Mon, Nov 16, 2026Updated 02:41 PM IST
Google Preferred Source CTA

બજેટના દિવસે સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ:ચાંદી બે દિવસમાં ₹1.36 લાખ સસ્તી, ₹2.65 લાખ થઈ, સોનું ₹31,000 ઘટીને ₹1.38 લાખ થયું, પ્રોફિટ બુકિંગને કારણે ભાવ ઘટ્યા

9 મહિનો પેહલા
  • કૉપી લિંક

ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય તે પહેલા વાયદા બજારમાં ચાંદી 26 હજાર રૂપિયા (9%) ગગડી ગઈ.

1 કિલો ચાંદીનો ભાવ 2.65 લાખ રૂપિયા પર આવી ગયો. સોનામાં પણ 12 હજાર રૂપિયા (8%) નો ઘટાડો છે. 10 ગ્રામ સોનું 1.38 લાખ રૂપિયા પર આવી ગયું છે.

ઝવેરી બજાર આજે બંધ, 30 જાન્યુઆરીએ ચાંદી 40 હજાર ઘટી

ઝવેરી બજાર (સર્રાફા બજાર) આજે બંધ છે. આ પહેલા 30 જાન્યુઆરીએ ચાંદી 40,638 રૂપિયા અને સોનું 9,545 રૂપિયા સસ્તું થયું હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, એક કિલો ચાંદી 3,39,350 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,65,795 રૂપિયા પર આવી ગયો છે.

બે દિવસમાં સોનું ₹31 હજાર અને ચાંદી ₹1.36 લાખ સસ્તી

  • વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં બે દિવસમાં 31 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.
  • 29 જાન્યુઆરીએ તે 1.69 લાખ રૂપિયા પર પહોંચી ગયું હતું, જે આજે 1.38 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે.
  • ચાંદીની કિંમતમાં 1.36 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. 29 જાન્યુઆરીએ તે 4.01 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી, જે આજે 2.65 લાખ રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.

ગોલ્ડ અને સિલ્વર ETF 15% સુધી ગગડ્યા

સોના અને ચાંદીના ભાવમાં MCX પર આવેલા આ ઘટાડાની સીધી અસર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) પર પણ પડી. ગોલ્ડ ETF રવિવારે શરૂઆતી ટ્રેડિંગમાં જ 8% સુધી ગગડી ગયા. જ્યારે, સિલ્વર ETF માં 15% સુધીનો ઘટાડો જોવા મળ્યો.

સોના-ચાંદીમાં ઘટાડાના 2 કારણો

પ્રોફિટ બુકિંગ: સોના-ચાંદીની કિંમત તાજેતરના દિવસોમાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ હતી, જેના પછી રોકાણકારોએ મોટા પાયે પ્રોફિટ બુક કર્યું.

ફિઝિકલ ડિમાન્ડમાં ઘટાડો: ઓલ ટાઈમ હાઈ પછી ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી, સાથે જ ઔદ્યોગિક વપરાશ અંગેની ચિંતાઓ પણ વધી.

માર્જિન વધવાથી સોના-ચાંદીની કિંમતો પર દબાણ

સેબી (SEBI) રજિસ્ટર્ડ કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જ (CME) એ કોપર પછી હવે સોના અને ચાંદી પર પણ માર્જિન મની વધારી દીધી છે.

સોના પર માર્જિન 6% થી વધારીને 8% કરી દેવામાં આવ્યું છે. ચાંદી પર માર્જિન 11% થી વધારીને 15% કરી દેવામાં આવ્યું છે. માર્જિન વધવાથી કિંમતો પર દબાણ જળવાઈ રહેવાની શક્યતા છે. માર્જિન શું છે અને તેનાથી ભાવ કેમ ઘટે છે?

કોમોડિટી માર્કેટમાં જ્યારે કોઈ મોટો સોદો કરે છે, ત્યારે તેણે પૂરા પૈસા તરત જ આપવાના હોતા નથી. તેણે કુલ કિંમતનો એક નાનો ભાગ સિક્યોરિટી તરીકે જમા કરાવવો પડે છે, જેને 'માર્જિન' કહેવામાં આવે છે. માર્જિન વધવાનો અર્થ એ છે કે હવે ટ્રેડર્સને (વેપારીઓને) વધારે પૈસા લગાવવા પડશે.

ઘણા ટ્રેડર્સ એવા હોય છે જેમણે પહેલાથી ખરીદી કરેલી હોય છે. માર્જિન વધતા જ એક્સચેન્જ તેમની પાસે વધારાના પૈસા માંગે છે. જો તેમની પાસે તરત પૈસા ન હોય, તો તેમણે પોતાનું સોનું કે ચાંદી વેચવું પડે છે. જ્યારે ઘણા બધા લોકો એકસાથે વેચે છે, ત્યારે ભાવ ઘટવા લાગે છે.

ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવ

જ્વેલર્સવાળા પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લાગેલો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એેની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો

મેગ્નેટ ટેસ્ટ: અસલી સિલ્વર (ચાંદી) ચુંબક સાથે ચોંટતી નથી. જો તે ચોંટી જાય તો તે નકલી છે.

આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફનો ટુકડો રાખો. અસલી ચાંદી પર બરફ ખૂબ જ ઝડપથી ઓગળવા લાગશે.

સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં કોઈ ગંધ હોતી નથી. નકલી ચાંદીમાં કોપર (તાંબા) જેવી ગંધ આવી શકે છે.

ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કપડા પર કાળો ડાઘ પડે તો તે અસલી છે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links