Sun, Nov 22, 2026Updated 02:15 AM IST
Google Preferred Source CTA
  • Gujarati News
  • Dharm darshan
  • Daily Horoscope 22 November 2026 Sunday Rashifal In Gujarati; Taurus And Pisces Working Women Progress Leo Control Expenses

રવિવારનું રાશિફળ:વૃષભ અને મીન રાશિની વર્કિંગ વુમન માટે પ્રગતિના યોગ, સિંહ રાશિએ ખર્ચ પર કાબૂ રાખવો

4 કલાક પેહલા
  • કૉપી લિંક

ગુજરાતી પંચાંગ અનુસાર, 22 નવેમ્બર 2026, રવિવારના રોજ કારતક સુદ તેરસ છે. આ દિવસની ચંદ્ર રાશિ મેષ છે. રાહુકાળ સાંજે 04:28થી 05:49 સુધી રહેશે.

જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો…

પોઝિટિવ- થોડો સમય એકાંત અથવા આધ્યાત્મિક સ્થળ પર વિતાવવાથી શાંતિ મળશે. કોઈ પણ કામ કરતા પહેલા બીજા કરતા પોતાના મનનો અવાજ સાંભળો. તમારો અંતરાત્મા તમને યોગ્ય રસ્તે આગળ વધવાની પ્રેરણા આપશે. યુવાનોને પોતાના ભવિષ્યને લઈને કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળશે.

નેગેટિવ- પોતાના બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. બિનજરૂરી ખર્ચ પર રોક લગાવો. તથા ઉધાર સંબંધિત લેવડ-દેવડ કરવી પણ યોગ્ય નથી. ખૂબ વધુ મહેનત અને થાકના કારણે સ્વભાવમાં ચીડિયાપણું પણ રહી શકે છે. આના લીધે વગર કારણે થાક જેવી સ્થિતિ રહેશે.

વ્યવસાય- વ્યવસાયમાં અત્યારે કોઈ નવી પ્રવૃત્તિ પર અમલ કરવો યોગ્ય નથી. કોઈ પણ મુશ્કેલી આવે, ત્યારે ઘરના વરિષ્ઠ તથા અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. ઓફિસમાં પોતાના સહકર્મીઓ સાથે કેટલાક મતભેદ થઈ શકે છે. જોકે, તમારી કાર્યપ્રણાલી પર આની કોઈ ખરાબ અસર પડશે નહીં.

લવ- પતિ-પત્ની વચ્ચે ખુશનુમા સંબંધો રહેશે. પ્રેમ સંબંધોમાં સમય ન બગાડો.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. હવામાનની પ્રતિકૂળ ખાનપાન અને દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય પ્રભાવિત થશે.

લકી કલર- લાલ

લકી નંબર- 2

પોઝિટિવ- પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખો. કોઈની પાસેથી મદદની અપેક્ષા રાખ્યા વગર જાતે જ પોતાના કાર્યો પતાવવાનો પ્રયાસ કરો. આનાથી તમને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. તમારી ઉત્તમ વિચારશૈલી અને દિનચર્યા તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર લાવશે.

નેગેટિવ- કોઈ નજીકના સંબંધીના વર્તનથી મન થોડું વિચલિત રહી શકે છે. આની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. બીજાની વાતોમાં આવવાને બદલે પોતાના નિર્ણયો જાતે જ લો. સારું રહેશે કે પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો અને મસ્ત રહો.

વ્યવસાય- કારોબારી મામલાઓમાં આ સમયે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચો. વર્કિંગ વુમન માટે સમય અનુકૂળ છે, પરંતુ પોતાની કાર્યપ્રણાલીને કોઈની સામે વધુ શેર ન કરો. વિદેશ સંબંધિત વ્યવસાયમાં પણ શુભ તકો મળી શકે છે.

લવ- પારિવારિક સભ્યોની અંગત દિનચર્યામાં વધુ રોકટોક ન કરો. લગ્નેતર પ્રેમ સંબંધોમાં રુચિ ન લો.

સ્વાસ્થ્ય- અન્ય પ્રવૃત્તિઓની સાથે-સાથે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહેવું જરૂરી છે. તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા કાર્યપ્રણાલી જાળવી રાખવી તમને સ્વસ્થ રાખશે.

