Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

સ્વાતિ નક્ષત્રમાં ધનનો વરસાદ:વરસાદનાં પાણીનો આ પ્રયોગ સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનાં દ્વાર ખોલશે, જાણીતા એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી સમજો

4 મહિનો પેહલા
  • કૉપી લિંક

નક્ષત્ર મંડળમાં સ્વાતિ નક્ષત્ર ૧૫મું નક્ષત્ર છે અને રાહુ તેનો માલિક ગ્રહ છે. સ્વાતિ નક્ષત્ર દરમિયાન છીપમાં મોતી બને. સ્વાતિ નક્ષત્ર દરમિયાન દિવાળીમાં મા લક્ષ્મીની પૂજા આહવાન અને આગમન થાય. કેળનાં પત્તાં પર સ્વાતિ નક્ષત્રમાં પડેલું વરસાદનું ટીપું કપુર બની જાય.

કહેવાય છે કે સમગ્ર વર્ષ દરમિયાન ચાતક પક્ષી માત્ર સ્વાતિ નક્ષત્રમાં જ વરસાદનું પાણી પી પોતાની તરસ તૃપ્ત કરે છે. માં લક્ષ્મીના પિતા ભૃગુ અને અષ્ટ લક્ષ્મી -કુબેર આહવાનમાં સ્વાતિ નક્ષત્ર અને વરસાદનું મહાત્યમ અને મહત્ત્વ સમજાવતા કહે છે કે જે મનુષ્ય સ્વાતિ નક્ષત્ર દરમિયાન વરસાદનું પાણી એકત્ર કરી પોતાની તિજોરીમાં રાખે તે મનુષ્ય કુબેર ભંડારી અને સંપત્તિવાન થાય (આ સત્ય બાબતે શંકા રાખવી નહીં)

દર્શક મિત્રો તમે પણ નોધી લો વર્ષા ઋતુ દરમિયાન આવનારી તારીખ અને બની જાઓ સ્મૃદ્ધ/સુખી

સ્વાતિ નક્ષત્ર -વર્ષા ઋતુ પ્રથમ તારીખ ૨૧/૭/૨૦૨૬ મંગળવાર રાત્રે ૮.૫૩ શરૂ ૨૨/૭/૨૦૨૬ બુધવાર રાત્રે ૧૧.૦૬ પૂર્ણ

બીજી તારીખ અને સમય ૧૮/૮/૨૦૨૬ મંગળવાર સવારે ૫.૦૩ શરૂ ૧૯/૮/૨૦૨૬ બુધવાર ૬.૫૧ સવારે પૂર્ણ

कदली सीप भुजंग मुख स्वाति एक गुण तीन जैसी संगत कीजिए वैसे ही गुण दीन

drpanckaj@gmail.com

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links