- Gujarati News
- Dharm darshan
- 28 November 2026 Numerology Horoscope; Number 1 And 7 Problems Will Be Solved, Marriage Proposals For Number 5 And 8
28 નવેમ્બરનું અંકફળ:અંક 1 અને 7ના જાતકોની સમસ્યાઓ ઉકેલાશે, અંક 5 અને 8ના જાતકોને લગ્નના યોગ
- કૉપી લિંક

અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી…

સમસ્યાઓનો ઉકેલ આવશે અને નવા કામો કરવાની તક મળી શકે છે. આવકમાં સુધારો થશે. યોજનાઓ સમયસર પૂર્ણ થશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. બપોરે વિચલિત કરનારા લોકો મળી શકે છે. કામથી મન ખિન્ન રહેશે. ઉત્સાહમાં અભાવ રહેશે. સાંજે વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. સંતાનનો સાથ મળશે અને કામો સફળ થશે. ડાબી આંખમાં તકલીફ થઈ શકે છે. પરિવારનો સાથ મળશે.
કરિયર: વેપાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. નોકરીમાં પ્રગતિના યોગ છે.
લવ: પ્રેમમાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે. વૈવાહિક જીવન સુખમય રહેશે.
લકી નંબર: 4-5-9
લકી કલર: કેસરી
શું કરવું: હનુમાનજી સામે ઘીનો દીવો પ્રગટાવો.

આત્મવિશ્વાસ વધશે, સાથે જ આક્રમક પણ બની શકો છો. ક્રોધની અતિશયતા રહેશે. કામ સમયસર થતા જશે. સરકારી પક્ષથી લાભ મળશે. બપોરે હરવા-ફરવા જવાની તક મળશે. શત્રુઓ પરાજિત થશે અને વિવાદિત મામલાઓમાં વિજયની સાથે આવક પણ સારી જળવાઈ રહેશે. સાંજે કેટલીક પરેશાનીઓ રહી શકે છે. મન ખિન્ન રહેશે અને આવકમાં અભાવ થઈ શકે છે. યાત્રા પર જવાનો યોગ પણ બનશે. રાત્રે એકલા ક્યાંય જવાનું ટાળવું.
કરિયર: વેપારમાં લોનની જરૂરિયાત પડી શકે છે. નોકરીમાં બીજાઓ કરતાં આગળ રહેશો.
લવ: પ્રેમમાં વ્યાકુળતા રહેશે. વૈવાહિક સાથીથી અંતર બની શકે છે.
લકી નંબર: 4-8-6
લકી કલર: વાદળી
શું કરવું: દુર્ગામાને લોટમાંથી બનેલી મીઠાઈ અર્પણ કરવી.

શરૂઆત જોરદાર થશે. આવક સારી બનશે, પરંતુ બિનજરૂરી શંકાઓ જળવાઈ રહેશે. પ્રતિષ્ઠિત લોકો સાથે હળવા-મળવાનું થશે. સહયોગ પ્રાપ્ત થશે અને કામ સમયસર થશે. બપોરે પણ અનુકૂળતા પ્રાપ્ત થશે. કામ ઝડપથી ચાલતા રહેશે અને સ્થાવર મિલકતથી લાભના એંધાણ બનશે. કામ સફળ થશે. ઉત્સાહ જળવાઈ રહેશે. સાંજે પોતાના પ્રયાસોથી સફળતા પ્રાપ્ત કરશો. આવક સારી જળવાઈ રહેશે. પરિવારમાં એકતા રહેશે. શુભ સમાચારો પ્રાપ્ત થશે.
કરિયર: કારોબારમાં તેજી રહેશે. નોકરી બદલવાનો વિચાર આવશે.
લવ: વૈવાહિક સાથીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. પ્રેમમાં વિવાદ થશે.
લકી નંબર: 4-5-7
લકી કલર: લાલ
શું કરવું: મા દુર્ગાને કાચા દૂધનો પ્રસાદ ધરાવો.

માનસિક પરેશાની રહેશે. કામમાં વિલંબ અને આવકમાં ઘટાડો થઈ શકે છે. ખર્ચ પણ વધારે થશે. અન્ય લોકોનો વ્યવહાર વિચલિત કરનારો હોઈ શકે છે. બપોરે પ્રસન્નતા પ્રાપ્ત થશે. સફળતાઓ મળશે અને આવકમાં પણ વધારો થશે. સહયોગની અપેક્ષાઓ પૂર્ણ થશે. પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. સાંજે ભાગ્ય મજબૂત બનશે અને સરકારી પક્ષથી લાભ મળશે. કોઈ મહત્વપૂર્ણ પદ પણ પ્રાપ્ત થઈ શકે છે. કામ સમયસર બનશે અને ખુશીઓની પ્રાપ્તિ થશે.
કરિયર: કારોબારમાં સરકારી અડચણો આવી શકે છે. નોકરીમાં કામની અતિશયતા રહેશે.
લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમમાં ગૂંચવણ થઈ શકે છે.
લકી નંબર: 4-9-8
લકી કલર: પીળો
શું કરવું: ગણેશજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો.