લકી કલર- બદામી

લકી નંબર- 9

પોઝિટિવ- દિનચર્યા વ્યવસ્થિત રહેશે. ભૂતકાળના કેટલાક અનુભવોમાંથી શીખીને વર્તમાનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરશો, અને ઘણા અંશે સફળ પણ થશો. ઘરેલું તથા વ્યવહારિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. સંબંધીઓની ઘરમાં અવરજવર રહેશે.

નેગેટિવ- નજીકના યુવા વ્યક્તિ સાથે કોઈ નાની વાતને લઈને મનદુઃખ થવાની આશંકા બનેલી છે. આના કારણે તમારા સ્વભાવમાં તણાવ અને ચીડિયાપણું રહેશે. પરંતુ ધીરજ જાળવી રાખવી જરૂરી છે કારણ કે આની અસર તમારા પરિવાર પર પણ પડી શકે છે.

વ્યવસાય- કારોબારમાં સ્ટાફના સહયોગથી તમારા કામ બનતા રહેશે. પરંતુ હરીફાઈ પણ રહેશે, તેથી કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની પણ જરૂર છે. ઓફિસમાં કોઈ સહકર્મીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે.

લવ- પારિવારિક વાતાવરણ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ જળવાઈ રહેશે. તથા સકારાત્મક ઊર્જા વ્યાપ્ત રહેશે.

સ્વાસ્થ્ય- ગેસ અને અપચાના કારણે પેટ ખરાબ રહી શકે છે. સુપાચ્ય ખાનપાન રાખવું આવશ્યક છે.

લકી કલર- ગુલાબી

લકી નંબર- 3

પોઝિટિવ- આજે કોઈ એવું કાર્ય થઈ શકે છે, જેની તમે આશા જ છોડી દીધી હતી. પરિવારજનો સાથે લાંબા ગાળાના વિષયો પર વિચાર થશે અને તમારું શાંતિપૂર્ણ વલણ તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. બાળકો પણ પૂરી રીતે શિસ્તમાં રહેશે.

નેગેટિવ- જમીન-સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. આ સમયે સામાજિક અને રાજકીય કાર્યોથી થોડું અંતર જાળવી રાખો. કારણ કે આમાં સમય બગાડવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત થશે નહીં. આ સમય પોતાના કાર્યોમાં જ ફોકસ રાખવાનો છે.

વ્યવસાય- વ્યવસાયમાં અત્યારે કોઈ નવું કાર્ય શરૂ ન કરો. જોકે, પબ્લિક ડિલિંગ, મીડિયા, માર્કેટિંગ વગેરે સંબંધિત વ્યવસાય ફાયદાકારક સ્થિતિમાં રહેશે. અતિશય કાર્યભારના કારણે ઓફિસનું કામ ઘરેથી પણ કરવાના લીધે અંગત કાર્યો સ્થગિત કરવા પડશે.

લવ- ઘરમાં તમામ સભ્યો પોતાના કાર્યો પૂરી જવાબદારીથી નિભાવશે. આનાથી પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે.

સ્વાસ્થ્ય- શરદી-ઉધરસ જેવી તકલીફ રહેશે. પ્રદૂષિત વાતાવરણથી પોતાનો બચાવ કરો. તથા પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખો.

લકી કલર- પીળો

લકી નંબર- 2

પોઝિટિવ- દિવસ ઘણી બધી પ્રવૃત્તિઓમાં તમને વ્યસ્ત રાખશે. સગા-સંબંધીઓ સાથે જોડાયેલા કોઈ વિવાદના મામલાને ઉકેલવામાં તમારો નિર્ણય સર્વોપરી રહેશે. જો ઘર બદલવા સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો, તો તેને તુરંત અમલમાં મૂકવાનો પણ પ્રયાસ કરો.

નેગેટિવ- બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી છે. ક્યારેક વધુ મેળવવાની ઈચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ બંને તમારા માટે નુકસાનકારક સાબિત થશે. સંયમ અને ધીરજ જાળવી રાખો.

વ્યવસાય- અટકેલા પ્રોડક્શન સંબંધિત કાર્યોમાં ગતિ આવશે. અડચણો છતાં કામ બનતા જશે. પરંતુ તમારા વ્યવસાયમાં ગતિ લાવવા માટે વધુમાં વધુ એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કાર્યમાં રુચિ ન લો.

