અને પરેશાન થઈને સંત પાસે પહોંચી ગયો.

સંતે પૂછ્યું, "બેટા, શું તું બધા છોડને એકસાથે લીલાછમ રાખી શક્યો?"

મોહને કહ્યું, "ના ગુરુદેવ! હું એક છોડની સંભાળ રાખતો, ત્યાં બીજો પાણી માંગવા લાગતો. બધાને એકસાથે સંભાળવું ખૂબ મુશ્કેલ હતું."

સંત સ્મિત કરીને બોલ્યા, "આ જ જીવનનું સત્ય છે. જીવનમાં મુશ્કેલીઓ પણ આ છોડ જેવી છે. એક સમસ્યા ઉકેલાય છે, ત્યાં બીજી સામે આવી જાય છે. તેનો અર્થ એ નથી કે જીવન દુઃખોથી ભરેલું છે, પરંતુ તેનો અર્થ એ છે કે જીવન સતત આગળ વધવાનું નામ છે."

તેમણે આગળ કહ્યું, "સમજદાર વ્યક્તિ તે નથી હોતો, જેના જીવનમાં કોઈ મુશ્કેલી ન હોય, પરંતુ તે હોય છે જે દરેક પરિસ્થિતિમાં ધૈર્ય જાળવી રાખે છે અને એક પછી એક સમસ્યાઓનું સમાધાન કરે છે."

તે યુવાનને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે નક્કી કર્યું કે હવે તે મુશ્કેલીઓથી ભાગશે નહીં, પરંતુ તેમનો સામનો કરશે.

તે દિવસ પછી તેણે દરેક સમસ્યાને એક પડકારની જેમ લેવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને જીવન પહેલાં કરતાં વધુ સારું થઈ ગયું.

પ્રસંગની શીખ

  • જીવનમાં સમસ્યાઓ આવવી સામાન્ય બાબત છે. મુશ્કેલીથી ગભરાવાને બદલે શાંત મનથી તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. યાદ રાખો, દરેક મુશ્કેલ પરિસ્થિતિ હંમેશા રહેતી નથી.
  • બધી મુશ્કેલીઓને એકસાથે દૂર કરવાનો પ્રયાસ તણાવ વધારે છે. સૌથી જરૂરી સમસ્યાને પહેલાં ઓળખો અને તેનો ઉકેલ શોધો. પછી ધીમે-ધીમે અન્ય સમસ્યાઓ પર ધ્યાન આપો.
  • દરેક કામનું પરિણામ તરત મળતું નથી. ઘણી વાર સફળતા મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી અને મહેનત કરવી પડે છે. તેથી ઉતાવળમાં ખોટા નિર્ણયો ન લો.
  • નકારાત્મક વિચારસરણી વ્યક્તિની હિંમત નબળી પાડે છે. દરેક પરિસ્થિતિમાં એ વિચારવાનો પ્રયાસ કરો કે તેમાંથી શું શીખી શકાય અને આગળ શું વધુ સારું કરી શકાય.
  • દિવસની શરૂઆત જરૂરી કામોની યોજના બનાવીને કરો. જે કામો વધુ મહત્વપૂર્ણ છે, તેમને પ્રાથમિકતા આપો. સમયનો યોગ્ય ઉપયોગ જીવનના તણાવને ઘણો ઓછો કરી શકે છે.
  • દરેક વ્યક્તિની પરિસ્થિતિઓ, ક્ષમતાઓ અને સંઘર્ષો અલગ-અલગ હોય છે. બીજાની સફળતા જોઈને પરેશાન થવાને બદલે પોતાની પ્રગતિ પર ધ્યાન આપો.
  • નિષ્ફળતા જીવનનો અંત નથી. તે આપણને પોતાની ભૂલો સુધારવાની તક આપે છે. ભૂલ થાય ત્યારે પોતાને દોષ આપવાને બદલે તેમાંથી શીખ લઈને ફરી પ્રયાસ કરો.
  • મુશ્કેલ સમયમાં પરિવાર અને સાચા મિત્રો માનસિક આધાર આપે છે. પોતાની સમસ્યાઓ પ્રિયજનો સાથે વહેંચો અને જરૂર પડે ત્યારે તેમની સલાહ લો.
  • સારું સ્વાસ્થ્ય વધુ સારા જીવન વ્યવસ્થાપનનો આધાર છે. પૂરતી ઊંઘ લો, સંતુલિત આહાર લો, નિયમિત કસરત કરો અને મનને શાંત રાખવા માટે ધ્યાન અથવા યોગ અપનાવો.
  • દરરોજ કંઈક નવું શીખવાનો અને પોતાની ખામીઓ સુધારવાનો પ્રયાસ કરો. નાની-નાની સારી આદતો સમય જતાં મોટા ફેરફારો લાવે છે.
.

    Local News

    Today Weather Update

    Our Group Site Links