ઘણા સમયથી આવી રહેલી સમસ્યાઓનો અંત આવશે. કામમાં નવા કરાર થઈ શકે છે. યાત્રાઓ સફળ થશે અને કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરવાનો યોગ છે. નાણાંની આવક સારી જળવાઈ રહેશે. બપોરે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ખર્ચની અતિશયતા રહેશે અને તણાવ જળવાઈ રહેશે. સમય પણ બિનજરૂરી કામમાં વેડફાશે. સાંજે સફળતા અપાવનારો સમય રહેશે. આવકમાં વધારા સાથે સહયોગ પણ પ્રાપ્ત થશે. સફળતાઓ પ્રાપ્ત થશે.
કરિયર: વેપારમાં નવા સોદા થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનની વાતો થશે.
લવ: પ્રેમમાં બિનજરૂરી ચિંતાઓ થઈ શકે છે. અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવો મળશે.
લકી નંબર: 4-6-9
લકી કલર: જાંબલી
શું કરવું: શિવજીને ફળ ધરાવો.

ભાગ્યનો સાથ મળશે અને નાણાંની આવક સારી જળવાઈ રહેશે. પોતાના કરતાં બીજાઓની ચિંતા વધારે રહેશે. સંકોચ કરવો નુકસાનકારક રહેશે. ક્રોધની અતિશયતા પણ રહેશે. સરકારી તંત્રથી લાભ થશે. બપોરે ધનની પ્રાપ્તિ થશે. સફળતાઓ પ્રાપ્ત થશે અને અટકેલા કામોમાં ઝડપ આવશે. સંપર્કનો લાભ પણ પ્રાપ્ત થશે. સાંજે મુશ્કેલીઓ આવી શકે છે. આવક અને અન્ય કામોમાં અડચણ આવી શકે છે.
કરિયર: વેપારલક્ષી સંબંધોનો લાભ પ્રાપ્ત થશે. નોકરીના સ્થળે વિવાદ થઈ શકે છે.
લવ: પરિવારમાં આંતરિક કલેશ થઈ શકે છે. સંતાન તરફથી સ્નેહ પ્રાપ્ત થશે.
લકી નંબર: 1-3-4
લકી કલર: કથ્થઈ
શું કરવું: ગણેશજીને ખીરનો પ્રસાદ ધરાવો.

આજે આવક તો પ્રાપ્ત થશે, પરંતુ મુશ્કેલીઓ ઓછી નહીં થઈ શકે. નિરાશાનો ભાવ હાવી થઈ શકે છે. ચિંતાઓ વધારે રહેશે અને તણાવ ઓછો નહીં થાય. બપોરે કામની અતિશયતા રહેશે અને સહયોગ પ્રાપ્ત થશે. આવક પણ સારી જળવાઈ રહેશે. સાંજે કોઈ મોટી મુશ્કેલીનો ઉકેલ મળવાની સંભાવના છે. શત્રુઓ નાકામ થશે. દેખાડામાં ખર્ચ પણ વધારે થશે. આવક સારી જળવાઈ રહેશે અને અટકેલા નાણાં પ્રાપ્ત થશે.
કરિયર: વેપારલક્ષી યાત્રાનો યોગ છે. નોકરીમાં મુશ્કેલી આવી શકે છે. અધિકારીઓ નારાજ થઈ શકે છે.
લવ: પ્રેમમાં અન્ય લોકોની દખલગીરી રહેશે. વૈવાહિક જીવનમાં કડવાશ સમાપ્ત થશે.
લકી નંબર: 4-2-9
લકી કલર: સફેદ
શું કરવું: હનુમાનજીને કેળાનો પ્રસાદ ધરાવો.

સવારના સમયે બધું જ સારું રહેવાની સંભાવના છે. ગુપ્ત શત્રુઓની ચાલ નિરર્થક થશે અને તાકાતમાં વધારો થશે. આવક ઉત્તમ જળવાઈ રહેશે અને યાત્રાઓ સફળતા અપાવનારી રહેશે. સંતાન અનુકૂળ રહેશે. બપોરે નિરાશાજનક સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈની સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. કામમાં વિલંબ થશે. સાંજનો સમય સૌથી સારા દિવસોમાંનો એક રહેશે. યોજનાઓ સફળ થશે. આવકમાં વધારો થશે. સહયોગ પ્રાપ્ત થશે.
કરિયર: વેપારમાં નુકસાન થઈ શકે છે. નોકરીમાં સંભાળીને કામ કરવું.
લવ: અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવો મળશે. પ્રેમમાં નિરાશા મળી શકે છે.
લકી નંબર: 4-3-8
લકી કલર: વાદળી
શું કરવું: ગણેશજીને લાલ પુષ્પ અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવો.

કામની ઝડપ ધીમી અને આવક ઓછી જળવાઈ રહેશે. ઉત્સાહનો અભાવ રહેશે. સમય બગડશે. બપોરથી આવકમાં વધારો થવાની સંભાવના છે. યાત્રાનો યોગ છે, અને વિદેશ જનારાઓની અડચણો સમાપ્ત થશે. સંતાન તરફથી સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. સાંજે ફરીથી ચિંતાઓ રહેશે. કામની ઝડપ ઓછી થશે અને વિરોધીઓ હાવી થવાનો પ્રયાસ કરશે. રાત્રે ખુશીના સમાચાર મળશે. ધન આગમન થશે. પરિવાર સાથે રહેવાની તક મળશે.
કરિયર: વેપાર ધીમો રહેશે. નોકરીમાં અડચણો આવશે.
લવ: પ્રેમમાં નિરાશા મળી શકે છે. વૈવાહિક જીવન સંતોષપૂર્ણ રહેશે.
લકી નંબર: 4-7-9
લકી કલર: ગુલાબી
શું કરવું: હનુમાનજીને નાળિયેર અર્પણ કરવું.
