લવ- પરિવારજનોનો એકસાથે સમય વિતાવવો સંબંધોમાં વધુ નિખાર લાવશે. પાર્ટનરને ઉપહાર ચોક્કસ આપો.

સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણથી પોતાનો બચાવ રાખો. ઈમ્યુન સિસ્ટમ મજબૂત રાખો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

લકી કલર- કેસરી

લકી નંબર- 4

પોઝિટિવ- દિવસ થોડા મિશ્ર પ્રભાવવાળો જ રહેશે, પરંતુ તમે વિવેક અને ચતુરાઈથી વિપરીત પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરી લેશો. મિત્ર અથવા નજીકના સંબંધીઓ સાથે સમય વિતાવવાની તક મળશે અને પરસ્પર વાતચીતથી મતભેદો પણ દૂર થશે.

નેગેટિવ- આ સમય ધીરજ અને સંયમથી વિતાવવાનો છે. ફાઈનાન્સ સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તેના પર યોગ્ય વિચાર-વિમર્શ ચોક્કસ કરો. પરંતુ નજીકના લોકોની પ્રવૃત્તિઓથી અજાણ પણ ન રહો. આ લોકો તમારી વિરુદ્ધ કોઈ અફવા ફેલાવી શકે છે.

વ્યવસાય- વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉત્તમ બનશે. તમારા સંપર્ક સૂત્રોને વધુ મજબૂત કરો, કારણ કે ભવિષ્યમાં તે ફાયદાકારક સાબિત થવાના છે. નોકરીયાતોને પોતાના કામમાં વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. સમયસર કોઈ ટાર્ગેટ પૂરો ન થવાથી તણાવ રહેશે.

લવ- જીવનસાથી કે પરિવારજનો સાથે સુખદ સમય પસાર થશે. સંબંધોમાં પણ નિકટતા જળવાઈ રહેશે.

સ્વાસ્થ્ય- સમસ્યાઓથી ગભરાશો નહીં. તણાવથી દૂર રહો. ધ્યાન અને મેડિટેશનમાં પણ થોડો સમય જરૂર વિતાવો.

લકી કલર- વાદળી

લકી નંબર- 5

પોઝિટિવ- કોઈ અટકેલા કે ઉધાર આપેલા પૈસાની વસૂલાત શક્ય છે. તમારી કાર્યપ્રણાલીથી લોકો થોડી વિપરીત ધારણા રાખી શકે છે. તેથી લોકોની પરવા કર્યા વગર પોતાના કાર્યો પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. પોતાની યોગ્યતા પર જ વિશ્વાસ રાખો. સફળતા તો અવશ્ય મળશે.

નેગેટિવ- કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામથી દૂર જ રહો. નહીંતર તમે પણ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. નજીકના સંબંધીઓ સાથે યોગ્ય તાલમેલ બનાવી રાખવાથી પરસ્પર પ્રેમ વધશે. પરંતુ આ માટે તમારે જ પ્રયાસ કરવા પડશે.

વ્યવસાય- વ્યવસાયમાં અત્યારે કોઈ પણ નવી યોજના અથવા કાર્યને અંજામ આપવાનો અનુકૂળ સમય નથી. તમારા વર્તમાન કાર્યો પર જ ધ્યાન આપો. કંઈક ને કંઈક અડચણો આવશે. પરંતુ ચિંતા ન કરો, ઉકેલ પણ મળી જશે. નોકરીયાતોને પોતાના કાર્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂર છે.

લવ- પતિ-પત્નીમાં પરસ્પર સહયોગાત્મક વલણ સંબંધોને મજબૂત કરશે. સાથે જ પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા જળવાઈ રહેશે.

સ્વાસ્થ્ય- વધુ મહેનત અને પરિશ્રમના કારણે પોતાની અંદર ઊર્જાનો અભાવ અનુભવશો. તણાવ લેવાથી બચો અને દેશી તથા આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો.

લકી કલર- વાદળી

લકી નંબર- 4

પોઝિટિવ- નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડવાને બદલે પોતાના અંગત તથા પારિવારિક કાર્યો પર ધ્યાન આપો. કારણ કે આજે લેવાયેલો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય તમારા ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવમાંથી પણ રાહત મળશે.

