- Gujarati News
- Business
- LIC Jeevan Utsav Policy: Get Guaranteed Income & Life Cover | 2026
LICની સ્કીમમાં 5 વર્ષ પ્રીમિયમ ભરો પછી જીવનભર કમાણી:દર મહિને ગેરેન્ડેટ ઈન્કમનો લાભ, પોલિસીધારકોને રિસ્ક કવરની સાથે મળશે લોનની સુવિધા
- કૉપી લિંક

જો તમે નિવૃત્તિ પછીના ખર્ચાઓને લઈને ચિંતિત છો અને જીવનભર આવક મેળવવા માંગો છો, તો આજે અમે LICની એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે પાંચ વર્ષ સુધી પ્રીમિયમ જમા કરીને જીવનભર કમાણી કરી શકો છો.
LICની આ યોજના જીવન ઉત્સવ પોલિસી છે. આ પ્લાનમાં પોલિસીધારકો માટે અનેક પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે. આ એક નોન-લિંક્ડ અને નોન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત જીવન વીમા યોજના છે. તેનો અર્થ એ છે કે તેના લાભો શેરબજારના રિટર્ન પર આધારિત નથી. આ યોજના હેઠળ પોલિસીધારકોને રિસ્ક કવર પણ આપવામાં આવે છે.

પ્રીમિયમ જમા કરવાની અવધિ
આ સ્કીમ હેઠળ 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવે છે. તેનો ન્યૂનતમ બેઝિક સમ અશ્યોર્ડ 5 લાખ રૂપિયા છે. જો 30 વર્ષનો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયાનું બેઝિક સમ અશ્યોર્ડ ઇચ્છે છે અને તે 5 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરે છે, તો પાંચ વર્ષના વિકલ્પમાં વાર્ષિક પ્રીમિયમ 1,10,150 રૂપિયા હશે.
જો તે 8 વર્ષનો વિકલ્પ પસંદ કરે છે, તો આ રકમ 72,600 રૂપિયા, 12 વર્ષના વિકલ્પમાં વાર્ષિક પ્રીમિયમ 44,275 રૂપિયા અને 16 વર્ષના વિકલ્પમાં 30,025 રૂપિયા હશે.
10 ટકા વાર્ષિક આવક
આ પોલિસીના નિયમિત આવક લાભ વિકલ્પ હેઠળ પોલિસીધારકોની વાર્ષિક આવક સમ અશ્યોર્ડના 10 ટકા હશે. 5 લાખ રૂપિયાના બેઝિક સમ અશ્યોર્ડ પર આ આવક વાર્ષિક 50 હજાર રૂપિયા હશે. પ્રીમિયમ ચૂકવવાનો સમયગાળો 5 વર્ષ હોવા પર આવક પોલિસીના 11મા વર્ષથી શરૂ થઈ જાય છે. આ આવક પોલિસીધારકને જીવનભર મળતી રહે છે.
ગેરેન્ટેડ વધારાની આવક
LIC જીવન ઉત્સવમાં પોલિસીની શરતો અનુસાર, પ્રીમિયમ ચૂકવવાની અવધિ દરમિયાન ગેરેન્ટેડ વધારાની આવક મળે છે. પોલિસીના દરેક પાત્ર વર્ષમાં બેઝિક સમ અશ્યોર્ડના દરેક 1000 રૂપિયા પર 40 રૂપિયાનો વધારો ઉમેરાય છે. 5 લાખ રૂપિયાના બેઝિક સમ અશ્યોર્ડ પર દરેક પાત્ર વર્ષમાં ગેરેન્ટેડ વધારાની રકમ 20,000 રૂપિયા સુધી પહોંચી જાય છે.

LIC જીવન ઉત્સવ પોલિસી વિલંબિત અને સંચિત ફ્લેક્સી આવક લાભો પર વાર્ષિક 5.5 ટકાના દરે વ્યાજ ચૂકવશે. આ ઉપાડની ગણતરી સરન્ડર અથવા મૃત્યુની તારીખ સુધીના સંપૂર્ણ મહિના માટે વાર્ષિક ધોરણે કરવામાં આવશે, જે વહેલું હોય તે મૂજબ. પોલિસીધારક રકમના 75% સુધી ઉપાડી શકે છે, જેમાં વ્યાજ પણ સામેલ છે.
આ પોલિસીમાં પોલિસીધારકોને સર્વાઇવલ બેનિફિટ, મેચ્યોરિટી બેનિફિટ, એક્યુમ્યુલેટેડ બેનિફિટ, ડેથ બેનિફિટ મળે છે.
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એક ભારતીય બહુરાષ્ટ્રીય જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે ભારતની સૌથી મોટી વીમા કંપની તેમજ સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર છે.
---------------------------
આ સમાચાર પણ વાંચો:
શું 1 દિવસ EMI મોડો ભરવાથી સિબિલ ખરાબ થાય છે:બેંકો દર અઠવાડિયે ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ મોકલે છે; ઑટો-ડેબિટ ફેલ જાય તો તરત કરો આ 3 કામ

જો તમે લોન EMIની ડ્યુ ડેટ ભૂલી ગયા છો અને પેમેન્ટ 1 દિવસ મોડું થઈ ગયું છે, તો તમારા મનમાં સૌપ્રથમ સવાલ આવે છે કે શું તેના કારણે સિબિલ/ક્રેડિટ સ્કોર તરત જ ઘટી જશે? જવાબ છે- ક્રેડિટ સ્કોર પર તરત મોટી અસર ભલે ન પડે, પરંતુ પેનલ્ટી અને લેટ ફીથી બચવું મુશ્કેલ છે.
ઘણીવાર બોરોઅર્સ એવું માની લે છે કે 1 દિવસના વિલંબને બેંક અવગણી દેશે અથવા ગ્રેસ પિરિયડ મળ્યા બાદ લેટ-પેમેન્ટ ચાર્જિસ લાગશે નહીં. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નિયમો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લોન પેમેન્ટમાં 1 દિવસનો વિલંબ પણ તમારા અકાઉન્ટને ઓવરડ્યુ કેટેગરીમાં મૂકી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
