નેગેટિવ- વધુ વિચાર-વિમર્શ કરવાથી કોઈ ખાસ ઉપલબ્ધિ હાથમાંથી નીકળી પણ શકે છે. કોઈની જવાબદારી પોતાના પર લઈ લેવી એ પણ તમારા માટે જ મુશ્કેલીનું કારણ બની શકે છે, તેથી ક્ષમતા મુજબ જ મદદ કરો.

વ્યવસાય- વ્યવસાયમાં તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનતની જરૂર છે. તમારા સંપર્ક સૂત્રો સાથે સંબંધ મધુર રાખો. પ્રોપર્ટી સાથે જોડાયેલા વ્યવસાય સફળ રહેશે. વેપારમાં વિસ્તાર સંબંધિત યોજનાઓ હાલ પૂરતી સ્થગિત રાખો.

લવ- પરિણિત જીવનમાં ખુશહાલી રહેશે અને ઘરમાં પણ સુખ-શાંતિ રહેશે. લગ્નયોગ્ય વ્યક્તિઓ માટે પણ ઉત્તમ સગાઈનો પ્રસ્તાવ આવવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય- પેટ સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે, જેનું કારણ તમારી અવ્યવસ્થિત દિનચર્યા તથા ખાનપાન જ છે.

લકી કલર- કેસરી

લકી નંબર- 1

પોઝિટિવ- તમે તમારી કામ કરવાની શૈલી અને વ્યવસ્થામાં યોગ્ય પરિવર્તન લાવવાનો પ્રયાસ કરો, આનાથી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારી સકારાત્મક તથા સંતુલિત કાર્યપ્રણાલી દ્વારા ઘણા અંશે ઉકેલાઈ જશે. પરિવાર સંબંધિત કોઈ મુશ્કેલીમાં તમારી સલાહ મહત્વપૂર્ણ રહેશે.

નેગેટિવ- તમારી કોઈ યોજના ખોટી પડી શકે છે, ફાઈનાન્સ સંબંધિત મામલાઓમાં પણ કોઈના પર વધુ વિશ્વાસ ન કરો અને તેના પર ફરીથી વિચાર ચોક્કસ કરો. અતિશય ગુસ્સો તમારા સ્વાસ્થ્ય તથા તમારા કાર્યોમાં નુકસાનનું કારણ બની શકે છે. સંયમ અને ધીરજ જાળવી રાખવા જરૂરી છે.

વ્યવસાય- નોકરીયાતોને વધારાના કાર્યભારના કારણે વધુ કામ કરવું પડી શકે છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે. પોતાના કાર્યને ગંભીરતાથી અંજામ આપો. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન તમારા માટે ઉપયોગી સાબિત થશે. સહકર્મીઓની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખો.

લવ- પતિ-પત્નીના પરસ્પર તાલમેલથી ઘરમાં સુખદ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે.

સ્વાસ્થ્ય- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે. તમારી નિયમિત તપાસ કરાવો તથા શ્રેષ્ઠ સારવાર લો.

લકી કલર- લાલ

લકી નંબર- 5

પોઝિટિવ- જો ક્યાંય પેમેન્ટ વગેરે ફસાયેલું હોય, તો આજે તેના મળવાની યોગ્ય શક્યતા છે. યુવા વર્ગ ધ્યાન રાખે કે તેમને પોતાના કોઈ કાર્યમાં શાનદાર સફળતા પ્રાપ્ત થવાની છે, તેથી દરેક કામ ખૂબ જ સમજી-વિચારીને તથા મન લગાવીને કરો.

નેગેટિવ- બીજાના મામલામાં હસ્તક્ષેપ કરવો તમારા માટે પણ પરેશાનીઓ ઊભી કરી શકે છે, બહેતર રહેશે કે પોતાના કામથી જ મતલબ રાખો. ગુસ્સો કે ચીડિયાપણું પણ હાવી રહેશે. તમારે તમારી એનર્જીને પોઝિટિવ કરવાની જરૂર છે.

વ્યવસાય- માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે. કારોબારી હાલતમાં સુધારો આવશે. નાની-મોટી પરેશાનીઓ ઊભી થશે, પરંતુ સમય રહેતા તમે તે મુશ્કેલીઓ અને પરેશાનીઓનો ઉકેલ પણ શોધી લેશો. ઓફિસમાં તમારો ટાર્ગેટ પૂરો થઈ જવાથી બહુ જ શાંતિ અને રાહત અનુભવાશે.

લવ- પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી નોંકઝોંક રહેશે. પ્રેમી-પ્રેમિકા પોતાના સંબંધોમાં અવિશ્વાસની સ્થિતિ ન આવવા દે.

સ્વાસ્થ્ય- આળસ અને બેદરકારીના કારણે સુસ્તી જળવાઈ રહેશે. થોડો સમય આત્મમનન અને ચિંતન માટે વિતાવો.

લકી કલર- બદામી

લકી નંબર- 4

પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ અસમંજસનો ઉકેલ મળવાથી રાહત મળશે. અને તમે પોતાના દમ પર કોઈ ખાસ કામ કરવાની પણ ક્ષમતા રાખશો. ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી આસ્થા અને રુઝાન રાખવાથી તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે.

નેગેટિવ- યુવાનો નકામી મોજ-મસ્તીમાં સમય ન બગાડે. પ્રગતિ મેળવવા માટે પોતાના સ્વભાવમાં પરિપક્વતા લાવવી જરૂરી છે. ગેરકાયદેસર મામલાઓથી દૂર જ રહો. સંતાનની કોઈ પ્રવૃત્તિ તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી શકે છે.

વ્યવસાય- વ્યવસાયિક પ્રવૃત્તિઓ મન મુજબની રીતે ચાલતી રહેશે. પરંતુ પોતાની કાર્યપ્રણાલીમાં પણ થોડો બદલાવ ચોક્કસ લાવો. આત્મવિશ્વાસ જાળવી રાખો. કેટલાક લોકો હરીફાઈના કારણે તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, તેથી સચેત રહેવું પણ જરૂરી છે.

લવ- પતિ-પત્નીએ સંબંધોને મધુર બનાવી રાખવા માટે પરસ્પર તાલમેલ બહેતર બનાવવો જરૂરી છે. પ્રેમ સંબંધોમાં ગાઢતા રહેશે.

સ્વાસ્થ્ય- વ્યવસ્થિત દિનચર્યા રાખો તથા કસરત, યોગ વગેરે નિયમિત કરો. ભારે અને તળેલા-શેકેલા ખાનપાનના કારણે પેટ ખરાબ રહેશે.

લકી કલર- લીલો

લકી નંબર- 6

પોઝિટિવ- નકામી પ્રવૃત્તિઓમાં ગૂંચવાવાને બદલે પોતાના અંગત કાર્યો પર જ ધ્યાન આપો એટલે કે પોતાના વિશે જ વિચારો અને પોતાના માટે જ કામ કરો. ક્યારેક પોતાના વિકાસ માટે થોડું સ્વાર્થી બનવું પણ સારું છે. પોતાની પ્રતિભા અને યોગ્યતાઓને નિખારવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે.

નેગેટિવ- ઓનલાઈન ખરીદીમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તમારું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે કોઈ પણ દસ્તાવેજ કોઈને ન આપો. યુવા વર્ગ નકામી પ્રવૃત્તિઓમાં સમય ન બગાડે. વાહન સંબંધિત ખર્ચ વધશે.

વ્યવસાય- પોતાની વ્યવસાયિક પ્રવૃત્તિઓ વિશે કોઈની પણ સામે પોતાની યોજનાઓ શેર ન કરો. કારણ કે તમારી યોજનાઓનો કોઈ ગેરકાયદેસર ફાયદો ઉઠાવી શકે છે. કાર્યરત મહિલાઓ પોતાના કાર્યોમાં વધુ સફળતા પ્રાપ્ત કરશે. નોકરીમાં કોઈ સહકર્મી સાથે વાદ-વિવાદ થવાની સ્થિતિ બની રહી છે.

લવ- પરિવાર સાથે થોડો સમય એકસાથે હરવા-ફરવા કે ડિનર વગેરેનો પ્રોગ્રામ બનાવો. આનાથી સંબંધોમાં મધુરતા આવશે. યુવાનોના પ્રેમ સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ઉઠવાથી ચિંતા રહેશે. બ્લડ પ્રેશરથી પરેશાન વ્યક્તિઓ પોતાનું વિશેષ ધ્યાન રાખે.

લકી કલર- સફેદ

લકી નંબર- 9

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links